AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Easter 2023: આવતીકાલે ઉજવાશે ઈસ્ટર, જાણો શા માટે આ દિવસે ભેટમાં આપવામાં આવે છે ઈંડા

ખ્રિસ્તી ધર્મમાં ઈસ્ટરનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ઇસ્ટર પર ઇસુ ખ્રિસ્ત પુન:જીવિત થયા હતા, જે ગુડ ફ્રાઇડેના ત્રીજા દિવસે ઉજવવામાં આવ્યો હતો. લોકો આ દિવસને ઈસ્ટર તરીકે ઉજવે છે.

Easter 2023: આવતીકાલે ઉજવાશે ઈસ્ટર, જાણો શા માટે આ દિવસે ભેટમાં આપવામાં આવે છે ઈંડા
Happy Easter
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2023 | 4:34 PM
Share

Easter 2023 : ખ્રિસ્તી ધર્મ સાથે જોડાયેલા લોકો માટે ઈસ્ટરનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગુડ ફ્રાઈડેના ત્રીજા દિવસે ઉજવવામાં આવતા આ તહેવારને ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઈસુને ગુડ ફ્રાઈડેના દિવસે ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા, બાદમાં ત્રીજા દિવસે તે ફરી જીવતા થયા હતા, તેથી લોકો આ દિવસને ઇસ્ટર તરીકે ઉજવે છે.

આ પણ વાંચો : Zoonotic Disease: બર્ડ ફ્લૂથી લઈને કોવિડ સુધી, શા માટે મનુષ્યોમાં પ્રાણીઓને કારણે થતી બીમારીઓ વધી રહી છે, જાણો 5 મુદ્દા જે તમારે જાણવા જરૂરી છે

આ વર્ષે ઇસ્ટર 09 એપ્રિલ 2023 ના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે, ઉજવણી તરીકે, લોકો ચર્ચમાં જાય છે અને વિશેષ પ્રાર્થના કરે છે. આ સિવાય લોકો પોતાની ખુશી વ્યક્ત કરવા માટે મીણબત્તીઓ પ્રગટાવે છે. આ ખાસ દિવસે લોકો એકબીજાને ઈંડા ભેટમાં આપે છે. આવો જાણીએ શું છે ઈસ્ટરનું મહત્વ અને શા માટે લોકો આ દિવસે ઈંડા ગિફ્ટ કરે છે.

ઇસ્ટરનું મહત્વ શું છે

ખ્રિસ્તી ધર્મમાં, એવું માનવામાં આવે છે કે ગુડ ફ્રાઈડેના દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર લટકાવવામાં આવ્યા હતા. જે બાદ લોકો તેને ગુડ ફ્રાઈડે તરીકે ઉજવવા લાગ્યા. પરંતુ, એવું માનવામાં આવે છે કે જીસસનો તેમના મૃત્યુના ત્રણ દિવસ પછી ફરી જીવીત થયા હતા અને તેઓ જીવિત થયા પછી 40 દિવસ સુધી તેમના શિષ્યો સાથે રહ્યા હતા અને આ દરમિયાન તેમણે તેમને જીવન સાથે જોડાયેલી અમૂલ્ય વસ્તુઓ કહી હતી. આ પછી તે ફરીથી સ્વર્ગમાં ગયા. આ કારણોસર ઈસ્ટર તહેવાર કુલ 40 દિવસ સુધી ઉજવવામાં આવે છે.

ઈસ્ટર પર ઈંડા શા માટે ભેટમાં આપવામાં આવે છે?

ઇસ્ટરના દિવસે, લોકો ભેટ તરીકે એકબીજાને ઇંડા આપે છે. તેઓ ઈંડા પર એક ખાસ પ્રકારની પેઇન્ટિંગ બનાવીને એકબીજાને ઈંડા આપે છે. એવું માનવામાં આવે છે કે ઇંડા નવા જીવનના આગમનની શરૂઆત કરે છે. ખ્રિસ્તી ધર્મમાં એવું માનવામાં આવે છે કે, જેમ ઇંડામાં નવું જીવન સર્જાય છે, તેમ તે લોકોને જીવનમાં નવી શરૂઆતનો સંદેશ આપે છે. આ કારણોસર, લોકો ઇંડાને ખાસ રીતે શણગારે છે અને એકબીજાને ભેટ આપે છે.

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">