બિલ્ડરે મોડું પોઝેશન આપ્યું અથવા બાંધકામ હલકી ગુણવત્તાનું નીકળ્યું? RERA માં ફરિયાદ કેવી રીતે નોંધાવવી અને વળતર કેવી રીતે મેળવવું?
ભારતભરમાં મોટાભાગના ઘર ખરીદનારાઓને ઘણીવાર પઝેશન મોડું મળશે અથવા તો નબળી કન્સ્ટ્રકશન ક્વોલિટીનો સામનો કરવો પડે છે. આ મુદ્દાને ઉકેલવા માટે સરકારે વર્ષ 2016 માં રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ એટલે કે RERA લાગુ કર્યો.

ભારતભરમાં મોટાભાગના ઘર ખરીદનારાઓને ઘણીવાર પઝેશન મોડું મળશે અથવા તો નબળી કન્સ્ટ્રકશન ક્વોલિટીનો સામનો કરવો પડે છે. આ મુદ્દાને ઉકેલવા માટે સરકારે વર્ષ 2016 માં રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ એટલે કે RERA લાગુ કર્યો. આનો હેતુ ખરીદદારોના હિતોનું રક્ષણ કરવાનો અને બિલ્ડરો સામે ફરિયાદ કરવા માટે એક સુવ્યવસ્થિત સિસ્ટમ પ્રદાન કરવાનો છે.
RERA હેઠળ દરેક રહેણાંક અને કોમર્શિયલ પ્રોજેક્ટ, જેનું ક્ષેત્રફળ નક્કી કરેલી મર્યાદાથી વધારે હોય, તેને પોતાના રાજ્યની RERA ઓથોરિટી પાસે રજિસ્ટર કરાવવું ફરજિયાત છે. આનાથી પ્રોજેક્ટની ટાઇમલાઈન, અપ્રૂવલ, બિલ્ડરની જવાબદારી સહિતની તમામ વિગતો સંપૂર્ણ રીતે ઉપલબ્ધ રહે છે.
આ કાયદા દ્વારા, ખરીદદારો નીચેના મુદ્દાઓ માટે રાહત માંગી શકે છે:
- નક્કી થયેલ તારીખથી વધુ વિલંબ થવો
- બાંધકામમાં કોઈ ખામી હોવી
- પ્રોજેક્ટ સાથે જોડાયેલી મંજૂરી અથવા જવાબદારી છુપાવવી
ફરિયાદ કેવી રીતે નોંધાવવી?
RERA માં ફરિયાદ દાખલ કરવી ખૂબ જ સરળ છે. આ પગલાં અનુસરો:
- તમારા રાજ્યનું RERA પોર્ટલ શોધો: તમારી મિલકત જ્યાં સ્થિત છે, તે રાજ્યની સત્તાવાર RERA વેબસાઇટની મુલાકાત લો (દા.ત. ગુજરાત માટે gujrera.gujarat.gov.in, મહારાષ્ટ્ર માટે maharera.maharashtra.gov.in).
- રજિસ્ટર/સાઇન અપ: “Register” અથવા “File Complaint” પર ક્લિક કરીને Complainant તરીકે સાઇન અપ કરો. તમારું નામ, ઇમેઇલ સરનામું અને મોબાઇલ નંબર યોગ્ય રીતે દાખલ કરો.
- લોગ ઇન કરો: તમારા નવા યુઝરનેમ અને પાસવર્ડથી લોગ ઇન કરો.
- તમારી પ્રોફાઇલ પૂર્ણ કરો: પ્રોફાઇલ વિભાગમાં તમારી બધી વ્યક્તિગત વિગતો ભરો.
- ફરિયાદ દાખલ કરો: Complaint સેક્શનમાં જાઓ અને નક્કી કરો કે, તમારો પ્રોજેક્ટ નોંધાયેલ છે કે નહીં?
- બધી વિગતો ભરો: પ્રોજેક્ટનું નામ, RERA નંબર, તમારો યુનિટ નંબર, વિસ્તાર, બિલ્ડરની વિગતો, અત્યાર સુધી ચૂકવવામાં આવેલી રકમ, બુકિંગ/કરારની તારીખ અને તમારી સમસ્યા તેમજ રાહત (રિફંડ, પઝેશન, વગેરે).
- દસ્તાવેજો અપલોડ કરો: ID પ્રૂફ, સેલ એગ્રીમેંટ, પેમેન્ટ રસીદો અને બિલ્ડર સાથેના બધા પત્રવ્યવહાર PDF ફોર્મેટમાં અપલોડ કરો.
- ફી ચૂકવો: UPI, નેટ બેંકિંગ વગેરે દ્વારા ₹1,000 (ઓથોરિટી માટે) + ₹5,000 (For Adjudicating Officer) ઓનલાઇન ચૂકવો.
- સબમિટ કરો: બધું તપાસો અને છેલ્લે ફોર્મ સબમિટ કરો.
- ટ્રેક: રેફરન્સ નંબર નોંધી લો અને તેનો ઉપયોગ કરીને પોર્ટલ પર તમારી ફરિયાદની સ્થિતિ તપાસતા રહો.
નિર્ણય લેવામાં કેટલો સમય લાગે છે?
RERA હેઠળ, ફરિયાદનો ઉકેલ થોડા મહિનામાં આવવો જોઈએ પરંતુ તે કેસ પર આધાર રાખે છે.
ખરીદદારો શું મેળવી શકે છે?
વિલંબ વળતર + વ્યાજ સહિત બાંધકામની ખામીઓને સુધારવું
જો તમને કોઈ બિલ્ડર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા હોય, તો રાહ જોયા વિના તમારા રાજ્યના RERA પોર્ટલ પર ફરિયાદ દાખલ કરો. આ તમારો અધિકાર છે અને કાયદો સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે.
