Narmada: સરદાર સરોવર ડેમની જળસપાટી 134.32 મીટરે પહોંચી, ડેમના 23 દરવાજા ખોલી 5 લાખ ક્યુસેક પાણી છોડાયુ

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળસપાટી 134.32 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં (Narmada Dam) ઉપરવાસમાંથી 5 લાખ 93 હજાર ક્યુસેક પાણીની આવક પાણીની આવક થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2022 | 10:11 AM

ગુજરાત (Gujarat) અને મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના (Rain)પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળસપાટીમાં વધારો થયો છે. મધ્યપ્રદેશના ભોપાલ, જબલપુર, ગુના, શિવપુરી, સાગર જિલ્લામાં ભારે વરસાદથી નર્મદા ડેમનું જળસ્તર હજી વધવાની આશંકા છે.બીજી તરફ નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને 3.50 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેના પગલે હાલમાં બે કાંઠે વહેતી નર્મદા વધુ છલકાશે. તેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના કરજણ,ડભોઇ અને શિનોર તાલુકાઓના નર્મદા કાંઠાના ગામોમાં અત્યધિક સાવચેતી અને સતર્કતા રાખવા તંત્રને સુચના આપવાની સાથે લોકોને નદીમાં નાહવા,કાંઠે જવા,કાંઠે ઢોર લઈ જવા જેવી પ્રવૃત્તિઓ ટાળવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી 134.32 મીટરે પહોંચી છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 5 લાખ 93 હજાર ક્યુસેક પાણીની આવક પાણીની આવક થઈ રહી છે. ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા જળસપાટીમાં વધારો થયો છે. ઈન્દિરા સાગર ડેમના 12 ગેટ ખોલીને 4.8 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. જેના પગલે નર્મદા ડેમમાં 32 કલાક પછી પાણીની મોટી માત્રામાં આવક થશે. તો બીજી તરફ મધ્યપ્રદેશના તવા ડેમના 13 ગેટ 16 ફૂટ સુધી ખોલીને 3 લાખ 4 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તવા ડેમનું પાણી આગામી 45 કલાકમાં નર્મદા ડેમ ખાતે પહોંચશે. મધ્યપ્રદેશના ભોપાલ, જબલપુર, ગુના, શિવપુરી, સાગર જિલ્લામાં ભારે વરસાદથી નર્મદા ડેમનું જળસ્તર હજી વધવાની આશંકા છે.

તો બીજી તરફ નર્મદા ડેમના 23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. રીવરબેડ પાવરહાઉસના 6 ટર્બાઈન મારફતે 44,462 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. નર્મદા ડેમના વધુ દરવાજા તંત્ર સાવચેતીના ભાગરૂપે ખોલે તેવી શક્યતા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">