GK Quiz : વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ? જાણો ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે
ગુજરાતની સ્થાપના વખતે 17 જિલ્લા હતા, ત્યાર બાદ સૌપ્રથમ 1964માં ગાંધીનગર જિલ્લો ઉમેરાયો હતો અને છેલ્લે 15 ઓગસ્ટ 2013ના રોજ 7 નવા જિલ્લાઓની રચના કરવામાં આવી હતી. 7 નવા જિલ્લા ઉમેરાતાં કુલ જિલ્લાની સંખ્યા 33 થઈ છે. જાણો ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે.

GK Quiz : ક્વિઝ (Quiz) એક એવું માધ્યમ છે જે શાળાઓ અને કોલેજોમાં એક રમતની જેમ રમાડવાનું શરૂ થયું છે. લોકો તેના વિચિત્ર પ્રશ્નોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ક્વિઝના પ્રશ્નો અને તેમના જવાબો ઇન્ટરનેટ પર મોટી માત્રામાં સર્ચ કરવામાં આવે છે. જો તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો અમે તમારા માટે કેટલાક પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : ભારતીય રેલવે કેટલા ઝોનમાં વહેંચાયેલું છે તેમજ કયા ટાપુઓમાં સક્રિય જ્વાળામુખી જોવા મળે છે
પ્રશ્ન – પાકિસ્તાનનું રાષ્ટ્રીય ફળ કયું છે ? જવાબ – કેરી
પ્રશ્ન – વિશ્વમાં કયા દેશમાં સૌથી ઓછી મહિલાઓ છે ? જવાબ – વેટિકન સિટીમાં
પ્રશ્ન – ડાંગરની ખેતી માટે કઈ જમીન શ્રેષ્ઠ છે ? જવાબ – લોમી જમીન
પ્રશ્ન – ભારતમાં સૌપ્રથમ સુગર મિલ ક્યાં સ્થપાઈ હતી ? જવાબ – બિહાર
પ્રશ્ન – ભારતમાં કયું અનાજ સૌથી વધુ વપરાય છે ? જવાબ – ચોખા
પ્રશ્ન – ભારતના કયા શહેરમાં સૌથી વધુ કોટન ટેક્સટાઇલ ઉદ્યોગ છે ? જવાબ – અમદાવાદમાં
પ્રશ્ન – હડપ્પાના સમયે કઈ રમત પ્રચલિત હતી ? જવાબ – ચેસ
પ્રશ્ન – તે કઈ ખાદ્ય વસ્તુ છે, જે ક્યારેય બગડતી નથી ? જવાબ – મધ
પ્રશ્ન – કયું ફળ ખાવાથી સોજો ઓછો થાય છે ? જવાબ – અનાનસ
પ્રશ્ન – તે કયો છોડ છે જે દવા અને ઝેર બંને છે ? જવાબ – રત્તી એક એવો છોડ છે જેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે અને તેના બીજમાં ઝેરી માત્રા પણ જોવા મળે છે. આ છોડને ગુંજા છોડ પણ કહેવામાં આવે છે.
પ્રશ્ન – પક્ષીઓનો મગર કોને કહેવાય છે ? જવાબ – પેલિકનને
પ્રશ્ન – વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ? જવાબ – કચ્છ
ગુજરાત રાજ્યમાં કુલ 33 જિલ્લાઓ આવેલા છે. જેમાં વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ સૌથી મોટો અને ડાંગ સૌથી નાનો જિલ્લો છે. તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે.
ગુજરાતની સ્થાપના વખતે 17 જિલ્લા હતા, ત્યાર બાદ સૌપ્રથમ 1964માં ગાંધીનગર જિલ્લો ઉમેરાયો હતો અને છેલ્લે 15 ઓગસ્ટ 2013ના રોજ 7 નવા જિલ્લાઓની રચના કરવામાં આવી હતી. 7 નવા જિલ્લા ઉમેરાતાં કુલ જિલ્લાની સંખ્યા 33 થઈ છે.