AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિશ્વમાં કેટલા પરમાણુ બોમ્બ છે ? કયા દેશ પાસે કેટલા એટમ બોંબ છે ? ભારતે વધારી છે તેની તાકાત

વૈશ્વિક પરમાણુ હથિયારોના ભંડાર અંગે SIPRI એ નવા ડેટા જાહેર કર્યો છે. SIPRI ના અહેવાલ મુજબ, 2025 ની તુલનામાં 2026 માં પરમાણુ બોમ્બની સંખ્યામાં થોડોક ઘટાડો થયો છે.

વિશ્વમાં કેટલા પરમાણુ બોમ્બ છે ? કયા દેશ પાસે કેટલા એટમ બોંબ છે ? ભારતે વધારી છે તેની તાકાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 09, 2026 | 2:11 PM
Share

વિશ્વભરમાં પરમાણુ બોમ્બની સંખ્યા 2026 માં કેટલી તે અંગેના આંકડાઓ જાહેર થયા છે. જો કે, એક રાહતની વાત એ છે કે, 2025 ની તુલનામાં 2026 માં વૈશ્વિક પરમાણુ ભંડારમાં ઘટાડો જોવા મળ્યો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) એ તેના અહેવાલમાં, 2026 માટે વૈશ્વિક પરમાણુ ભંડાર 12,187 હોવાનો અંદાજ લગાવ્યો છે. એક વર્ષ અગાઉ, 2025 માં, વૈશ્વિક પરમાણુ બોમ્બનો ભંડાર 12,241 હતો.

કયા દેશો પાસે કેટલા પરમાણુ બોમ્બ છે?

SIPRIનો અંદાજ છે કે, જાન્યુઆરી 2026 માં વૈશ્વિક પરમાણુ શસ્ત્રોનો ભંડાર 12,187 હતો, જે પાછલા વર્ષના 12,241 હતો. રશિયા અને યુએસએના પરમાણુ શસ્ત્રોમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, તેનાથી વિપરીત, ચીન, ફ્રાન્સ અને ભારતના પરમાણુ શસ્ત્ર ભંડારમાં વધારો થવાનો અંદાજ છે. આમાં, ફ્રાન્સના પરમાણુ શસ્ત્રોમાં સૌથી વધુ નોંધપાત્ર વધારો જોવા મળે છે.

દેશ  2025 માં પરમાણુ બોમ્બની સંખ્યા 2026 માં પરમાણુ બોમ્બની સંખ્યા
રશિયા 5469 5420
યુએસએ 5177 5042
ચીન 600 620
ફ્રાન્સ 290 370
યુકે 225 225
ભારત 180 190
પાકિસ્તાન 170 170
ઇઝરાયલ 90 90
ઉત્તર કોરિયા 50 60
કુલ   12241 12187

ભારતે તેના પરમાણુ બોમ્બની સંખ્યામાં વધારો કર્યો છે

SIPRI રિપોર્ટમાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે ભારતના પરમાણુ બોમ્બની સંખ્યા 2026 માં વધીને 190 થશે. એક અહેવાલ મુજબ ભારત પાસે 2025 માં 180 પરમાણુ બોમ્બ હતા. ભારતના પરમાણુ ભંડારમાં થયેલ વધારો, એ દેશની વ્યૂહાત્મક સૈન્ય ક્ષમતાઓમાં સતત વૃદ્ધિ દર્શાવે છે.

પરમાણુ બોમ્બની સંખ્યાના સંદર્ભમાં ભારત પાકિસ્તાનથી આગળ છે. 2025 અને 2026 વચ્ચે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ 170 હોવાનો અંદાજ છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અનુસાર, વિશ્વભરમાં પરમાણુ બોમ્બની કુલ સંખ્યામાં થોડો ઘટાડો થયો છે. જોકે, સંરક્ષણ નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે, આ વલણ ટૂંક સમયમાં ઉલટું થઈ શકે છે, કારણ કે વિવિધ દેશો તેમના નવા પરમાણુ બોમ્બ આધારિત શસ્ત્રોનો જમાવડો કરી રહ્યાં છે, જૂના હથિયારોને તોડી પાડવાની પ્રક્રિયા ધીમી કરી રહ્યા છે.

Middle East tension : એક તરફ શાંતિની વાત, બીજી તરફ યુદ્ધ… ટ્રમ્પ- નેતન્યાહૂ વચ્ચે દરાર કે કોઈ ચાલ?

Follow Us
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
લોકાર્પણના ગણતરીના વર્ષોમાં જલારામ અંડરપાસ જર્જરિત, જુઓ-Video
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking News : મેયરના વોર્ડમાં આવતું RMCનું પાણી પીવાલાયક નહી
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
Breaking news Rajkot: રાજકોટ-દિલ્લી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
પાટણમાં 398 કરોડના સાયબર ફ્રોડનો ભાંડાફોડ
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
જમીન-મકાન વ્યવસાયમાં મોટી સફળતા, યોગ-ધ્યાનથી સ્વાસ્થ્ય રહેશે સારું
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
g clip-path="url(#clip0_868_265)">