AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારી યોજના: ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી પુરી પાડતી સરકારની મનરેગા યોજના, આ રીતે કરો રજીસ્ટ્રેશન

ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી આપવા માટે મનરેગા યોજના શરૂ કરવામાં આવી હતી. આ એક રોજગાર ગેરંટી યોજના છે, જેમાં લોકોને નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ માટે રોજગાર આપવામાં આવે છે. સરકર શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે સતત કામ કરી રહી છે. ત્યારે સરકારે વિવિધ યોજનાઓ ગરીબો માટે વિકસાવી છે. જેમાની માનરેગા યોજના એક છે.  

સરકારી યોજના: ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને રોજગારી પુરી પાડતી સરકારની મનરેગા યોજના, આ રીતે કરો રજીસ્ટ્રેશન
| Updated on: Jan 17, 2024 | 6:59 PM
Share

દેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને રોજગારી આપવા માટે, કેન્દ્ર સરકાર દ્વારા 23 ઓગસ્ટ 2005ના રોજ રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (મનરેગા) લાગુ કરવામાં આવ્યો હતો. આ એક રોજગાર ગેરંટી યોજના છે, જેમાં દરેક નાણાકીય વર્ષમાં શ્રમિક વર્ગના લોકોને 100 દિવસની રોજગારી આપવામાં આવે છે.

કેટલાક રાજ્યોમાં રોજગાર ગેરંટી 100 દિવસથી વધારીને 150 દિવસ કરવામાં આવી છે. આ યોજના અકુશળ કામદારો માટે ક્રાંતિકારી સાબિત થઈ છે. આ યોજના અકુશળ કામદારોની આજીવિકા સુરક્ષિત કરવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી જેથી ગ્રામીણ વિસ્તારોમાંથી સ્થળાંતર અટકાવી શકાય. મહત્વનું છે કે સરકાર દ્વારા 31 ડિસેમ્બર 2009ના રોજ આ યોજનાનું નામ બદલીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના (મનરેગા) કરવામાં આવ્યું છે.

મનરેગામાં કયા કામોનો થાય છે સમાવેશ?

મનરેગા હેઠળ, મુખ્યત્વે અકુશળ શ્રમિકોને આવરીને વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમ કે રસ્તાઓ, નહેરો, તળાવો અને કુવાઓ જેવી ટકાઉ સંપત્તિનું નિર્માણ કરવું , તેમજ જળ સંચય, દુષ્કાળ રાહત, પૂર નિયંત્રણ, જમીન વિકાસ, શ્રમ-સઘન કામો માટે માળખાકીય સુવિધાઓનું નિર્માણ.

ખાસ કરીને બાગ બગીચાઓનું કામ, નાની સિંચાઈ, વિવિધ પ્રકારના આવાસ બાંધકામ વગેરે કરવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ, મહત્વની વાત એ છે કે, અરજદારના રહેઠાણના 5 કિલોમીટરની અંદર રોજગાર પ્રદાન કરવામાં આવે છે. અને દરરોજ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે છે.

એટલું જ નહીં, જો અરજી કર્યાના 15 દિવસમાં અરજદારને કામ ન મળે તો અરજદાર બેરોજગારી ભથ્થાનો પણ હકદાર છે. મનરેગાનો અમલ મુખ્યત્વે ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવે છે.

મનરેગા માટે કેવી રીતે અરજી કરવી

મનરેગા યોજના હેઠળ કામ મેળવવા માટે, ઉમેદવારો તેમના સંબંધિત બ્લોકમાં અરજી કરી શકે છે. મનરેગા માટે અરજી કરવા માટે આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગતો આપવી પડશે. પંચાયત સચિવ અથવા રોજગાર સહાયકની મદદથી નોંધણી કરવામાં આવે છે.

આ પણ વાંચો : સરકારી યોજના : મુખ્‍યમંત્રી માતૃશક્તિ યોજના હવે સગર્ભા મહિલાઓનું રાખશે ધ્યાન

નોંધણી પછી અરજદારને જોબ કાર્ડ મળી જશે. જે 5 વર્ષ માટે માન્ય રહેશે. આ જોબ કાર્ડ મળ્યા બાદ ઉમેદવારો રોજગાર મેળવવા માટે હકદાર બનશે. યોજના હેઠળ, વેતન બેંક અને પોસ્ટ ઓફિસ બચત ખાતા દ્વારા ચૂકવવામાં આવે છે. જરૂર પડ્યે રોકડ ચુકવણીની પણ જોગવાઈ છે.

સરકારની આવી જ અન્ય યોજના જાણવા માટે આપ અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">