AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જીકે ક્વિઝ: ભારતના કયા ગામમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે? સાંજના 4 વાગ્યે જ આથમી જાય છે સૂર્ય

ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય છે. જે તમામ લોકો જાણે છે, પરંતુ એવું કયું ગામ છે, જ્યાં સૂર્યના કિરણો સૌપ્રથમ પડે છે ? જેના વિશે તમે કદાચ નહીં જાણતા હોવ. જેના વિશે આજે અમે તમને જણાવીશું. આ ગામ જમીનથી લગભગ 1240 મીટરની ઉંચાઈ પર આવેલું છે. આ ગામ ખૂબ જ અનોખું છે.

જીકે ક્વિઝ: ભારતના કયા ગામમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે? સાંજના 4 વાગ્યે જ આથમી જાય છે સૂર્ય
GK Quiz
| Updated on: Nov 12, 2023 | 7:26 PM
Share

જનરલ નોલેજ ફક્ત પરીક્ષા માટે કે નોકરીના ઈન્ટરવ્યુ માટે જ ઉપયોગી નથી. જો તમારું જનરલ નોલેજ સારૂં હશે તો તમે લોકો સાથે કોઈપણ મુદ્દા પર વાત કરી શકશો અને તેમના પ્રશ્નોના તર્ક સાથે સાચા જવાબો આપી શકશો. તેથી આજે અમે તમારા માટે આવા જે કેટલાક GKના પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થી શકે છે.

પ્રશ્ન – મહાત્મા ગાંધીને સૌપ્રથમ કોણે રાષ્ટ્રપિતા કહ્યા હતા? જવાબ – નેતાજી સુભાષચંદ્ર બોઝ

પ્રશ્ન – આપણું રાષ્ટ્રીય પંચાંગ કયું છે? જવાબ – શક સંવત

પ્રશ્ન – રાષ્ટ્રગીત ગાવાનો સમયગાળો કેટલો છે? જવાબ – 52 સેકન્ડ

પ્રશ્ન – રેડિયોએક્ટિવિટીની શોધ કોણે કરી હતી? જવાબ – હેનરી બેકરેલ

પ્રશ્ન – પેસ મેકર શરીરના કયા ભાગ સાથે સંબંધિત છે? જવાબ – હૃદય

પ્રશ્ન – માનવ શરીરની કઈ ગ્રંથિને ‘મુખ્ય ગ્રંથિ’ કહેવામાં આવે છે? જવાબ – પિચ્યુરિટી ગ્રંથિ

પ્રશ્ન – કાર્બનનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે? જવાબ – હીરા

પ્રશ્ન – એક્સ-રેની શોધ કોણે કરી હતી? જવાબ – રોન્ટજેન

પ્રશ્ન – માનવીઓ દ્વારા સૌપ્રથમ કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? જવાબ – કોપર

પ્રશ્ન – ભારતના કયા ગામમાં સૌપ્રથમ સૂર્યોદય થાય છે ?

ભારતમાં સૌપ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશમાં થાય છે. જે તમામ લોકો જાણે છે, પરંતુ એવું કયું ગામ છે, જ્યાં સૂર્યના કિરણો સૌપ્રથમ પડે છે ? જેના વિશે તમે કદાચ નહીં જાણતા હોવ. જેના વિશે આજે અમે તમને જણાવીશું. અરુણાચલ પ્રદેશના ડોંગ વેલીમાં ડોંગ નામનું એક ગામ છે. આ ડોંગ ગામમાં જ સૌપ્રથમ સૂર્યોદય જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં સવારે 4 વાગ્યાની આસપાસ સૂર્યોદય થાય છે અને સાંજના લગભગ 4 વાગ્યે સૂર્યાસ્ત શરૂ થઈ જાય છે.

આ પણ વાંચો જીકે ક્વિઝ : ભારતનો એવો કયો જિલ્લો છે, જે એક સમયે રાજ્ય હતો

ભારતના આ ગામમાં સવારના 3 વાગ્યાથી સૂર્યના કિરણો પડવાનું શરૂ થાય છે અને દિવસ સવારે 4 વાગ્યે જ ઉગી જાય છે. એટલે કે 4 વાગ્યાથી જ લોકો વહેલી સવારથી તેમના રોજિંદા કામ કરવાનું શરૂ કરે છે, જ્યારે દેશના અન્ય ભાગોમાં આ સમયે લોકો ગાઢ ઊંઘમાં હોય છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">