OMG ! 500 ગ્રામ સોનાના ચોખા ફેંકી દીધા આ વ્યક્તિએ, કારણ જાણીને તમે પણ વિચારમાં પડી જશો

યૈંગના આ કાર્ય બાદ સોશિયલ મીડિયામાં લોકો વચ્ચે ડિબેટ શરૂ થઇ ગઇ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમણે આ કામ ફક્ત ફેમસ થવા માટે કર્યુ છે તો કેટલાક લોકોનું કહેવું છે આ પૈસામાંથી તેમણે પ્રાકૃતિક આપદાઓથી ગ્રસ્ત લોકોની મદદ કરવી જોઇતી હતી.

OMG ! 500 ગ્રામ સોનાના ચોખા ફેંકી દીધા આ વ્યક્તિએ, કારણ જાણીને તમે પણ વિચારમાં પડી જશો
Chinese artist dumps 1,000 ‘golden rice grains’ across city to bring attention to food waste

સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી વાર એવા સમાચાર અને કિસ્સાઓ વાયરલ (Viral News) થાય છે જેના વિશે સાંભળીને અને વાંચીને આપણે વિચારવા પર મજબૂર થઇ જઇએ છીએ. કેટલીક ઘટનાઓ આપણને ચોંકાવી જાય છે, કેટલીક ઘટનાઓ પ્રરણા આપી જાય છે તો કેટલીક ઘટનાઓ એક સારો સંદેશ પણ આપી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવા જ સમચાર વાયરલ થઇ રહ્યા છે. જે સાંભળ્યા પછી તમારુ મગજ વિચારે પણ ચઢશે, તમને વ્યક્તિના વિચાર પર ગર્વ પણ કરશો અને એક તરફ તેને મૂર્ખ પણ કહેશો.

દુનિયાના કેટલાક એવા દેશો છે કે જ્યાં ભૂખમરાના કારણે લોકો ત્રાહીમામ છે. સિરીયા, યમન, સોમાલિયા, અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાના ઘણા દેશોમાં આજે લોકો ખોરાક ન મળવાને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ એ દેશ છે જ્યાં હાલત એકદમ ખરાબ છે આ સિવાયય કેટલાક વિકાસશીલ અને મોટા મોટા દેશોમાં પણ ભૂખમરો કેટલાક પ્રમાણમાં જોવા મળે છે. આવી સ્થિતીમાં ઘણા બધા સામાજીક કાર્યકરો અને સંસ્થાઓ લોકોને ખોરાકના બગાડને લઇને જાગ્રૃત કરવાના પ્રયત્નો કરતા રહે છે. આજ કડીમાં ચીનના એક આર્ટિસ્ટે લોકોને ફૂડ વેસ્ટેજને (food waste) લઇને જાગ્રૃત કરવા માટે એવું કઇંક કરી દીધુ કે જેના વિશે તમે વિચારી પણ ન શકો.

ચીનના યૈંગ યૈક્સિન (Yang Yexin) નામના વ્યક્તિએ જ્વેલરી સ્ટોરમાંથી 500 ગ્રામ સોનાના ચોખા ‘Golden rice grains’ ખરીદ્યા અને તેને નદી, રસ્તાઓ અને બાગ બગીચાઓમાં થોડા થોડા કરીને ફેંકી દીધા. તમને જણાવી દઇએ કે આ 500 ગ્રામ ચોખાની કિંમત 23 લાખ રૂપિયા થાય છે. 500 ગ્રામ સોનામાંથી તેણે 1000 જેટલા ચોખા ખરીદ્યા.

યૈંગનું કહેવું છે કે તેમણે આ પગલું ખાદ્યપદાર્થોનો બગાડ અટકાવવા લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ઉઠાવ્યું છે. તેમણે કહ્યું કે ખોરાકનો બગાડ સોનાના બગાડ સમાન છે. તે ચોખાના દાણા ફેંકીને કહેવા માંગતો હતો કે અનાજના એક દાણાને પણ સોના જેટલું મૂલ્યવાન ગણવું જોઈએ.

યૈંગના આ કાર્ય બાદ સોશિયલ મીડિયામાં લોકો વચ્ચે ડિબેટ શરૂ થઇ ગઇ છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમણે આ કામ ફક્ત ફેમસ થવા માટે કર્યુ છે તો કેટલાક લોકોનું કહેવું છે આ પૈસામાંથી તેમણે પ્રાકૃતિક આપદાઓથી ગ્રસ્ત લોકોની મદદ કરવી જોઇતી હતી. કેટલાક લોકો એવા પણ છે જે યૈંગને સમર્થન આપી રહ્યા છે. હવે આ સમાચાર વાંચ્યા પછી તમે આ વિશે શું માનો છો એ આ સમાચાર તમારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની સાથે કેપ્શનમાં લખો

આ પણ વાંચો –

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતીનો વિવાદ, વર્ષ 2013 ડમીકાંડમાં પકડાયેલા સોહીલ જેરીયાની ભરતી માટે કરાઈ હતી ભલામણ

આ પણ વાંચો –

Aryan Drugs Case : આર્યનની ચેટ્સમાં થયો ચોંકાવનારો ખુલાસો ! પાર્ટી પહેલા આર્યને આ અભિનેત્રી સાથે ડ્રગ્સ સંબધિત વાતચીત કરી હતી

  • Follow us on Facebook

Published On - 1:01 pm, Wed, 20 October 21

Click on your DTH Provider to Add TV9 Gujarati