આવુ તો ન હોય ને ! ડેટિંગ એજન્સીએ 6 ફૂટનો પ્રેમી ન શોધી આપ્યો તો આ બહેને કરી દીધો કેસ !

|

Aug 29, 2021 | 2:24 PM

જ્યારે તેમણે આ ડેટિંગ એજન્સીને જોઇન કરી તો તેણે એજન્સીના ‘psychotherapeutic consultant’ Lisa Hayes ને જણાવ્યુ હતુ કે તેના પરિવારના બાકીના સદસ્યો લાંબા છે.

આવુ તો ન હોય ને ! ડેટિંગ એજન્સીએ 6 ફૂટનો પ્રેમી ન શોધી આપ્યો તો આ બહેને કરી દીધો કેસ !
Woman files case against dating agency for not finding a 6 ft tall guy

Follow us on

સમયની સાથે સાથે લોકો તેમજ સમાજમાં ઘણો બદલાવ આવ્યો છે. બદલાતા ટ્રેન્ડની સાથે સાથે ડેટિંગની પધ્ધતિ પણ બદલાઇ રહી છે. આજના સમયમાં લોકો ડેટિંગ કરવા માટે એજન્સીઓના સંપર્કમાં આવે છે અને આ એજન્સીઓ આ છોકરા છોકરીઓની પસંદને ધ્યાનમાં રાખીને તેમના માટે આઇડિયલ મેચ શોધી આપે છે. પરંતુ કેટલીક વાર એજન્સીઓ દ્વારા બનાવવામાં આવેલા આઇડિયલ મેચ લોકોને નથી ગમતા.

હાલમાં એક એવો જ કિસ્સો ઓસ્ટ્રેલિયામાંથી સામે આવ્યો છે. જ્યાં એલીન મૂર ( Eileen Moore) નામની મહિલાએ ડેટિંગ એજન્સી પર કેસ કર્યો છે કારણ કે એજન્સીએ તેનો મેચ એક 6 ફૂટ કરતા ઓછી હાઇટ વાળા છોકરા સાથે બનાવી દીધો.

વ્યવસાયિક રીતે ડૉક્ટર એલીન આ મામલાને વિક્ટોરિયન સિવિલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યૂનમાં લઇ ગઇ જ્યાં તેણે દાવો કર્યો કે ડેટિંગ એજન્સીએ તેનુ મેચ ડેવિડ નામના એક વ્યક્તિ સાથે સ્થાપિત કર્યો જે તેના પ્રમાણે લાંબો નથી. એલીને એજન્સી પાસેથી પોતાની જોઇનિંગ ફી ($4,995 ) અને માફી પત્રની માગ કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એલીન મૂરે જણાવ્યુ કે, 2019 માં જ્યારે તેમણે આ ડેટિંગ એજન્સીને જોઇન કરી તો તેણે એજન્સીના ‘psychotherapeutic consultant’ Lisa Hayes ને જણાવ્યુ હતુ કે તેના પરિવારના બાકીના સદસ્યો લાંબા છે અને તેને નાની માનવામાં આવે છે. તેવામાં ડૉક્ટરને એક એવા સાથીની જરૂર હતી જે ઓસ્ટ્રેલિયાઇ/આઇરિશ મૂળનો હોય અને 6 ફૂટથી વધારે લાંબો હોય.

થોડા દિવસો વીતી ગયા બોદ એલીન પાસે લીસાનો ફોન આવ્યો તેમણે જણાવ્યુ કે તેને એક પ્રેમી મળી ગયો છે કે જે લગ્ન માટે તૈયાર છે. ત્યારબાદ એલિને આ છોકરા સાથે મુલાકાત કરી અને તેને પોતાનો જીવન સાથી બનાવવાની ના પાડી દીધી, કારણ કે તેની માગ કરતા છોકરો બિલકુલ અલગ હતો. આ ઘટના બાદ લીસા તેનો ફોન પણ ઉપાડતી ન હતી.

આ બધી વાતોને સાંભળીને ટ્રિબ્યૂનલના સદસ્ય ડેનિએલ ગૈલ્વિને એલીનને એક ખાનગી સમાધાન કરવા જણાવ્યુ અને જણાવ્યુ કે તેમને વિશ્વાસ છે કે એજન્સી તેમની વાતોને સાંભળશે અને તેમની માગને પૂરી કરશે.

આ પણ વાંચો –

વિશ્વની આ અગ્રણી ટેક કંપની JIO બાદ હવે AIRTELમાં મોટું રોકાણ કરશે,આર્થિક ભીંસમાં મુકાયેલા ટેલિકોમ સેક્ટરને કેટલી રાહત મળશે ?

આ પણ વાંચો –

Flight Suspended : જો તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે છે ખરાબ સમાચાર, આ તારીખ સુધી ફ્લાઇટ પર છે પ્રતિબંધ

આ પણ વાંચો –

Maharashtra : ભાજપે અનિલ દેશમુખ વિરુધ્ધ વસૂલી કેસ અંગે ઉઠાવ્યા સવાલ, કહ્યુ “CBIને કોઈ પુરાવા નથી મળ્યા, તો FIR કેમ નોંધવામાં આવી”

Next Article