Shreya Ghoshal: સિંગર શ્રેયા ઘોષાલના ઘરે કિલકારી ગુંજી ઉઠી, શ્રેયાએ આપ્યો પુત્રને જન્મ

ફેમશ સિંગર શ્રેયા ઘોષાલે તેના ફેન્સ સાથે ખુશીના સમાચાર જાહેર કર્યા છે. શ્રેયાએ એક પોસ્ટ થકી તેના માતા બનવાની વાત ચાહકો સાથે શેર કરી છે.

Shreya Ghoshal: સિંગર શ્રેયા ઘોષાલના ઘરે કિલકારી ગુંજી ઉઠી, શ્રેયાએ આપ્યો પુત્રને જન્મ
File Image
Follow Us:
| Updated on: May 22, 2021 | 4:56 PM

પ્રખ્યાત સિંગર શ્રેયા ઘોષાલ (Shreya Ghoshal) એ આજે બાળકને જન્મ આપ્યો. શ્રેયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેરર કરીને તેના ફેન્સને આ ખુશીના સમાચાર આપ્યા હતા. શ્રેયાએ પુત્રને જન્મ આપ્યાના સમાચાર શેર કરતા તેના ફેન્સ શુભેચ્છાઓ આપવા લાગ્યા હતા.

શ્રેયાએ પોસ્ટમાં લખ્યું કે, “ભગવાને આજે બપોરે એક કિંમતી બાળક સાથે અમને આશીર્વાદ આપ્યા છે. આ એવી લાગણી છે જે પહેલા ક્યારેય અનુભવાઈ ન હતી. હું અને મારો પરિવાર ખુબ છીએ. અમારા આ નાના ખુશીના બંડલ માટે તમારા અસંખ્ય આશીર્વાદ બદલ આભાર.”

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ અગાઉ માર્ચ મહિનામાં શ્રેયાએ પ્રેગનેન્ટ હોવાની વાત પણ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે શેર કરી હતી. ત્યારથી તેના ચાહકો આ ખુશખબર માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શ્રેયાએ થોડા મહિના આગાઉ ઈન્સ્ટા અકાઉન્ટ પર બેબી બમ્પ સાથે તસવીર શેર કરી હતી.

તે સમયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીર શેર કરતા શ્રેયા ઘોષલે લખ્યું હતું કે, ‘બેબી શ્રેયાદિત્ય ઓન ધ વે છે! શિલાદિત્ય મુખોપાધ્યાય અને હું આ સમાચાર તમારા બધા સાથે શેર કરવા રોમાંચિત છીએ. તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે કારણ કે અમે અમારા જીવનમાં આ નવા પ્રકરણ માટે પોતાને તૈયાર કર્યા છે.’

તમને જણાવી દઈએ કે શ્રેયાએ 10 વર્ષ સુધી રિલેશનશિપમાં રહીને વર્ષ 2015 માં બંગાળી રીત રિવાજો અનુસાર શિલાદિત્ય મુખોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા.

શ્રેયાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો 2002માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસમાં પ્લેબેક સિંગર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં ‘બેરી પિયા’, સિલસિલા યે ચાહત કા, છલક-છલક, મોરા પિયા અને ડોલા રે ડોલા જેવા ગીત શ્રેયાએ ગાયા હતા. જેને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કર્યા હતા. અત્યાર સુધી શ્રેયાએ 200 થી વધુ ફિલ્મના ગીતોમાં પોતાનો અવાજનો જાદુ ચલાવ્યો છે.

આ પણ વાંચો: IMA એ બાબા રામદેવ સામે કાર્યવાહીની કરવાની કરી માંગ, એલોપથી પરના આ નિવેદનથી વિવાદ

આ પણ વાંચો: લોકડાઉનમાં ગર્લફ્રેન્ડને મળવા નકલી District Magistrate બનીને નીકળ્યો યુવક, આ ભૂલથી પકડાઈ ગયો

g clip-path="url(#clip0_868_265)">