Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી યોજના : ભારતના કરોડો લોકો લઈ રહ્યા છે ઇ-શ્રમ કાર્ડનો લાભ, જાણો અરજી કરવા માટેની સમગ્ર પ્રક્રિયા

કેન્દ્ર સરકાર દેશના શ્રમિકો માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. સરકાર ગરીબ વર્ગને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ માટે તે ઈ-શ્રમ કાર્ડ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો પોતાની નોંધણી કરાવી શકે છે. આ માટે ભારત સરકારે ઈ-શ્રમ પોર્ટલ બનાવ્યું છે. એ શ્રમ કાર્ડનો તમે કઈ રીતે લાભ લઈ શકશો તેની તમામ માહિતી અહીં આપને આપવામાં આવી છે.

સરકારી યોજના : ભારતના કરોડો લોકો લઈ રહ્યા છે ઇ-શ્રમ કાર્ડનો લાભ, જાણો અરજી કરવા માટેની સમગ્ર પ્રક્રિયા
Follow Us:
| Updated on: Nov 09, 2023 | 10:22 PM

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ કામદારોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. પોર્ટલ પર નોંધણી કરવા માટે, કામદારો પાસે આધાર કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. આ સિવાય આધારને એક્ટિવ મોબાઈલ નંબર સાથે લિંક કરેલો હોવો જોઇયે. આ સિવાય બેંક એકાઉન્ટ પણ જરૂરી છે.

જો જેમની પાસે આધાર લિંક્ડ મોબાઈલ નંબર નથી, તો તેઓ નજીકના CSC કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. નોંધણી બાયોમેટ્રિક માધ્યમથી થઈ શકે છે. તમારો મોબાઈલ નંબર પણ અહીં આધારમાં અપડેટ થઈ જશે.

કામદારોને મળશે અકસ્માત વીમો

હાલમાં, સરકાર ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા કામદારોને અકસ્માત વીમો આપી રહી છે. ઈ-શ્રમ પોર્ટલમાં જોડાનારા કામદારોને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) હેઠળ રૂ. 2 લાખ સુધીના વીમા લાભો મળે છે. આમાં વીમા માટે પ્રીમિયમ ભરવાની જરૂર નથી. જો કોઈ કામદાર અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા સંપૂર્ણપણે અક્ષમ થઈ જાય છે, તો 2 લાખ રૂપિયાની વીમા રકમ ઉપલબ્ધ છે. જો કોઈ કામદાર આંશિક રીતે અક્ષમ થઈ જાય તો તેને 1 લાખ રૂપિયાનો વીમો મળે છે.

Plant in pot : એલોવેરાના પાન સુકાઈ જાય છે ? છોડના સારા ગ્રોથ માટે અપનાવો આ ટીપ્સ
Alcohol: દારૂ પીધા પછી દુર્ગંધ કેમ આવે છે?
Vastu Tips: ઘરમાં કરોળિયાનું જાળુ બનાવવું શુભ છે કે અશુભ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 28-03-2025
SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો
શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો

કોણ નોંધણી કરી શકતું નથી?

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે આ દ્વારા અસંગઠિત ક્ષેત્રના 38 કરોડ કામદારોને જોડવાનું લક્ષ્ય રાખ્યું છે. જો કોઈ વ્યક્તિ સરકારી પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યો છે, તો તે વ્યક્તિ ઈ-શ્રમ કાર્ડ યોજનામાં જોડાઈ શકશે નહીં. તે જ સમયે, પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ પણ ઈ-શ્રમ યોજના હેઠળ પૈસા લઈ શકતા નથી. કોઈપણ કામદાર કે જે અસંગઠિત છે અને 16-59 વર્ષની વય જૂથમાં છે તે આ યોજના હેઠળ પોતાને નોંધણી કરાવી શકે છે.

આ પણ વાંચો : સરકારી યોજના: ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી પુરી પાડતી સરકારની મનરેગા યોજના, આ રીતે કરો રજીસ્ટ્રેશન

ઈ-શ્રમ કાર્ડ યોજનાનો લાભ લેવા આ રીતે કરો ઓનલાઈન અરજી

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • પછી રજીસ્ટ્રેશન માટેની લિંક પેજની જમણી બાજુએ દેખાશે.
  • બાદમાં ‘ઇ-શ્રમ પર નોંધણી’ લખેલું હશે તેના પર ક્લિક કરો.
  • આ બાદ તમારે આધાર લિંક્ડ મોબાઈલ નંબર નાખવો પડશે અને કેપ્ચા નાખવો પડશે.
  • ત્યારબાદ Send OTP પર ક્લિક કરો.
  • આ પછી OTP દાખલ કરો અને પછી ઇ-શ્રમ માટે નોંધણી ફોર્મ ખુલશે.
  • પછી તમારે તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને બેંક વિગતો દાખલ કરવી પડશે.
  • પછી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">