GK Quiz: વિશ્વના કયા દેશોમાં એક પણ એરપોર્ટ નથી, જાણો તેની વિશેષતા
વિશ્વમાં કેટલાક એવા દેશો છે જે અલગ-અલગ કારણોસર જાણીતા છે. ત્યારે દરેક દેશ ઈચ્છતો હોય છે કે તેમના દેશમાં એકાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ હોય જેથી તે દેશમાં અવરજવર કરતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે, પરંતુ આજે અમે તમને દુનિયાના એવા પાંચ દેશો વિશે જણાવીશું કે જ્યાં એક પણ એરપોર્ટ નથી.

GK Quiz : દુનિયામાં ઘણા એવા દેશ (Country) છે, જે પોતાની સુંદરતા અને મનમોહક જગ્યાઓ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે, પરંતુ વિશ્વમાં કેટલાક એવા દેશો છે જે અલગ-અલગ કારણોસર જાણીતા છે. ત્યારે દરેક દેશ ઈચ્છતો હોય છે કે તેમના દેશમાં એકાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ હોય જેથી તે દેશમાં અવરજવર કરતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે, પરંતુ આજે અમે તમને દુનિયાના એવા પાંચ દેશો વિશે જણાવીશું કે જ્યાં એક પણ એરપોર્ટ નથી.
આ પણ વાંચો GK Quiz : આ દેશમાં સમોસા ખાવા, બનાવવા અને વેચવા પર થઈ શકે છે સજા, જુઓ Video
એન્ડોરા
એન્ડોરા વિશ્વનો 16મો સૌથી નાનો દેશ છે. આ દેશની વસ્તી લગભગ 85,000 છે. આ દેશમાં એક પણ એરપોર્ટ નથી, પરંતુ તેમાં ત્રણ ખાનગી હેલિપેડ છે. એન્ડોરાથી સૌથી નજીકનું એરપોર્ટ સ્પેનમાં આવેલું છે, તે એન્ડોરાથી લગભગ 12 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. તેમ છતાં એન્ડોરામાં દર વર્ષે લાખો લોકો મુલાકાત લેવા આવે છે.
લિક્ટેનસ્ટેઇન
આ પણ યુરોપનો એક દેશ છે, જે ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝર્લેન્ડની વચ્ચે આવેલો છે. માત્ર 160 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ દેશમાં મોટાભાગના લોકો જર્મન ભાષા બોલે છે. લિક્ટેનસ્ટેઇનને પ્રાચીન દેશ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આ દેશ એટલા માટે પણ જાણીતો છે કારણ કે અહીં એક પણ એરપોર્ટ નથી, પરંતુ લિક્ટેનસ્ટેઇન હેલીપેડ છે. લિક્ટેનસ્ટેઇનથી સૌથી નજીકનું એરપોર્ટ સ્વિત્ઝર્લેન્ડનું ઝ્યુરિચ એરપોર્ટ છે.
મોનાકો
મોનાકોને વિશ્વનો બીજો સૌથી નાનો દેશ ગણવામાં આવે છે. તે પશ્ચિમ યુરોપનો એક નાનો દેશ છે. મોનાકો ફ્રાન્સ અને ઇટાલી વચ્ચે આવેલો છે. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાના કોઈપણ દેશ કરતા અહીં માથાદીઠ કરોડપતિઓની સંખ્યા વધુ છે, પરંતુ તેમ છતાં આ દેશમાં એક પણ એરપોર્ટ નથી તે પણ આશ્ચર્યજનક છે. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ ફ્રાન્સ છે.
સાન મેરિનો
આ પણ યુરોપમાં સ્થિત એક દેશ છે. સાન મેરિનોને વિશ્વના સૌથી નાના દેશોમાંનો એક ગણાય છે. હાલમાં આ દેશમાં કોઈ એરપોર્ટ નથી, પરંતુ એક હેલિપેડ અને એક નાનું એરફિલ્ડ છે. અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ ઇટાલીમાં છે.
વેટિકન સિટી
વેટિકન સિટી વિશ્વનો સૌથી નાનો દેશ છે. તે ખ્રિસ્તી ધર્મના મુખ્ય સંપ્રદાય રોમન કેથોલિક ચર્ચનું કેન્દ્ર છે અને આ સંપ્રદાયના સર્વોચ્ચ ધાર્મિક નેતા પોપનું નિવાસસ્થાન છે. વેટિકન સિટીમાં એક પણ એરપોર્ટ નથી. આ દેશ એટલો નાનો છે કે અહીં એરપોર્ટ બનાવે તેટલી જગ્યા પણ નથી. વેટિકન સિટીનું સૌથી નજીકનું એરપોર્ટ રોમમાં છે.