AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earth Day 2023 Google Doodle : ગૂગલે ક્લાઈમેટ ચેન્જ પર બનાવ્યું Doodle, જાણો શું છે તેની વિશેષતા અને આપણે કેવી રીતે મદદ કરી શકીએ?

Earth Day 2023 : 22 એપ્રિલને Earth Day તરીકે ઉજવવામાં આવે છે. આ અવસર પર આજે ગૂગલે એક ડૂડલ બનાવ્યું છે. જે પર્યાવરણમાં થતા સતત બદલાવને દર્શાવે છે. આજે અમે તમને પર્યાવરણમાં થતા સતત બદલાવ વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

Earth Day 2023 Google Doodle : ગૂગલે ક્લાઈમેટ ચેન્જ પર બનાવ્યું Doodle, જાણો શું છે તેની વિશેષતા અને આપણે કેવી રીતે મદદ કરી શકીએ?
Earth Day 2023 Google Doodle
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 9:42 AM
Share

Earth Day 2023 : વિશ્વ પૃથ્વી દિવસનો પાયો જુલિયન કોએનિગ દ્વારા વર્ષ 1969માં નાખવામાં આવ્યો હતો. પ્રથમ પૃથ્વી દિવસ 1970 માં ઉજવવામાં આવ્યો હતો. આજે વિશ્વના 190 થી વધુ દેશો આ દિવસની ઉજવણી કરે છે.

આ પણ વાંચો : Google Doodle : ઘર બળી ગયું, જીવ બચાવવા ટ્રક ડ્રાઈવર સાથે કર્યા લગ્ન, જાણો PK Rosy ની સ્ટોરી

22 એપ્રિલને Earth Day તરીકે ઉજવવામાં આવે છે. આ અવસર પર આજે ગૂગલે એક ડૂડલ બનાવ્યું છે. જે પર્યાવરણમાં થતા સતત બદલાવને દર્શાવે છે. આજે અમે તમને પર્યાવરણમાં થતા સતત બદલાવ વિશે ઘણી મહત્વપૂર્ણ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

Earth Day 2023 Google Doodle : દર વર્ષે 22 એપ્રિલને વિશ્વભરમાં વિશ્વ પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પૃથ્વી દિવસ માત્ર પહેલ કરવા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. લોકો તેની મદદથી પર્યાવરણને નુકસાન પહોંચાડવાનું બંધ કરે છે. લુપ્ત થતી પ્રજાતિઓ, વૃક્ષો, પ્રાણીઓ પાછળ પ્રદૂષણ અને વૃક્ષોનું કટીંગ મુખ્ય કારણ માનવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વૃક્ષારોપણ માટે જાગૃતિ ફેલાવતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2023 માટે વિશ્વ પૃથ્વી દિવસની થીમ 2022 માટે પુનરાવર્તિત કરવામાં આવી છે. એટલે કે આ વર્ષે પણ ‘ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ’ થીમ પર ટાર્ગેટ પૂરો કરવાના પ્રયાસો કરવામાં આવશે.

22 એપ્રિલ, 1969 ના રોજ, જુલિયન કોએનિગે પર્યાવરણ સંરક્ષણ માટે આંદોલન શરૂ કર્યું, આ તારીખે તેમનો જન્મદિવસ પણ હતો. આ પછી 22 એપ્રિલ 1970 ના રોજ, યુએસ સેનેટર ગેલોર્ડ નેલ્સને પ્રથમ પૃથ્વી દિવસની ઉજવણી કરી. તેમાં લગભગ 20 મિલિયન લોકોએ ભાગ લીધો હતો. જે બાદ હવે આ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.

દર વર્ષે 22 એપ્રિલને પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે પૃથ્વી દિવસ નિમિત્તે ગૂગલે ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલ પર્યાવરણમાં સતત થતા ફેરફારોને બતાવવા અને લોકોને તેના વિશે જાગૃત કરવા માટે છે. તમને જણાવી દઈએ કે સમયની સાથે પૃથ્વી અનેક રીતે બદલાઈ રહી છે. આ ફેરફારોમાં સૌથી મોટો ફેરફાર પર્યાવરણમાં થઈ રહ્યો છે. પર્યાવરણમાં સતત ફેરફાર ચિંતાનો વિષય બન્યો છે. વાતાવરણમાં સતત બદલાવના કારણે અનેક જગ્યાએ આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ગૂગલનું આ ડૂડલ લોકોને પર્યાવરણ પ્રત્યે મૈત્રીપૂર્ણ વિચાર અને વલણ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. આ Google ડૂડલ હાઇલાઇટ કરે છે કે કેવી રીતે આપણે બધા આબોહવા પરિવર્તન સામે પગલાં લેવા માટે નાના અને મોટા બંને રીતે સાથે મળીને કામ કરી શકીએ છીએ.

પર્યાવરણમાં થઈ રહેલા બદલાવ સામે લડત અને

જેમ કે અમે તમને અગાઉ પણ કહ્યું હતું કે દર વર્ષે 22 એપ્રિલને પૃથ્વી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે, આ અવસર પર, Google એ એક પગલું ભર્યું છે જે પર્યાવરણની સુરક્ષાને પ્રોત્સાહન આપે છે અને માત્ર અહીં જ નહીં, તેમાં આપણા રોજિંદા જીવનમાં આવા ઘણા પગલાં શામેલ છે જે આપણને ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદ કરી શકે છે. આજનું વિશેષ ડૂડલ બતાવે છે કે, કેવી રીતે વ્યક્તિઓ અને સમુદાયો આપણા ગ્રહને બચાવવા માટે સાથે મળીને કામ કરી શકે છે. આપણે જે રીતે મુસાફરી કરીએ છીએ, આપણે જે વીજળીનો ઉપયોગ કરીએ છીએ, આપણે જે ખોરાક ખાઈએ છીએ અને જે વસ્તુઓ આપણે ખરીદીએ છીએ, તેનાથી આપણે વિશ્વભરમાં આબોહવા પરિવર્તનની સૌથી ખરાબ અસરો વચ્ચે અંતર લાવી શકીએ છીએ.

એજ્યુકેશન, કરિયર, કરન્ટ અફેર્સ, જોબ ક્ષેત્રે શું ચાલી રહ્યું છે? Tv9gujrati.com પર લેટેસ્ટ ગુજરાતી સમાચાર વાંચો અને જુઓ

Follow Us
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના જેગડવા ગામની વધુ મુશ્કેલી
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
બાઈક લઈને જઈ રહ્યા હો અને અચાનક સાવજ આવી જાય તો.... બસ આવુ જ થયુ- જુઓ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
ગાંધીનગરમાં Blinkit Store નું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
આણંદમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ફરી વળ્યા પાણી!અનેક વિસ્તારો થયા જળમગ્ન
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
g clip-path="url(#clip0_868_265)">