AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કામની વાત : શું એક ફોટાથી તમારું લોકેશન જાણી શકાય ? સત્ય જાણો

ફોટોમાં હિડન ડિજિટલ જાણકારી સિવાય ફોટોમાં જોવા મળતી વસ્તુથી સ્થળનો અંદાજો લગાવી શકાય છે. રસ્તા પર સાઈન બોર્ડથી લઈ દુકાનનું નામ અને ખાસ એપાર્ટમેન્ટ સુધી લોકેશનથી ઓળખવામાં મદદ કરી શકે છે.

કામની વાત : શું એક ફોટાથી તમારું લોકેશન જાણી શકાય ? સત્ય જાણો
| Updated on: Aug 31, 2026 | 11:54 AM
Share

શું તમારા ફોનમાંથી ક્લિક કરેલો એક સામાન્ય ફોટો તમારું લોકેશન જણાવી શકે, કેટલાક કેસમાં આવું શક્ય છે. સ્માર્ટફોનથી ક્લિક કરેલા ફોટોમાં એક્સઆઈએફ મેટાડેટા તરીકે ફોટો ક્લિકનો સમય, ડિવાઈસની જાણકારી અને જીપીએસ લોકેશન જેવી ડિજિટલ સેવ થઈ શકે છે. જો કેમેરા એપનું લોકેશનની પરવાનગી મળી છે અને ફોટોમાં જીપીએસ ડેટા સેવ છે. તો રિયલ ફોટોથી લોકેશન સાથે જોડાયેલી જાણકારી જોઈ શકાય છે. દરેક ફોટોથી ચોક્કસ લોકેશન મળવું જરુરી નથી.

ફોટોમાં છુપાયેલું હોય છે લોકેશન

સ્માર્ટફોનથી ક્લિક કરેલા ફોટમાં એક્સઆઈએફ મેટાડેટા સેવ થઈ શકે છે. જેમાં ફોટો ક્લિક કરવાનો સમય અને ફોનની જાણકારીની સાથે જીપીએસ લોકેશન પણ સામેલ થઈ શકે છે. જો કેમેરા એપનું લોકેશનની પરવાનગી મળે અને ફોટોની સાથે જીપીએસ ડેટા સેવ થયું. તો સાચો ફોટો મેળવનાર વ્યક્તિ તેના સ્થાનની માહિતી જોઈ શકે. કેટલીક એપ્લિકેશનો અને ઓનલાઈન ટૂલ્સ પણ આ મેટાડેટા વાંચી શકે છે અને ફોટા સાથે સંકળાયેલ લોકેશન પણ દેખાડી શકે છે.

સોશિયલ મીડિયા પર બદલી શકે છે ડેટા

ફોટો શેર કર્યા પછી તેનું લોકેશન હંમેશા રહે છે. એ જરુરી નથી કે, વોટસ્એપ અથવા કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો શેર કરતી વખતે તેના મેટાડેટા દુર કરી શકાય અથવા બદલી શકાય. આ કિસ્સામાં, શેર કરેલા ફોટામાં GPS વિગતો હોવી જરૂરી નથી. જોકે, જો કોઈની પાસે મૂળ ફોટો હોય અને તેમાં GPS ડેટા સેવ હોય, તો મેટાડેટા દ્વારા સ્થાનની માહિતી જાહેર થઈ શકે છે.

જીપીએસ વગર પણ અંદાજો લગાવી શકાય

ફોટોમાં જીપીએસ લોકેશન સેવ ન થવા પર પણ ફોટોમાં જોવા મળતી વસ્તુથી સ્થળનું અનુમાન લગાવી શકાય છે. રસ્તાના સાઈન બોર્ડ, દુકાનના નામ, ગાડીઓની નંબર પ્લેટ અથવા કોઈ ખાસ એપાર્ટમેન્ટ, દુકાન જેવી વસ્તુઓથી લોકેશન ઓળખવામાં મદદ કરી શકે છે. હવે કોઈ એઆઈ આધારિત ફોટો એનાલિસિસ ટુલ પણ ફોટોમાં રહેલા સંકેતોને ઓળખી સંભવિત સ્થળનું અનુમાન લગાવી શકે છે. ટુંકમાં ફોટોની ડિજિટલ જાણકારીની સાથે તેમાં જોવા મળતી વસ્તુઓથી લોકેશનનો અંદાજો લગાવી શકાય છે.

બચવાનો ઉપાય શું છે

ફોટોના લોકેશન લીક થતા બચવા માટે સૌથી પહેલા કેમેરા એપનું લોકેશન પરમિશન ચેક કરો અને જરુર ન હોય તો આને બંધ રાખો. ફોટો શેર કરતા પહેલા તેનું એક્સઆઈએફ મેટાડેટા દુર કરવું પણ મદદગાર થઈ શકે છે. ખાસ કરીને આવા ફોટોને શેર કરતા બચો. જેમાં ઘરનું લોકેશન, રસ્તાનો સાઈન બોર્ડ,નંબર પ્લેટ અથવા કોઈ ખાસ સ્થળની ઓળખ સ્પષ્ટ જોવા મળી રહી હોય. સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ પર ફોટો શેર કરતા પહેલા એ પણ ધ્યાન રાખો કે પ્લેટોર્મ મેટાડેટા દુર કરે છે કે નહી.

Breaking News : યાત્રી ગણ કૃપ્યા ધ્યાન દે… રેલવે સ્ટેશન અથવા ટ્રેનની આ ભૂલ પણ તમને જેલ મોકલશે, જાણી લો અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">