Kam Ni Vaat: PAN કાર્ડમાં થઈ ગઈ છે ભૂલ? તો ઘરે બેઠા ઓનલાઇન કરી શકો છો સુધારો

Dipali Barot

|

Updated on: Feb 28, 2023 | 12:00 PM

પાનકાર્ડ તમારું મહત્વપૂર્ણ ઓળખપત્ર છે, જો તેમાં આપવામાં આવેલી કોઈ જાણકારી ખોટી છપાઈ ગઈ છે તો તેમાં ઘરે બેઠા સરળતાથી સુધારો કરી શકો છો

પાનકાર્ડ (PAN card) હવે રોજીંદી જીંદગીમાં અનેક કામકાજ માટે ખુબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. સરકારી યોજનાઓનો લાભ લેવો હોય કે રીટર્ન ફાઈલ (Return file) કરવું હોય કે પછી કોઈ બેંકીગ સુવિધાનો લાભ લેવો હોય. આ દસ્તાવેજ જરૂરી છે. પાનકાર્ડ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department)ની સાથે-સાથે તમારું મહત્વપૂર્ણ ઓળખપત્ર (ID Card) પણ છે. જો તમે તાજેતરમાં જ તમારું પાનકાર્ડ બનાવડાવ્યું છે અને તેમાં આપવામાં આવેલી કોઈ જાણકારી ખોટી છપાઈ ગઈ છે તો તેમાં ઘરે બેઠા સરળતાથી સુધારો કરી શકો છો. જાણો પાનકાર્ડમાં થયેલી ભૂલને કેવી રીતે સુધારશો.

ઓનલાઈન પાનકાર્ડ અપડેટ કરવાની સમગ્ર પ્રક્રિયા

  1. પ્લે સ્ટોરથી ઉમંગ (UMANG) એપ્લિકેશન ડાઉનલોડ કરી લો
  2. હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગ ઇન કરીને માઇ પાન પર ક્લિક કરો
  3. જે પેજ ખુલશે તેમાં અનેક સુવિધાઓની જાણકારી હશે. આ સુવિધાઓમાંથી કરેક્શન અને ચેન્જવાળો વિકલ્પ પસંદ કરો
  4. હવે સ્ક્રીન પર CSF ફોર્મ ખુલશે, જેમાં ખોટી વિગતો સુધારવાનો વિકલ્પ હશે
  5. CSF ફોર્મમાં પાન કાર્ડ નંબર અને બીજી વિગતો નાંખો. અને સબમીટ કરી દો
  6. પ્રક્રિયા પુરી થયા પછી કરેક્શન ફી ભરવી પડશે. આ ફીની ચુકવણી નેટ બેન્કિંગ (Net Banking), ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી કરી શકાશે
  7. જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મને પછી નેશનલ સિક્યોરિટી ડિપોઝીટરી લિમિટેડ એટલે કે NSDL પર સબમીટ કરી દો.

આ 10 કામ માટે જરૂરી છે પેન નંબર

1. બેંક એકાઉન્ટ ખોલવા અથવા એફડી માટે
2. એક જ દિવસમાં 50 હજાર રૂપિયા અથવા એના કરતા વધારે કેશ જમા કરાવવા માટે
3. પ્રોપર્ટી ખરીદવા
4. ગાડી ખરીદવા
5. વિદેશયાત્રા માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા
6. હોટેલ બિલના પેમેન્ટ માટે
7. શેયર, બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ કે ડિબેન્ચર ખરીદવા
8. ક્રેડિટ, ડેબિટ કે ડિમેટ એકાઉન્ટ માટે અપ્લાય કરવા
9. કોઈ પણ કમાણી માટે નહીંતર 20 ટકા ટીડીએસ કપાશે
10. પ્રી પેડ મની વોલેટ અથવા ગિફ્ટ કાર્ડથી 50 હજાર કે વધારાના ટ્રાન્ઝેક્શન માટે જરૂરી

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati