Air Quality Guidelines: WHOએ હવાની ગુણવત્તાને લગતી નવી માર્ગદર્શિકા બહાર પાડી, જેનાથી લાખો લોકોના જીવ બચશે

|

Sep 22, 2021 | 11:51 PM

Who Air Quality Guidelines: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) 15 વર્ષમાં પ્રથમ વખત તેની હવાની ગુણવત્તાની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે. જેનો ઉદ્દેશ વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે લાખો મૃત્યુ ઘટાડવાનો છે.

Air Quality Guidelines: WHOએ હવાની ગુણવત્તાને લગતી નવી માર્ગદર્શિકા બહાર પાડી, જેનાથી લાખો લોકોના જીવ બચશે
air pollution

Follow us on

WHO Global Air Quality Guidelines: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (who)એ કહ્યું છે કે નબળી હવાની ગુણવત્તાથી આરોગ્ય પર નકારાત્મક અસર અગાઉના અંદાજ કરતા નીચલા સ્તરે વધુ છે. WHO  નીતિ નિર્માતાઓ અને સામાન્ય લોકો માટે 15 વર્ષમાં પ્રથમ વખત તેની હવાની ગુણવત્તા માર્ગદર્શિકામાં સુધારો કરી રહી છે.

 

આ સાથે જ ઉચ્ચ માનક સ્થાપિત કરી રહી છે. યુનાઈટેડ નેશન્સ હેલ્થ એજન્સીએ બુધવારે તેની સુધારેલી હવાની ગુણવત્તા માર્ગદર્શિકા જાહેર કરી છે. ન્યૂયોર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આબોહવા પરિવર્તન મુખ્ય વિષય છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે જાહેરાત કરી હતી કે ચીન હવે કોલસાથી ચાલતા પાવર પ્લાન્ટને નાણાં આપશે નહીં.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આવા પ્લાન્ટથી ઘણા પ્રદૂષિત તત્વો ઉત્પન્ન થાય છે. જે માર્ગદર્શિકામાં આવરી લેવામાં આવ્યા છે. ડબ્લ્યુએચઓની ભલામણોના છેલ્લા સંશોધનથી વધુ સારી દેખરેખ અને વિજ્ઞાન માનવ સ્વાસ્થ્ય પર છ મુખ્ય વાયુ પ્રદૂષકોની અસર વિશે વૈશ્વિક ચિત્રને સાફ કર્યું છે.

 

મોટી ભાગની વસ્તી પ્રદૂષિત વિસ્તારોમાં રહે છે

એજન્સી અનુસાર વિશ્વના 90 ટકા લોકો પહેલાથી જ એવા વિસ્તારોમાં રહે છે જ્યાં ઓછામાં ઓછું એક હાનિકારક પ્રદૂષણ હોય છે. માર્ગદર્શિકામાં સુધારાઓ ગ્લોબલ વોર્મિંગ અને અશ્મિભૂત બળતણ વપરાશની અસરથી સંબંધિત વ્યાપક ચિંતા ઉપરાંત પર્યાવરણીય ચિંતાઓના પાસાને પણ પ્રકાશિત કરે છે. WHO યુરોપના પ્રોગ્રામ મેનેજર ડોરોટા જારોસિન્સ્કાએ જણાવ્યું હતું કે વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવવાથી દર વર્ષે 70 લાખ લોકો અકાળે મૃત્યુ અને લાખો લોકોને આરોગ્ય સમસ્યાઓ થવાનો અંદાજ છે.

 

સૌથી મોટો ખતરો વાયુ પ્રદૂષણ છે

આ સાથે જ વાયુ પ્રદૂષણને ‘હવે માનવ સ્વાસ્થ્ય માટે સૌથી મોટો પર્યાવરણીય ખતરો તરીકે ઓળખવામાં આવે છે.’ ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે હવે વાયુ પ્રદૂષણની સરખામણી અન્ય વૈશ્વિક સ્વાસ્થ્ય જોખમો જેમ કે બિનઆરોગ્યપ્રદ આહાર અને ધૂમ્રપાન સાથે કરવામાં આવી રહી છે. જે ફેફસાને સૌથી વધુ અસર કરે છે. આ પ્રદુષણ તે લોકો માટે વધુ જોખમી છે, જેઓ પહેલાથી જ અસ્થમા જેવા રોગોથી પીડિત છે. પરંતુ હવે નવી માર્ગદર્શિકા સાથે તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

 

 

આ પણ વાંચો : IPL 2021, DC vs SRH: દિલ્હી કેપિટલ્સે ધવન, ઐયર અને પંતની રમત વડે હૈદરાબાદ સામે 8 વિકેટે મેળવી શાનદાર જીત

 

આ પણ વાંચો :આગામી 3 મહિનામાં 90 ટકા હોમબાયર્સ કરી રહ્યા છે ઘર ખરીદવાની તૈયારી, 3BHKની માંગમાં આવ્યો જબરદસ્ત ઉછાળો

Next Article