AC ને વારંવાર ચાલુ-બંધ કરવાથી બિલ વધારે આવે છે ? જાણો
લોકો ગરમીથી બચવા માટે પોતાના ઘરમાં AC લગાવે છે. ઘણીવાર ACનો ઉપયોગ કરતી વખતે લોકોના મનમાં આ સવાલ આવે છે કે, શું ACને વારંવાર ચાલુ-બંધ કરવાથી બિલ વધારે આવે છે ? ત્યારે આ લેખમાં હકીકત શું છે તેના વિશે જાણીશું.

ભારતમાં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ભારતના કેટલાક રાજ્યોમાં અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે. જેના કારણે લોકોની હાલત કફોડી બની છે. આકરો તાપ અને વધતા તાપમાને લોકોની હાલત દયનીય બનાવી દીધી છે. આવા હવામાનમાં લોકો ભાગ્યે જ ઘરની બહાર નીકળી રહ્યા છે. ગરમી એટલી વધી ગઈ છે કે લોકો માટે ઘરોમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.
આવી સ્થિતિમાં લોકો ગરમીથી બચવા માટે પોતાના ઘરમાં AC લગાવી રહ્યા છે. ઘણીવાર ACનો ઉપયોગ કરતી વખતે લોકોના મનમાં આ સવાલ આવે છે કે, શું ACને વારંવાર ચાલુ-બંધ કરવાથી બિલ વધારે આવે છે ? ત્યારે આ લેખમાં હકીકત શું છે તેના વિશે જાણીશું.
શું ACને વારંવાર ચાલુ-બંધ કરવું યાગ્ય છે ?
ગરમીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે ઘરમાં AC લગાવો. AC લોકોને તેમના ઘરમાં ગરમીથી ઘણી રાહત આપે છે. જો આપણે AC ની કિંમત વિશે વાત કરીએ, તો તે કુલર અને પંખાની તુલનામાં ખૂબ મોંઘા છે. પરંતુ ગરમી સામે રક્ષણ આપવા માટે જરૂરી પણ છે. ઉનાળાની ઋતુમાં ACનો ઉપયોગ કરતી વખતે લોકોના મનમાં આ પ્રશ્ન વારંવાર આવે છે. શું AC ચલાવતી વખતે તેને વારંવાર ચાલુ અને બંધ કરવું યોગ્ય છે ?
ACને વારંવાર ચાલુ-બંધ કરવાથી બિલ વધારે આવે છે એવું નથી. તેના બદલે તે બિલ ઘટાડે છે. જો તમે લાંબા સમય સુધી AC નો ઉપયોગ કરો છો. તેથી ACનું વધુ બિલ આવે છે. પરંતુ જો તમે લાંબા સમય સુધી એસી રૂમમાં રહો છો. જેથી લાંબો સમય AC ચલાવ્યા પછી પણ રૂમ ઠંડો રહે છે. ત્યારે જો તમે થોડા સમય માટે AC બંધ કરી શકો છો અને તેને ફરીથી ચાલુ કરી શકો છો. આ સાથે તમારી ACને પણ આરામ મળે છે. અને તમારું બિલ પણ ઓછું આવે છે.
ઘણીવાર લોકો આખી રાત એસી ચલાવતા રહે છે. જેની તેમને જરૂર હોતી નથી. પરંતુ જ્યારે વ્યક્તિ સૂઈ જાય તો તે એસી કેવી રીતે બંધ કરી શકે. એટલા માટે જો તમારે રાત્રે થોડા કલાકો માટે જ AC ચલાવવું હોય તો સૂતા પહેલા ACનું ટાઈમર સેટ કરી લો. તમારી જરૂરિયાત મુજબ તમે 2 કલાક અથવા 3 કલાક માટે ટાઈમર સેટ કરી શકો છો. તે પછી AC આપોઆપ બંધ થઈ જશે. તેનાથી તમારી વીજળીની પણ બચત થશે.
