AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદના કારણે કારને નુકશાન થાય કે પાણીમાં ડૂબી જાય તો ઈન્શ્યોરન્સ મળે ? જાણો શું છે નિયમ

કારમાં પાણી ઘુસે તો તેને મોટું નુકસાન થઈ શકે છે અને મેન્ટેનન્સમાં હજારો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. ત્યારે સવાલ એ થાય છે કે શું પૂર કે વરસાદથી થયેલા નુકસાનને વીમા કંપની કવર કરે છે કે નહીં. તેના વિશે આ લેખમાં જાણીશું.

વરસાદના કારણે કારને નુકશાન થાય કે પાણીમાં ડૂબી જાય તો ઈન્શ્યોરન્સ મળે ? જાણો શું છે નિયમ
Car Insurance
| Updated on: Jul 01, 2024 | 2:49 PM
Share

ચોમાસાની શરૂઆત સાથે જ દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેના કારણે ક્યાંક બેઝમેન્ટ પાર્કિંગમાં પણ પાણી ઘૂસી ગયા હતા અને વાહનો ડૂબ્યા હતા. કારમાં પાણી ઘુસે તો તેને મોટું નુકસાન થઈ શકે છે અને મેન્ટેનન્સમાં હજારો રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. ત્યારે સવાલ એ થાય છે કે શું પૂર કે વરસાદથી થયેલા નુકસાનને વીમા કંપની કવર કરે છે કે નહીં. તેના વિશે આ લેખમાં જાણીશું.

કારને નુકસાન

જો તમારી કારમાં પાણી ઘૂસી જાય તો નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના મતે, જો એન્જિનમાં પાણી ઘુસી જાય છે, તો એન્જિન ફેલ થવાની સંભાવના છે. ઇલેક્ટ્રિક પેનલ્સ અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને નુકસાન થઈ શકે છે. ઘણા ઈન્ટેરિયર ભાગોમાં કાટ લાગવાની સંભાવના છે. તો ગિયર બોક્સમાં પાણી પ્રવેશે છે, તો ગિયર બોક્સ ક્ષતિગ્રસ્ત અથવા ખરાબ થઈ શકે છે.

જો તમે કોમ્પ્રિહેન્સિવ ઈન્સ્યોરન્સ પોલિસી લીધી હોય, તો તમે પૂરને કારણે થયેલા નુકસાનનો દાવો કરી શકો છો. આ પોલિસી પૂર, આગ કે ચોરીને કારણે થયેલા તમામ નુકસાનને કવર કરે છે. કોમ્પ્રિહેન્સિવ પોલીસી પૂર અથવા પાણીથી થતા તમામ પ્રકારના નુકસાનને આવરી લે છે. જો કે, પ્લાસ્ટિક અને રબરના તમામ પાર્ટસ પર માત્ર 50 ટકા કવરેજ મળે છે.

કયા કિસ્સામાં દાવો રિજેક્ટ થઈ શકે ?

વીમા કંપનીઓ પૂર સંબંધિત તમામ નુકસાન માટે કવરેજ આપે છે, કેટલાક કિસ્સાઓમાં તેઓ દાવાઓને પણ નકારે છે. પૂર પછી કાર માલિકની બેદરકારીને કારણે થયેલા નુકસાનમાં દાવો નકારવામાં આવી શકે છે. જો તમારી કાર ભોંયરામાં પાર્ક કરેલી છે અને તે પાણીમાં ડૂબી જાય છે, અને તમે સીધી વીમા કંપનીને જાણ કરો છો, તો કંપની તમારી કારને ટો કરીને સર્વિસ સેન્ટર અથવા ગેરેજમાં લઈ જાય છે, તો ક્લેમમાં કોઈ સમસ્યા નથી. પરંતુ જો તમે ડૂબી ગયા પછી વાહન શરૂ કરવાનો પ્રયાસ કરશો, તો તમારું એન્જિન હાઇડ્રોસ્ટેટિક લોકમાં જશે. આ કિસ્સામાં વીમા કંપની એન્જિનની ફેલ થવાના નુકશાનને વીમામાં આવરી લેશે નહીં, કારણ કે તે તમારી બેદરકારીને કારણે થયેલું નુકસાન છે.

g clip-path="url(#clip0_868_265)">