AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ છે ભારતનો સૌથી જૂનો હાઇવે, જ્યાંથી વિદેશ પણ જઈ શકાય છે

રસ્તાઓ દેશની નસો છે, જેની મદદથી દેશનો એક ખૂણો બીજા ખૂણેથી જોડાયેલો છે. એટલું જ નહીં, વેપાર સહિતની અન્ય પ્રવૃત્તિઓ પણ રસ્તાઓ દ્વારા થાય છે. આજકાલ દેશમાં નવા અત્યાધુનિક રસ્તાઓ બની રહ્યા છે. દેશમાં ઘણા નવા એક્સપ્રેસ વે ચાલુ છે અને ઘણા હાલમાં બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે દેશનો સૌથી જૂનો હાઇવે કયો છે ?

આ છે ભારતનો સૌથી જૂનો હાઇવે, જ્યાંથી વિદેશ પણ જઈ શકાય છે
GT Road
| Updated on: Jan 25, 2024 | 6:13 PM
Share

કોઈપણ દેશના આર્થિક વિકાસમાં પરિવહન વ્યવસ્થા મુખ્ય ભૂમિકા ભજવે છે. એક રીતે જોઈએ તો, રસ્તાઓ દેશની નસો છે, જેની મદદથી દેશનો એક ખૂણો બીજા ખૂણેથી જોડાયેલો છે. એટલું જ નહીં, વેપાર સહિતની અન્ય પ્રવૃત્તિઓ પણ રસ્તાઓ દ્વારા થાય છે. આજકાલ દેશમાં નવા અત્યાધુનિક રસ્તાઓ બની રહ્યા છે. દેશમાં ઘણા નવા એક્સપ્રેસ વે ચાલુ છે અને ઘણા હાલમાં બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે દેશનો સૌથી જૂનો હાઇવે કયો છે ?

ભારતનો સૌથી જૂનો હાઇવે કયો છે ?

ભારતનો સૌથી જૂનો હાઇવે GT રોડ અથવા ગ્રાન્ડ ટ્રંક રોડ છે. એવું કહેવાય છે કે તેનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના શાસન દરમિયાન થયું હતું. જો કે, સોળમી સદીમાં શેરશાહ સૂરી દ્વારા તેને પાક્કો બનાવામાં આવ્યો હતો. પછી તેના પર વિવિધ સ્થળોએ કોસ મિનાર (અંતર માપવા), વૃક્ષો અને ધર્મશાળાઓ વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું.

આજે પણ કોસ મિનાર દિલ્હી પ્રાણી સંગ્રહાલય, મથુરા રોડ અને લાહોરમાં છે. એક કોસ એટલે કે 3.22 કિલોમીટરનું અંતર હતું. ધર્મશાળામાં પ્રવાસીઓ માટે રહેવા માટે રૂમ, પ્રાણીઓને બાંધવાની જગ્યા અને પાણી માટે કૂવો પણ હતો. અઝીમગંજની ધર્મશાળા હજુ પણ દિલ્હી પ્રાણી સંગ્રહાલયમાં છે.

ભારતનો આ રસ્તો વિદેશમાં પણ જાય છે

આ હાઈવે માત્ર દેશમાં જ પૂરો થતો નથી, પરંતુ અન્ય દેશોમાં પણ જાય છે. બાંગ્લાદેશથી શરૂ થઈને તે બર્ધમાન, આસનસોલ, સાસારામ, પ્રયાગરાજ, અલીગઢ, દિલ્હી, અમૃતસર અને પછી પાકિસ્તાનના લાહોર અને રાવલપિંડી થઈને અફઘાનિસ્તાન જાય છે.

આ રોડનું નામ ઘણી વખત બદલાયું

આ હાઈવેના નામ સમયાંતરે બદલાતા રહ્યા છે. આ રસ્તો ઉત્તર ભારતમાં હોવાથી તેને શરૂઆતમાં ઉત્તરપથ કહેવામાં આવતો હતો. પાછળથી તેનું નામ સડક-એ-આઝમ, બાદશાહી સડક, ધ લોંગ રોડ અને છેલ્લે ગ્રાન્ડ ટ્રંક રોડ રાખવામાં આવ્યું. ભારતમાં, NH-1, NH-2, NH-5 અને NH-91 પણ આ હાઇવેનો ભાગ છે.

આ પણ વાંચો ફ્રીજ, એસી, ગીઝર કે ઓવન…સૌથી વધુ વીજળી શેમાં વપરાય છે ?

આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">