આગામી 3 મહિનામાં 90 ટકા હોમબાયર્સ કરી રહ્યા છે ઘર ખરીદવાની તૈયારી, 3BHKની માંગમાં આવ્યો જબરદસ્ત ઉછાળો

એક રિપોર્ટ અનુસાર 90 ટકા સંભવિત ઘર ખરીદનારાઓએ કહ્યું કે તેઓ આગામી ત્રણ મહિનામાં પોતાના માટે ઘર ખરીદશે. મોટાભાગના લોકોએ મોટું મકાન ખરીદવામાં રસ દાખવ્યો છે. ઓનલાઈન અભ્યાસ અને કામ માટે ઘરમાં એક નાનકડો ઓરડો પસંદ કરવામાં આવી રહ્યો છે.

આગામી 3 મહિનામાં 90 ટકા હોમબાયર્સ કરી રહ્યા છે ઘર ખરીદવાની તૈયારી, 3BHKની માંગમાં આવ્યો જબરદસ્ત ઉછાળો
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 10:11 PM

છેલ્લા કેટલાક વર્ષોમાં રિયલ એસ્ટેટ માર્કેટમાં ઘણો સુધારો થયો છે. જે ભાવ આસમાને હતા તે હવે વાજબી સ્તરે છે. તેના કારણે હવે મકાનોનું વેચાણ ફરી વેગ પકડી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર 90 ટકા સંભવિત ખરીદનારાઓએ કહ્યું કે તેઓ આગામી ત્રણ મહિનામાં પોતાના માટે ઘર ખરીદશે. 80 ટકા ખરીદદારોએ કહ્યું કે તેમનું બજેટ 75 લાખની રેન્જમાં છે. JLL અને RoofandFloorના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

હોમબાયર પ્રેફરન્સ સર્વે 2021ના ​​રિપોર્ટ અનુસાર ડેવલપર્સ ખૂબ ઓછા માર્જિન સાથે વેચવા માટે તૈયાર છે અને તેઓ વેચી પણ રહ્યા છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો છે અને ડેવલપર્સ હવે ઘર ખરીદનારાઓને ઓછી ઓફર કરી રહ્યા છે. રિપોર્ટ અનુસાર કોરોના પછી લોકોની પસંદગી બદલાઈ ગઈ છે. તેમને મોટા ઘર ગમવા લાગ્યા છે. આવી સ્થિતિમાં આ વર્ષના બીજા ભાગમાં નવા પ્રોજેક્ટ્સના લોન્ચિંગને વેગ મળે તેવી ધારણા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

3 BHKની માંગમાં નોંધપાત્ર વધારો થયો

બદલાતા સમયમાં 3 BHKની માંગ ઘણી વધી ગઈ છે. બેંગલુરુ, ચેન્નઈ, હૈદરાબાદ અને દિલ્હી એનસીઆરમાં 3BHK એપાર્ટમેન્ટની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. બેંગ્લોર, હૈદરાબાદ અને ચેન્નઈમાં વિલાની માંગમાં પણ વધારો થયો છે. ઘર ખરીદનારાઓ હવે પોતાના માટે એક નાનકડો રૂમની વર્ક ફ્રોમ અથવા ઓનલાઈન ક્લાસીસ માટે ડીમાન્ડ કરી રહ્યા છે.

ખરીદદારો હરિયાળી જગ્યા પસંદ કરે છે

લોકેશનની વાત કરીએ તો ઘર, સ્કુલ અને ઓફિસની નજીક હોવુ જોઈએ, આ વિચારધારા બદલાઈ રહી છે. ખરીદદારો હવે એવા સ્થળોએ પોતાના માટે ઘર શોધી રહ્યા છે, જ્યાં હરિયાળી હોય, ભીડ ન હોય, આરોગ્ય સંભાળની યોગ્ય સુવિધાઓ અને ઘરનું કદ મોટું હોવું જોઈએ. મોટાભાગના ખરીદદારો પોતાના માટે ઘર ખરીદી રહ્યા છે. કેટલાક લોકો પ્રથમ વખત ઘર ખરીદી રહ્યા છે, એવા ખરીદદારો છે જે અપગ્રેડ કરી રહ્યા છે. કેટલાક ખરીદદારો એવા પણ છે જે લોકેશન પ્રમાણે રી-લોકેટ કરી રહ્યા છે.

2500 સંભવિત ઘરની પૂછપરછ દ્વારા કરાયો સર્વે

આ સર્વે રિપોર્ટ 2500 સંભવિત ઘર ખરીદનારાઓના પ્રતિસાદના આધારે નક્કી કરવામાં આવ્યો છે. આ ખરીદદારો મુંબઈ, દિલ્હી એનસીઆર, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ અને પૂણેના છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે જો કોરોનાની ત્રીજી લહેર નહીં આવે તો આ વર્ષના બીજા ભાગમાં માંગ સારી રહેવાની ધારણા છે.  બીજા હાફમાં નવા પ્રોજેક્ટ્સના લોન્ચિંગને પણ વેગ મળશે.

બેંકો હોમ લોન પર પણ ઘણી ઓફર આપી રહી છે

બેંકો તરફથી હોમ લોન પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. દેશની સૌથી મોટી બેંક SBIએ હોમ લોન પર ઘણી સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે. 6.70 ટકા વ્યાજ સાથે પ્રોસેસિંગ ફી માફ કરવામાં આવી રહી છે સાથે ગ્રાહકોને બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા પણ આપવામાં આવી રહી છે. કોટક મહિન્દ્રા બેંક 6.5% પર 20 વર્ષ માટે 75 લાખની લોન પૂરી પાડે છે.

આ પણ વાંચો : કાપડ ઉદ્યોગ માટે ટૂંક સમયમાં થઈ શકે છે એક મોટી જાહેરાત, ખૂબ મોટુ નિકાસકાર બનશે ભારત

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">