ધરતીના કદનો એક ધગધગતો ગ્રહ મળ્યો, જેમાં છે લોખંડ જ લોખંડ, જાણો કેટલો અનોખો છે આ ગ્રહ
જો તમે નાસા દ્વારા બહાર પાડવામાં આવેલી આ તસવીરને જોશો, તો તમે જોશો કે તે સળગતી આગ જેવો દેખાય છે, પરંતુ વાસ્તવમાં તે એવું નથી. આ રંગ લાલ છે. વૈજ્ઞાનિકો કહે છે કે, તે અલ્ટ્રાશોર્ટ પીરિયડ ગ્રહ છે. તેનો મતલબ એવો ગ્રહ છે જે માત્ર 7.7 કલાકમાં તારા અથવા સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરે છે. જાણો તે કેટલું ખાસ છે.

વૈજ્ઞાનિકોએ એક એવા ગ્રહની શોધ કરી છે જ્યાં માત્ર લોખંડ જ લોખંડ છે. આ ગ્રહ ઘન લોખંડનો બનેલો છે. તેને સામાન્ય ભાષામાં તહાય નામ આપવામાં આવ્યું છે. આ નવા ગ્રહની શોધ ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (TESS)ની મદદથી કરવામાં આવી છે. ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, નવા ગ્રહ તહાયનું કદ લગભગ પૃથ્વી જેટલું છે, જેના કારણે વૈજ્ઞાનિકોએ ગ્લિઝ 367b(Gliese 367b)નામ આપ્યું છે.
જો તમે નાસા દ્વારા બહાર પાડવામાં આવેલી આ તસવીરને જોશો, તો તમે જોશો કે તે સળગતી આગ જેવો દેખાય છે, પરંતુ વાસ્તવમાં તે એવું નથી. આ રંગ લાલ છે. વૈજ્ઞાનિકો કહે છે કે, તે અલ્ટ્રાશોર્ટ પીરિયડ ગ્રહ છે. તેનો મતલબ એવો ગ્રહ છે જે માત્ર 7.7 કલાકમાં તારા અથવા સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરે છે. જાણો તે કેટલું ખાસ છે.
પૃથ્વીથી ગ્રહ કેટલો અલગ છે?
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, નવો ગ્રહ ઘણી રીતે અલગ છે. તે કદમાં લગભગ પૃથ્વી જેટલો છે પરંતુ પૃથ્વી કરતાં બમણી ઘનતા ધરાવતો ગ્રહ છે. તેનું કારણ તેની અંદર ભરેલું લોખંડ છે. રિપોર્ટ અનુસાર આ ગ્રહ સૌથી શુદ્ધ આયર્નથી ભરેલો છે. યુનિવર્સીટી ઓફ તુરીનના પીએચડી સ્ટુડન્ટ અને વૈજ્ઞાનિક એલિઝા ગોફો કહે છે કે ગ્લીઝ 367બીમાં અન્ય બે ગ્રહો પણ છે. આ બંને ગ્રહોની શોધ 2 વર્ષ પહેલા ટ્રાન્ઝિટીંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ દ્વારા કરવામાં આવી હતી.
ગ્રહ ખૂબ ગાઢ છે
રિપોર્ટ અનુસાર આ લોખંડી ગ્રહ ખૂબ જ ગાઢ છે. તેનું બહારનું પડ પૂરું થઈ ગયું છે, હવે મેન્ટલનો ભાગ બહારથી દેખાય છે. આ કારણે આ ગ્રહ કઠણ દેખાય છે. Gliese 367 b અત્યાર સુધી મળેલા તમામ ગ્રહોમાં સૌથી ધનત્વવાળો છે.

આટલું લોખંડ ક્યાંથી આવ્યું?
ગ્રહ પર આટલું લોખંડ ક્યાંથી આવ્યું? સંશોધકોએ તેમના સંશોધન પેપરમાં આનો જવાબ આપ્યો છે. તેમનું કહેવું છે કે નવો ગ્રહ Gliese 367 b એવી જગ્યાએ બન્યો હોવો જોઈએ જ્યાં આયર્નનું પ્રમાણ વધુ હશે. તેનો અર્થ એ કે તે લોખંડથી સમૃદ્ધ વિસ્તાર હતો. જો કે, ખગોળશાસ્ત્રીઓ હજુ સુધી એ સમજી શક્યા નથી કે આવો કોઈ આયર્ન-સમૃદ્ધ ક્ષેત્ર હાલમાં અસ્તિત્વમાં છે કે કેમ.
વૈજ્ઞાનિકોને લાગે છે કે નવા સંશોધનો ભવિષ્યમાં ઘણા પ્રશ્નોના જવાબ આપશે. જો કે, આ અંગે હજુ વધુ સંશોધન કરવાની જરૂર છે. પરંતુ નવા ગ્રહની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આને લગતી ઘણી નવી અને રસપ્રદ માહિતી હજુ આવવાની બાકી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આને લગતી નવી માહિતી ટૂંક સમયમાં સામે આવી શકે છે.