AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શા માટે દરરોજ નાહવું સ્વાસ્થ્ય માટે નથી સારું, વિજ્ઞાન કહે છે નુકસાનકારક

ઘણા ભારતીયો દરરોજ સ્નાન કરે છે કારણ કે તેઓ માને છે કે દૈનિક પૂજા માટે સ્નાન કરવું જરૂરી છે. પરંતુ વિજ્ઞાન કંઈક બીજું કહે છે. વિજ્ઞાન માને છે કે જો તમે દરરોજ સ્નાન કરો છો, તો તમે તમારી જાતને નુકસાન કરી રહ્યા છો અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી કરી રહ્યા છો.

શા માટે દરરોજ નાહવું સ્વાસ્થ્ય માટે નથી સારું, વિજ્ઞાન કહે છે નુકસાનકારક
Daily Bath is not goodImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 9:58 PM
Share

સામાન્ય રીતે ભારતના લોકોની ગણતરી વિશ્વમાં સૌથી વધુ સ્નાન કરનારા  લોકો માં થાય છે. ધાર્મિક માન્યતાઓને કારણે, સરેરાશ ભારતીય લગભગ દરરોજ સ્નાન કરે છે. કારણ કે તેમને લાગે છે કે આમ કરવાથી તેમનું શરીર અને મન ન માત્ર તાજગી પ્રાપ્ત થાય છે, પરંતુ આમ કરવાથી તેઓ તેમના શરીરને શુદ્ધ કરે છે. દરેક ભારતીયો દરરોજ સ્નાન કરે છે કારણ કે તેઓ માને છે કે દૈનિક પૂજા માટે સ્નાન કરવું જરૂરી છે. પરંતુ વિજ્ઞાન કંઈક બીજું કહે છે. વિજ્ઞાન માને છે કે જો તમે દરરોજ સ્નાન કરો છો, તો તમે તમારી જાતને નુકસાન કરી રહ્યા છો અને તમારી રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી કરી રહ્યા છો.

દુનિયાભરના સ્કિન સ્પેશિયાલિસ્ટ્સ માને છે કે જો તમે ઠંડીમાં રોજ નહાતા નથી, તો તમે સારું કરી રહ્યા છો. વધુ પડતું નહાવાથી આપણી ત્વચાને નુકસાન થાય છે. જો કે, ઉનાળામાં દરરોજ સ્નાન કરવું દરેકને ગમે છે, પરંતુ શિયાળામાં સ્નાન કરવું કોઈ પડકારથી ઓછું નથી. ઘણા અભ્યાસોમાં તે સાબિત થયું છે કે ત્વચામાં પોતાને સાફ કરવાની વધુ સારી ક્ષમતા હોય છે. જો તમે જીમમાં નથી જતા અથવા રોજ પરસેવો નથી પાડતા, ધૂળ અને માટીમાં રહેતા નથી, તો તમારા માટે દરરોજ સ્નાન કરવું જરૂરી નથી.

ગરમ પાણીથી નહાવાથી પણ નુકસાન થાય છે

જો તમે શિયાળામાં લાંબા સમય સુધી ગરમ પાણીથી સ્નાન કરો છો, તો તે ફાયદા કરતાં વધુ નુકસાન પહોંચાડે છે. તેનાથી ત્વચા શુષ્ક થઈ શકે છે. તેનાથી શરીરનું નેચરલ ઓઈલ નીકળી જાય છે. શરીરનું આ નેચરલ ઓઈલ આપણા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે પણ કામ કરે છે. વિજ્ઞાન અનુસાર, આ ઓઈલ તમને મોઇશ્ચરાઇઝ્ડ અને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી (વોશિંગ્ટન ડીસી, યુએસ) ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સી. બ્રાન્ડોન મિશેલ કહે છે કે સ્નાન કરવાથી ત્વચાનું નેચરલ ઓઈલ દૂર થાય છે, જે સારા બેક્ટેરિયા પણ દૂર કરે છે. આ બેક્ટેરિયા રોગપ્રતિકારક શક્તિને પણ સપોર્ટ કરે છે. એટલા માટે શિયાળામાં આપણે અઠવાડિયામાં માત્ર બે કે ત્રણ દિવસ જ સ્નાન કરવું જોઈએ.

અમેરિકન યુનિવર્સિટી ધ યુનિવર્સિટી ઓફ ઉટાહના જિનેટિક્સ સાયન્સ સેન્ટરના અભ્યાસ અનુસાર, “વધુ પડતું સ્નાન આપણા માનવ શરીરની સંરક્ષણ પ્રણાલીને નુકસાન પહોંચાડે છે. જંતુઓ અને વાયરસ સામે લડવાની ક્ષમતા નબળી પડી જાય છે. ખોરાકને પચાવવાની અને તેમાંથી વિટામીન અને અન્ય પોષક તત્વોને અલગ કરવાની ક્ષમતા પર પણ અસર થાય છે.

નખને પણ નુકસાન થાય છે

રોજ ગરમ પાણીથી નહાવાથી પણ તમારા નખને નુકસાન થાય છે. સ્નાન કરતી વખતે, તમારા નખ પાણીને શોષી લે છે. પછી તેઓ નરમ બને છે અને તૂટી જાય છે. જેનાથી નેચરલ ઓઈલને નીકળી જાય છે, જેના કારણે તે શુષ્ક અને નબળા પડી જાય છે.

કોલંબિયા યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાત ડૉ. એલિન લાર્સને એક અભ્યાસ કર્યો હતો, “રોજ નાહવાથી ત્વચા શુષ્ક અને નબળી બને છે. આ કારણે ચેપનું જોખમ ખૂબ જ ઝડપથી વધી જાય છે. એટલા માટે દરરોજ સ્નાન ન કરવું જોઈએ.

નાહવાના ઘણા પાસાઓ અસર કરે છે

સ્નાન કરવાની આદત વ્યક્તિના મૂડ, તાપમાન, આબોહવા, લિંગ અને સામાજિક દબાણ પર વધુ આધાર રાખે છે. ભારતમાં ધાર્મિક કારણો ઉપરાંત એક મોટું કારણ પાણીની ઉપલબ્ધતા પણ છે. પરંતુ એ પણ સાચું છે કે ભારતમાં ઘણી વખત નહાવાનું કારણ માત્ર સામાજિક દબાણ હોય છે.

નાહવામાં ભારત સૌથી આગળ

તાજેતરના એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ભારત, જાપાન અને ઈન્ડોનેશિયાના લોકો નહાવાના મામલે વિશ્વના ટોચના દેશો કરતાં ઘણા આગળ છે. અમેરિકા અને પશ્ચિમી દેશોના ઘણા સંશોધનોમાં એ વાત સાબિત થઈ છે કે રોજ નહાવાથી માત્ર પાણીનો બગાડ જ નથી, પરંતુ તે શારીરિક અને માનસિક રીતે પણ નુકસાનકારક છે.

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">