RBIના આ નિર્ણયથી Fixed Depositના રોકાણકારોને મોટી રાહત મળશે , જાણો વિગતવાર

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. આજે RBIએ સતત છઠ્ઠી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી.

  • Ankit Modi
  • Published On - 17:21 PM, 7 Apr 2021
RBIના આ નિર્ણયથી Fixed Depositના રોકાણકારોને મોટી રાહત મળશે , જાણો વિગતવાર
Reserve Bank Of India

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠકમાં રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે. આજે RBIએ સતત છઠ્ઠી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. જાણકારો કહે છે કે RBIએ અપેક્ષા મુજબ નિર્ણય લીધો છે. ત્રણ દિવસીય બેઠક બાદ આરબીઆઈના ગવર્નર શક્તિકિંતા દાસે કહ્યું, ‘આરબીઆઈ દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે 4 ટકાના દરે જાળવવામાં આવે છે.

FD રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે
RBIના આ નિર્ણય પછી હવે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અનુક્રમે 4 ટકા અને 3.35 ટકાના દરે જાળવી રાખવામાં આવ્યો છે. નીતિ વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કરવો તે ફિક્સ ડિપોઝીટ દ્વારા બચત કરનારાઓ માટે સારા સમાચાર છે. બેન્કો FD પરના વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે નિર્ણય લેશે નહીં. હાલમાં, બેન્કો એફડી પર 2.9 ટકાથી 5.4 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે.

બેંકમાં પૈસા જમા કરનારાઓ પર શું અસર થશે?
RBI દ્વારા નીતિ વ્યાજના દરમાં ઘટાડો કરે તો બેન્કો પણ એફડી દર ઘટાડે છે. જોકે, થાપણ દરમાં આ ઘટાડો રેપો રેટના પ્રમાણમાં નથી. જો તમે બેંકમાં પૈસા જમા કરનાર રોકાણકાર તરીકે જુઓ તો વ્યાજ દર ઘટાડવાનો અર્થ એ છે કે ખાતામાં નવી થાપણો પર ઓછું વ્યાજ મળશે. ઓછા વ્યાજ એટલે કે થાપણ કરનારની થાપણ પણ ઓછા વળતર મેળવશે. વ્યાજ દર વધારવાનો અર્થ એ છે કે થાપણ પર વધુ વળતર મળશે.