ફ્રીજ, એસી, ગીઝર કે ઓવન…સૌથી વધુ વીજળી શેમાં વપરાય છે ?
ઉનાળામાં એસી તો, શિયાળામાં ગીઝરનો લોકો ઉપયોગ કરે છે. લોકો ખાદ્ય પદાર્થોને ફરીથી ગરમ કરવા માટે ઓવનનો ઉપયોગ કરે છે. આ ઉપકરણોનો ઉપયોગ કરવા માટે વધારે વીજળી બિલ પણ આવે છે. તેમાંના કેટલાક ઉપકરણો એવા છે જે ઘણી વીજળી વાપરે છે. આજે અમે જણાવીશું કયું ઉપકરણ સૌથી વધુ વીજળીનો ઉપયોગ કરે છે.

સામાન્ય રીતે માણસના ઘરમાં ફ્રીજ, ટીવી અને એસી હોય છે. આ બધી વસ્તુઓ રોજિંદા જીવનનો જરૂરી ભાગ બની ગઈ છે. તેમના વિના જીવન મુશ્કેલ બની જાય છે. શિયાળાની ઋતુમાં લોકો પોતાના ઘરમાં ગીઝરનો વધારે ઉપયોગ કરે છે. લોકો ખાદ્ય પદાર્થોને ફરીથી ગરમ કરવા માટે ઓવનનો ઉપયોગ કરે છે. આ ઉપકરણોનો ઉપયોગ કરવા માટે વધારે વીજળી બિલ પણ આવે છે. તેમાંના કેટલાક ઉપકરણો એવા છે જે ઘણી વીજળી વાપરે છે.
ACમાં સૌથી વધુ વીજળી વપરાય છે
શિયાળા પછી ઉનાળાની ઋતુ આવવાની છે. ઉનાળાની ઋતુમાં લોકો દિવસ-રાત પોતાના ઘરોમાં એસી ચલાવે છે. AC ગરમીને રૂમની બહાર ફેંકે છે અને ઠંડી હવાને રૂમમાં લાવે છે. ACની આ પ્રક્રિયામાં ઘણી વીજળીનો વપરાશ થાય છે. ACનું કોમ્પ્રેસર રેફ્રિજરેટરના કોમ્પ્રેસર કરતાં વધુ વીજળી વાપરે છે. તેથી રેફ્રિજરેટર સતત ચાલુ હોવા છતાં પણ એસી જેટલો વીજળીનો વપરાશ કરતું નથી.
અન્ય ઉપકરણો
ઘરમાં રહેલા ઓવન, ગીઝર, ફ્રીજ જેવા ઈલેક્ટ્રીકલ ઉપકરણો એસી જેટલી વીજળીનો વપરાશ કરતા નથી. કારણ કે તેનો ઉપયોગ અમુક સમય પૂરતો અથવા ઓછી માત્રામાં તેનો ઉપયોગ થાય છે. લોકો કલાકો સુધી ઓવન ચલાવતા નથી. તો લોકો કલાકો સુધી ગીઝર ચલાવતા નથી. પરંતુ ઉનાળાની ઋતુમાં લોકો કલાકો સુધી સતત એસી ચલાવે છે. તેથી એસીમાં સૌથી વધુ વીજળી વપરાય છે.
આ પણ વાંચો જ્યારે તમે 1000 રૂપિયાની ટ્રેનની ટિકિટ કરાવો છો, ત્યારે સરકાર આપે છે આટલી સબસિડી
