Current Affairs 17 June 2023: મધ્યપ્રદેશ રાજ્યનો ક્યો જીલ્લો દેશનો બીજો ‘હર ઘર જલ જિલ્લો’ બન્યો છે?
Current Affairs 17 June 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.

Current Affairs 17 June 2023
AHMEDABAD : અહીં મુખ્ય પરીક્ષાઓની તૈયારી માટે 17 જુન 2023ના રોજ ગુજરાતીમાં કરન્ટ અફેર્સ (Current Affairs) વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. જેના દ્વારા તમે તમારી પરીક્ષાની તૈયારી માટે દૈનિક કરન્ટ અફેર્સ વિશે જાણી શકો છો. કરન્ટ અફેર્સના જ્ઞાન સાથે આપણે આપણા સમાજની જ નહીં, પરંતુ દેશ અને વિશ્વમાં થતી તમામ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીએ છીએ. આ સાથે ભારતની તમામ મુખ્ય પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નો ચોક્કસપણે પૂછવામાં આવે છે.
આ પણ વાંચો : Current Affairs 16 June 2023 : તાજેતરમાં 14મી જૂનના રોજ ક્યા દિવસની ઉજવણી કરવામાં આવી છે?
- તાજેતરમાં ભારત 2025માં વહીવટી સુધારા પર ‘IIAS સંમેલન’નું આયોજન કરશે.
- તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્યને ‘નેશનલ વોટર એવોર્ડ 2022’ નો શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
- હાલમાં જ ફ્રાંસ દેશમાં ‘એનેસી ઈન્ટરનેશનલ એનિમેશન ફેસ્ટિવલ 2023’નું આયોજન કરવામાં આવ્યું છે.
- તાજેતરમાં 15મી જૂને ‘વિશ્વ પવન દિવસ’ ઉજવવામાં આવ્યો છે.
- તાજેતરમાં તમિલનાડુના ‘મહાબલીપુરમ’ શહેરમાં મહિલા 20 શિકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
- તાજેતરમાં હ્યુન્ડાઈ મોટર્સે ક્રિકેટર ‘હાર્દિક પંડ્યા’ને એક્સેટરના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે.
- તાજેતરમાં, મધ્યપ્રદેશ રાજ્યનો ‘નિવારી જિલ્લો’ દેશનો બીજો ‘હર ઘર જલ જિલ્લો’ બન્યો છે.
- તાજેતરમાં, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ‘વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ’નું અનાવરણ કર્યું છે.
- તાજેતરમાં જ તેલંગાણા રાજ્યને તેની સુંદર ઈમારતો અને બાંધકામો માટે ‘ઈન્ટરનેશનલ ગ્રીન એપલ એવોર્ડ’ માટે પસંદ કરવામાં આવ્યું છે.
- તાજેતરમાં ‘ભારત’ દેશ પ્રથમ વખત ફ્રાન્સમાં AIAFમાં ભાગ લઈ રહ્યો છે.
- તાજેતરમાં, (RBI) ગવર્નર શક્તિકાંત દાસને ‘ગવર્નર ઑફ ધ યર 2023’ એવોર્ડ આપવામાં આવ્યો છે.
- તાજેતરમાં, વિશ્વ બેંકે બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી દક્ષિણ એશિયામાં તેનો પ્રથમ માર્ગ સલામતી પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
- હાલમાં જ ગુરપ્રીત સિંહે 25 મીટર સ્ટાન્ડર્ડ પિસ્તોલ ઈવેન્ટમાં ‘ગોલ્ડ મેડલ’ જીત્યો છે.
- તાજેતરમાં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ‘અરુણપોલ એપ’ લોન્ચ કરી છે.
- તાજેતરમાં જ ઈન્ડિયન ઓઈલ કોર્પ એ હરિયાણા રાજ્યમાં ઉડ્ડયન ઈંધણ પ્લાન્ટ સ્થાપવા માટે ‘LanzaJet’ સાથે ભાગીદારી કરી છે.
- હાલમાં જ રક્ષા મંત્રાલયે અમેરિકી દેશ સાથે ‘પ્રીડેટર ડ્રોન’ ડીલને મંજૂરી આપી છે.
- તાજેતરમાં અરુણાચલ પ્રદેશ રાજ્યમાં ‘વિહુ કુહ’ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે.
- તાજેતરમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR) એ ‘વિજ્ઞાન વિદુષી’ કાર્યક્રમ શરૂ કર્યો છે.
- તાજેતરમાં નવી દિલ્હીમાં ‘ઇન્ડિયા સર્ક્યુલર ઇકોનોમી ફોરમ’ની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે.
- હાલમાં જ પુણેમાં ‘G20 ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રૂપ’ની બેઠક યોજાઈ છે.