AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : ભારતમાં પ્રથમ સ્માર્ટ ફોન ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો ?

તમે બધા એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હશો. જો તમે આઈફોન યુઝર હોવ તો પણ તમે કોઈક સમયે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ તો કર્યો હશે અથવા તમારા ઘરમાં કોઈ એન્ડ્રોઈડ યુઝર તો હશે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન આઇફોન કરતા સસ્તા છે. તમે જાણો છો કે ભારતનો પ્રથમ એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોન કયો હતો? આજે અમે તમને ભારતના પ્રથમ સ્માર્ટફોન વિશે જણાવીશું.

GK Quiz : ભારતમાં પ્રથમ સ્માર્ટ ફોન ક્યારે લોન્ચ કરવામાં આવ્યો હતો ?
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2023 | 7:15 PM
Share

GK Quiz : આજના યુગમાં લોકો પોતાનું નોલેજ (Knowledge) વધારવા માટે વિવિધ પદ્ધતિઓ અપનાવી રહ્યા છે. આમાંથી ક્વિઝ સૌથી આધુનિક અને અસરકારક પદ્ધતિ છે. જનરલ નોલેજ જેવા વિષયોને સરળતાથી યાદ રાખવા માટે ક્વિઝ એ ખૂબ જ પ્રચલિત માધ્યમ છે. લોકો તેના વિચિત્ર પ્રશ્નોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમારા માટે કેટલાક પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો GK Quiz : રેલવેની પ્રથમ પ્લેટફોર્મ ટિકિટ તેમજ વિશ્વના સૌથી જૂના રેલવે સ્ટેશન વિશે જાણો

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જે ઠંડીમાં પણ પીગળી જાય છે? જવાબ – મીણબત્તી

પ્રશ્ન – કયા ગ્રહને પૃથ્વીની બહેન કહેવામાં આવે છે? જવાબ – શુક્રને

પ્રશ્ન – દિવસ અને રાત કેવી રીતે થાય છે? જવાબ – પૃથ્વી દર 24 કલાકમાં એકવાર ફરે છે, દિવસ અને રાત્રિની ઘટના પૃથ્વીના પરિભ્રમણને કારણે થાય છે

પ્રશ્ન – વિશ્વનું સૌથી સુંદર પ્રાણી કોને માનવામાં આવે છે? જવાબ – બેંગાલ ટાઈગર

પ્રશ્ન – એવું કયું પ્રાણી છે જે જીવનભર ઊભું રહે છે? જવાબ – જિરાફ

પ્રશ્ન – કયું પ્રાણી તેની ગરદન વાળી શકતું નથી? જવાબ – ડોલ્ફિન

પ્રશ્ન – ભારતમાં ક્યારે લોન્ચ થયો હતો પ્રથમ સ્માર્ટ ફોન ? જવાબ – વર્ષ 2009માં

તમે બધા એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હશો. જો તમે આઈફોન યુઝર હોવ તો પણ તમે કોઈક સમયે એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ તો કર્યો હશે અથવા તમારા ઘરમાં કોઈ એન્ડ્રોઈડ યુઝર તો હશે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન આઇફોન કરતા સસ્તા છે. તમે જાણો છો કે ભારતનો પ્રથમ એન્ડ્રોઇડ આધારિત સ્માર્ટફોન કયો હતો? આજે અમે તમને તેના વિશે જણાવીશું.

ભારતમાં 2009માં પ્રથમ સ્માર્ટ ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો. પ્રથમ Android સ્માર્ટફોન HTC Dream હતો. આ ફોનમાં એન્ડ્રોઇડનું પહેલું વર્ઝન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. જો કે, આ ફોન યુએસમાં 2008માં લોન્ચ થયો હતો, પરંતુ ભારતમાં તેને 2009માં રજૂ કરવામાં આવ્યો હતો અને જૂનથી વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">