લગ્ન કરવા પર મળશે 10 લાખ રૂપિયા, જાણો આ જોરદાર સ્કીમ વિશે
ભારતના એક રાજ્યમાં એક સ્કીમ ચાલી રહી છે, જેમાં તમને લગ્ન કરવા પર 10 લાખ રૂપિયા સુધી મળશે. અગાઉ તેમાં 5 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. જે બાદમાં વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. જો કે આ લગ્ન કરવા માટે કેટલીક શરતો છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.
જો કોઈ તમને કહે કે તમે લગ્ન કરો તો અમે તમને 10 લાખ રૂપિયા આપીશું, તો આ વાત પર તમને વિશ્વાસ નહીં આવે. જો કે આ શક્ય છે, આ માટે ભારતના એક રાજ્યમાં એક સ્કીમ ચાલી રહી છે, જેમાં તમને લગ્ન કરવા પર 10 લાખ રૂપિયા સુધી મળશે. જો કે આ લગ્ન કરવા માટે કેટલીક શરતો છે, જેના વિશે આજે અમે તમને જણાવીશું.
લગ્ન બાદ સરકાર 10 લાખ રૂપિયા આપે છે
જો તમે આંતરજ્ઞાતિય લગ્ન કરશો તો જ તમને આ યોજનાનો લાભ મળશે. રાજસ્થાન સરકાર દ્વારા આંતરજ્ઞાતિય લગ્ન માટે 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ દંપતી માટે રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહક રકમ છે. આ યોજના સરકાર દ્વારા આંતરજ્ઞાતિય લગ્નને પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી, અગાઉ તેમાં 5 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. જે બાદમાં વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવ્યા છે.
શરતો શું છે?
રાજ્ય સરકારની આ યોજના હેઠળ પૈસા બે ભાગમાં આપવામાં આવે છે, પ્રથમ 5 લાખ રૂપિયા બંનેના સંયુક્ત ખાતામાં જમા કરવામાં આવે છે. ત્યારબાદ બાકીના નાણાં આઠ વર્ષ સુધી ફિક્સ ડિપોઝિટમાં રાખવામાં આવે છે. છોકરો કે છોકરી બંનેમાંથી એક દલિત સમુદાયના હોવા જોઈએ અને રાજસ્થાનના વતની હોવા જોઈએ. તેમાંથી કોઈપણની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ સિવાય બંનેની સંયુક્ત આવક 2.5 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. અરજી સાથે જાતિનું પ્રમાણપત્ર પણ રજૂ કરવું જરૂરી છે.
આ સ્કીમ માટે અરજી કરવા માટે પતિ-પત્ની બંને પાસે આધાર કાર્ડ અને જોઈન્ટ એકાઉન્ટ હોવું જોઈએ, આ સિવાય લગ્નના એક મહિનાની અંદર સ્કીમ માટે અરજી કરવી જરૂરી છે. તમે રાજસ્થાન સરકારની વેબસાઈટ પર જઈને પણ ઓનલાઈન અરજી કરી શકો છો. રાજસ્થાન સિવાય પણ દેશમાં આંતરજ્ઞાતિય મેરેજ માટે તો ડૉ. સવિતા બેન આંબેડકર ઇન્ટરકાસ્ટ મેરેજ સ્કીમ હેઠળ તમને 2.5 લાખ રૂપિયા આપવામાં આવે છે.
આ પણ વાંચો DA Hike : આનંદો! આ રાજ્યોના કર્મચારીઓને મળી મોટી ભેટ…DAમાં થયો 10 ટકા સુધીનો વધારો