AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જીકે ક્વિઝ : દેશનો સૌથી નાનો જિલ્લો કયો છે ? જાણો કેટલી છે વસ્તી

જ્યારે પણ તમે અભ્યાસ કે નોકરી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા કે ઈન્ટરવ્યુ માટે જાઓ છો, ત્યારે જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

જીકે ક્વિઝ : દેશનો સૌથી નાનો જિલ્લો કયો છે ? જાણો કેટલી છે વસ્તી
GK Quiz
| Updated on: Nov 13, 2023 | 9:09 AM
Share

જ્યારે પણ અભ્યાસ કે નોકરીની વાત આવે છે, ત્યારે જનરલ નોલેજને ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે તે બંને માટે જરૂરી છે. જ્યારે પણ તમે અભ્યાસ કે નોકરી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા કે ઈન્ટરવ્યુ માટે જાઓ છો, ત્યારે જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.

પ્રશ્ન – દિલ્હીમાં આવેલી મહાત્મા ગાંધીની સમાધિનું નામ શું છે? જવાબ – રાજઘાટ

પ્રશ્ન – પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા? જવાબ – સ્ક્વોડ્રન લીડર રાકેશ શર્મા, 1984

પ્રશ્ન – ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? જવાબ – સુચેતા કૃપલાની

પ્રશ્ન – હરિયાણાના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ – ભગવત દયાલ શર્મા

પ્રશ્ન – સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ – 24 ઓક્ટોબર 1945

પ્રશ્ન – સંયુક્ત રાષ્ટ્રનું મુખ્યાલય ક્યાં આવેલું છે? જવાબ – ન્યુયોર્ક

પ્રશ્ન – હાલમાં કેટલા દેશો સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય છે? જવાબ – 193

પ્રશ્ન – બંધારણના કયા અનુચ્છેદ દ્વારા હિન્દીને રાષ્ટ્રભાષા જાહેર કરવામાં આવી હતી? જવાબ – કલમ 343

પ્રશ્ન – ઓલિમ્પિક ગેમ્સમાં સિંગલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર ભારતીય કોણ છે? જવાબ – અભિનવ બિન્દ્રા

પ્રશ્ન – ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કેટલા વર્ષ પછી થાય છે? જવાબ – 4 વર્ષ

પ્રશ્ન – આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ – 10મી ડિસેમ્બર

પ્રશ્ન – હરિયાણાની ભેંસની કઈ જાતિ પ્રખ્યાત છે? જવાબ – મુર્રાહ

પ્રશ્ન – પ્રસિદ્ધ શીતળા માતાનું મંદિર ક્યાં આવેલું છે? જવાબ – ગુડગાંવ

આ પણ વાંચો જીકે ક્વિઝ: ભારતના કયા ગામમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે? સાંજના 4 વાગ્યે જ આથમી જાય છે સૂર્ય

પ્રશ્ન – દેશનો સૌથી નાનો જિલ્લો કયો છે ?

ભારતનો સૌથી નાનો જિલ્લો કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીનો માહે જિલ્લો છે. વિસ્તારની દ્રષ્ટિએ તે ભારતનો સૌથી નાનો જિલ્લો છે. તેના વિસ્તારની વાત કરીએ તો તે માત્ર 9 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ આ જિલ્લાની કુલ વસ્તી 41,934 છે. જેમાં પુરૂષોની સંખ્યા 19,269 અને મહિલાઓની સંખ્યા 22,665 છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">