AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો ડેમના દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે ? કેવી રીતે સર્જાય છે પૂરની સ્થિતિ ?

દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદના અહેવાલ છે. જેના કારણે અનેક જગ્યાએ ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. શું તમે જાણો છો કે ડેમના દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે ?

શું તમે જાણો છો ડેમના દરવાજા કેવી રીતે ખોલવામાં આવે છે ? કેવી રીતે સર્જાય છે પૂરની સ્થિતિ ?
Sardar Sarovar Narmada Dam ( File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 1:00 PM
Share

દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે ઘણી નાની મોટી નદીઓમાં પૂર (floods in rivers) આવ્યુ છે અને ડેમમાં પણ નવુ પાણી આવ્યુ છે. જેના કારણે ડેમ છલોછલ ભરાયા છે. ઘણી જગ્યાએ તો એવી હાલત છે કે ત્યાં ડેમના દરવાજા પણ ખોલવા પડે છે. કેટલીક જગ્યાએ તો બે-ચાર-પાંચ દરવાજા ખોલવા પડે છે તો કેટલાક બંધના તમામે તમામ દરવાજાઓ કેટલાક મીટર સુધી ખોલવાની ફરજ પડે છે. આ દરવાજાઓ દ્વારા ડેમનું પાણી ઓછુ કરવામાં આવે છે અને તેના કારણે ક્યારેક ગામડાઓમાં કે જે ડેમની નીચાણવાળા વિસ્તારોમાં આવેલા હોય ત્યાં પૂરની સ્થિતિ સર્જાય છે. ત્યારે આવો જાણીએ કે ડેમના દરવાજા (Dam gates) ખોલતી વખતે શું પ્રક્રિયા કરાતી હોય છે ?

કેવી રીતે ખોલવામાં આવે છે ડેમના દરવાજા?

ડેમના ગેટ ખોલવાની પ્રક્રિયા હોય છે, એવું નથી કે ક્યારેય પણ ગેટ ખોલી દેવામાં આવે. આ માટે પહેલા પરવાનગી લેવી પડે છે અને ઘણી વખત તે સ્થળના વહીવટી અધિકારીઓ પહેલા ડેમ સ્થળની મુલાકાત લે છે. જો પાણીનું પ્રમાણ વધુ હોય અને એવું લાગે કે આ પાણીથી જે તે શહેર કે ગામડાના લોકોને મુશ્કેલી પડી શકે છે અથવા પાણીના નિકાલમાં સમસ્યા સર્જાય છે, તો સૌ પ્રથમ નજીકના લોકોને તેની જાણ કરવામાં આવે છે. જો ડેમના હેઠવાસના વિસ્તારમાં કોઈ લોકો રહેતા હોય તો તેમને તે વિસ્તાર ખાલી કરવા કહેવામાં આવે છે.

આ પછી, પરિસ્થિતિ સંપૂર્ણ રીતે પુનઃપ્રાપ્ત થયા પછી અને મંજૂરી મેળવ્યા પછી ડેમના દરવાજા ખોલવાની કામગીરી કરવામાં આવે છે. આ પછી પણ, ગેટ ખોલતા પહેલા, દર મિનિટે મોટા અવાજમાં સાયરન વગાડવામાં આવે છે. જેથી જે કોઈ પાણીના માર્ગમાં હોય તે સલામત સ્થળે જાય અને કોઈ અનિચ્છનીય ઘટના ના બને. ડેમ પરની સાયરન ત્રણ-ચાર કિલોમીટર સુધી સંભળાય છે. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે, જ્યારે પણ દરવાજા ખોલવામાં આવે છે, ત્યારે એવુ નથી હોતુ કે કોઈ વ્યક્તિ, ડેમ ઉપર જઈને ઘર કે ઓફિસના દરવાજાની માફક ડેમના દરવાજા ખોલી નાખે.

હાઇડ્રોલિક દરવાજા

આ દરવાજા દુકાનના શટર જેવા હોય છે અને નીચેથી ઉપરની તરફ જાય છે. આ ગેટની ઉપર એક હાઇ પાવર મોટર હોય છે, જ્યારે પણ તેને ખોલવાના હોય ત્યારે કંટ્રોલ રૂમ દ્વારા તે મોટરોનો ઉપયોગ કરીને ગેટને ઊંચો કરવામાં આવે છે. આમાં, લોખંડના જાડા તાર દ્વારા ગેટને ઊંચો કરવામાં આવે છે. જોકે હવે ઘણા ડેમ પર હાઇડ્રોલિક ગેટ લગાવવામાં આવ્યા છે. આમાં, ડેમ પર રેલ્વે ટ્રેક જેવુ બનાવવામાં આવ્યુ હોય છે. તેના માટે પ્રક્રિયા થોડી અલગ હોય છે. આ તમામ ગેટની સિસ્ટમ પાવર પેક સાથે જોડાય છે, જ્યાંથી તે ઓપરેટ થાય છે.

હાઇડ્રોલિક દરવાજા ધરાવતા ડેમના જે સ્થળોએ હાઇડ્રોલિક સિલિન્ડર હોય છે, ત્યાં એક પ્રકારના દબાણ દ્વારા દરવાજાઓ ખોલ બંધ કરવામાં આવે છે. આ સાથે તમને જણાવી દઈએ કે એવું નથી કે ગેટ ખોલવાથી ગેટ સંપૂર્ણ રીતે ખુલી જાય છે. આ પણ દરવાજાની લંબાઈ પ્રમાણે ખોલવામાં આવે છે, જેમ કે ક્યારેક ગેટ એક ફૂટ અને ક્યારેક થોડા ઇંચ સુધી ખોલવામાં આવે છે. તે ડેમની અંદર ભરાયેલા પાણી અને ડેમની જળસંગ્રહની ક્ષમતાના આધારે નક્કી કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ઘણી વખત ગેટ ખોલતા પહેલા પૂજા પણ કરવામાં આવે છે.

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">