Neanderthals Fossils Found : પૂર્વજો વિશે આપણે વર્ષોથી જણાવાનો પ્રયાસ કરીએ છે. વર્ષોથી તેના આ વિષય પર અનેક સંશોધન થઈ રહ્યા છે. હાલમાં આ બાબતમાં એક સફળતા મળી છે. 4 લાખ વર્ષ પહેલા માણસોના પૂર્વજ કેવા દેખાતા હતા, તેની એક તસ્વીર વૈજ્ઞાનિકોએ તૈયાર કરી છે. આ તસ્વીરમાં નિએન્ડરથલ માનવ પૂર્વજ દેખાય રહ્યા છે. તેમનું સ્વરુપ હાલના માણસો સાથે મળતુ આવે છે. નિએન્ડરથલ માનવ પર થયેલી આ રિસર્ચ પરથી જાણવા મળ્યુ છે કે, 4 લાખ વર્ષ પહેલા માણસો નાના-નાના સમૂહોમાં રહેતા હતા. જેમાં 10થી 20 સભ્યો રહેત હતા. સૌથી પહેલા તેમના હાડકા જર્મનીના નિએન્ડર ઘાટીમાં મળ્યા હતા, તેથી આ પૂર્વજોને નિએન્ડરથલ (Neanderthals) કહેવામાં આવે છે.
વર્ષોથી વૈજ્ઞાનિકો પાસે નિએન્ડરથલ માનવ સંબંધિત જાણકારીઓ ઓછી છે. તેથી છેલ્લા ઘણા દશકથી તેનાથી સંબંધિત જાણકારીઓ મેળવવા માટે આવી રિસર્ચ થઈ રહી છે. નેચલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર 1980ના દશકમાં રશિયાના ઓક્લાડનિકોવ ગુફાના ખોદકામ દરમિયાન અને વર્ષ 2007માં ચાગિરસ્કાયા ગુફામાં તેમના 80થી વધારે અવશેષ મળ્યા હતા. આ અવશેષોની મદદથી નિએન્ડરથલ માનવ સંબંધિત સારી એવી જાણકારી મેળવી શકાય એવી હતી. આ અવશેષોની મદદથી વધારે જાણકારી મેળવવામા મદદ કરી સ્વીડનના વૈજ્ઞાનિક સ્વાંતે પાબો એ. તેઓને આ વર્ષે નિએન્ડરથલના DNA પર શોધ અને પૂર્વજો સંબંધિત રહસ્યો ઉકેલવા માટે નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યુ છે.
ફોટોમાં દેખાતી ગુફા ચાગિરસ્કાયા ગુફા છે. આ ગુફામાંથી નિએન્ડરથલ માનવના અવશેષ મળ્યા હતા.
આ રિસર્ચ અનુસાર 54 હજાર વર્ષ પહેલા નિએન્ડરથલ સમુદાયના આ સમૂહ રશિયાના દક્ષિણી સાઈબેરિયામાં રહેતા હતા. આ વિસ્તારોમાં હાડાકા થીજવી દેતી ઠંડી પડતી. અહીંની ગુફાઓમાં નિએન્ડરથલના અવશેષો મળ્યા છે, જેના પરથી આ માહિતી જાણવા મળી. આ સમૂહના લોકો સાથે મળીને શિકાર કરતા હતા. પૂર્વજોની આ તસ્વીર જીનોમના આધાર પર તૈયાર કરવામાં આવી છે. તેનાથી પરથી જાણવા મળ્યુ છે કે આ સમૂહના લોકો પોતાના સગા-સંબંધીઓ સાથે રહેતા હતા. વૈજ્ઞાનિકોએ જણાવ્યુ છે કે રશિયાની 2 ગુફા ચાગિરસ્કાયા અને ઓક્લાડનિકોવમાંથી આ સમૂહના લોકોના 80 કરતા વધારે અવશેષ મળ્યા છે.
રશિયાની ગુફામાંથી મળેલા અવશેષોના DNAથી નિએન્ડરથલના જીનોમ સિક્વેંસિંગ કરવામાં આવી તેના પરથી આ તસ્વીર તૈયાર કરવામાં આવી છે. આ તસ્વીર આગળની રિસર્ચમાં ખુબ મદદરુપ સાબિત થઈ શકે છે.