હવામાં ઉડતી હોટેલ ! આકાશમાં નીચે નહી ઉતરે હોટલ, જાણો તમામ વિગત

|

Jun 28, 2022 | 5:51 PM

માણસ હવે ઉડવાની દિશામાં પણ એક ડગલું આગળ વધી રહ્યો છે. ટૂંક સમયમાં આપણી પાસે એવી હોટેલ (Nuclear-Powered Sky Hotel) હશે જે હવામાં ઉડશે. આ ઉડતી હોટેલ એક પ્રકારનું પ્લેન હશે પરંતુ તે ક્યારેય જમીન પર ઉતરશે નહીં.

હવામાં ઉડતી હોટેલ ! આકાશમાં નીચે નહી ઉતરે હોટલ, જાણો તમામ વિગત
Flying hotel

Follow us on

જેમ-જેમ વિજ્ઞાન પ્રગતિ કરી રહ્યું છે, તેમ-તેમ મનુષ્ય એવી વસ્તુઓની શોધ કરી રહ્યો છે જે ભવિષ્યની દિશા બદલવામાં સફળ થશે. એક સમયે માણસની ઈચ્છા જ હશે કે તે એવું મશીન બનાવે જે હવામાં ઉડી શકે. તેણે પ્લેનની શોધ કરીને તેની ઈચ્છા પૂરી કરી હશે. ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ હાશેમ અલ-ઘૈલી (Hashem Al-Ghaili) નામની યુટ્યુબ ચેનલે ફ્લાઈંગ હોટલનો કોન્સેપ્ટ વીડિયો (Flying hotel plane concept video) જાહેર કરીને બધાને હેરાન કરી દીધા છે. કોન્સેપ્ટ વીડિયો એ માત્ર એક વિચાર છે જેમાં કોઈ વસ્તુને ગ્રાફિક્સનો ઉપયોગ કરીને રજૂ કરવામાં આવે છે અને જો તે ઓબ્જેક્ટ બનાવવામાં આવે તો તે કેવી દેખાશે તેનો ખ્યાલ મેળવવા માટે કરવામાં આવ્યું છે.

ન્યુક્લિયર રિએક્ટરથી ચાલશે આ પ્લેન

વીડિયો મુજબ આ હોટેલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેંસથી ચાલવાવાળું સ્કાય ક્રૂઝ (AI powered Sky Cruise) હશે, જેમાં 20 એન્જિન હશે અને તે તમામ ન્યૂક્લિયર ફ્યુઝન સાથે ફ્લાઈંગ હોટલની મદદથી ચાલશે. આ પ્લેનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે તે ક્યારેય જમીન પર ઉતરશે નહીં. એટલે કે આ પ્લેન મહિનાઓ સુધી હવામાં ઉડતું રહેશે. આ પ્લેનમાં 5000 યાત્રીઓ અથવા મહેમાનોને રહેવાની સુવિધા હશે. સામાન્ય એરલાઇન કંપનીના વિમાનો મુસાફરોને આ વિમાનમાં લાવશે અને તેઓ ઉડતી વખતે જ તેમાં પ્રવેશ કરશે. આ સિવાય વિમાનના રિપેરીંગ સાથે જોડાયેલું કામ પણ હવામાં કરવામાં આવશે. આ પ્લેનને ટ્રાન્સપોર્ટની દુનિયાનું ભવિષ્ય કહેવામાં આવી રહ્યું છે.

પ્લેનની અંદર હશે ઘણી સુવિધા

રિપોર્ટ મુજબ આ પ્લેન પાયલટ નહીં ચલાવે, પરંતુ તેને કોમ્પ્યુટરથી ઓપરેટ કરવામાં આવશે. આ સિવાય હોટલમાં મહેમાનો માટે એટલું બધું હશે કે તેઓ ક્યારેય બોર નહીં થાય. પ્લેનમાં જ શોપિંગ મોલ, જીમ, સ્વિમિંગ પુલ, મૂવી થિયેટર વગેરેની સુવિધાઓ હશે. આ સિવાય લોકો આ પ્લેનમાં આવીને લગ્ન પણ કરી શકશે. પરંતુ આ પ્રોજેક્ટ ઘણો મોટો અને અનોખો છે પરંતુ સોશિયલ મીડિયા પર લોકોએ તેની ટીકા કરી છે. તેમના મુજબ આ પ્લેન ન્યુક્લિયર રિએક્ટરથી ચાલશે અને જો તે ક્યારેય ક્રેશ થશે તો રિએક્ટરના કારણે આખું શહેર બરબાદ થઈ શકે છે. ઘણા લોકોએ પ્લેનમાં મુસાફરીના ખર્ચ વિશે વિચારીને ચિંતા વ્યક્ત કરી. તેમના કહેવા મુજબ આ પ્લેનમાં મુસાફરી કરનાર વ્યક્તિએ પોતાની તમામ ડિપોઝીટનું રોકાણ કરવું પડશે. જો કે પ્લેનની ટિકિટ અંગે હાલમાં કોઈ માહિતી નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Published On - 5:51 pm, Tue, 28 June 22

Next Article