આ સરકારી યોજના સારા વ્યાજ સાથે ટેક્સમાં બચતનો લાભ આપે છે, જાણો યોજનાની સંપૂર્ણ વિગત

|

Feb 12, 2022 | 8:24 AM

જો તમે આગામી દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ(Saving Schemes) માં કરી શકો છો.

આ સરકારી યોજના સારા વ્યાજ સાથે ટેક્સમાં બચતનો લાભ આપે છે, જાણો યોજનાની સંપૂર્ણ વિગત

Follow us on

જો તમે આગામી દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ્સ(Saving Schemes) માં કરી શકો છો. આ યોજનાઓમાં તમને સારું વળતર મળે છે. આ ઉપરાંત તેમાં રોકાયેલા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો બેંક ડિફોલ્ટ થાય તો તમને માત્ર રૂ. 5 લાખ મળે છે પરંતુ પોસ્ટ ઓફિસ(Post Office)માં આવું થશે નહીં. આ સિવાય તમે પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ્સમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકો છો. પોસ્ટ ઓફિસ નાની બચત યોજનાઓમાં નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)નો પણ સમાવેશ થાય છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.

કેટલું વ્યાજ મળે છે ?

પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ સ્કીમ હાલમાં 6.8 ટકા વ્યાજ દર આપે છે. વ્યાજ વાર્ષિક ધોરણે ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે પરંતુ પરિપક્વતા પર ચૂકવવામાં આવે છે. તેમાં રૂ.1000નું રોકાણ કરવા પર પાંચ વર્ષના સમયગાળા પછી રકમ વધીને રૂ.1389.49 થાય છે.

કેટલું રોકાણ કરવું પોડસે?
આ નાની બચત યોજનામાં ઓછામાં ઓછા રૂ.1000નું રોકાણ કરી શકાય છે. વ્યક્તિએ રૂ.100 ના ગુણાંકમાં રોકાણ કરવું પડશે. કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ખાતું કોણ ખોલાવી શકે?

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ત્રણ પુખ્ત વ્યક્તિઓ એકસાથે જોઈએન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ ઉપરાંત આ યોજનામાં, માતાપિતા માનસિક રીતે વિકલાંગ વ્યક્તિ અથવા સગીર વતી ખાતું પણ ખોલી શકે છે. આ યોજના હેઠળ 10 વર્ષથી વધુ ઉંમરના સગીર પણ પોતાના નામે ખાતું ખોલાવી શકે છે.

મેચ્યોરિટી

આ નાની બચત યોજનામાં રોકાણ કરાયેલી રકમ થાપણની તારીખથી પાંચ વર્ષ પૂર્ણ થવા પર મેચ્યોર થાય છે.

યોજનાની અન્ય વિશેષતાઓ

  • આ યોજના હેઠળ ગમે તેટલા ખાતા ખોલાવી શકાય છે.
  • આ યોજના હેઠળ રોકાણ કરાયેલી રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કપાત માટે દાવો કરી શકાય છે.
  • નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં કેટલાક કિસ્સાઓમાં 5 વર્ષની FD પહેલા ખાતું બંધ થઈ શકે છે.
  • એક ખાતાધારકના મૃત્યુના કિસ્સામાં અથવા જોઈન્ટ એકાઉન્ટના તમામ ખાતાધારકોના મૃત્યુના કિસ્સામાં ખાતું બંધ કરી શકાય છે.
  • આ ઉપરાંત કોર્ટના આદેશ પર એકાઉન્ટ બંધ કરી શકાય છે.

આ પણ વાંચો : ICICI Bank Credit Card Charges: બેન્કે ક્રેડિટ કાર્ડ ચાર્જિસમાં કર્યો વધારો, મોડી ચૂકવણી પર પણ લાગી શકે છે પેનલ્ટી

 

આ પણ વાંચો : Electra EV એ ડેવલોપ કરેલી TATA NANO ઇલેક્ટ્રિક કારમાં રતન ટાટા સવાર થયા

Next Article