અમેરિકામાં 5G આવ્યા બાદ ફ્લાઇટ્સ કેમ થઇ રહી છે રદ, શું છે કારણ ?

|

Jan 22, 2022 | 8:18 PM

અમેરિકામાં 5G સેવા શરૂ થવાની સીધી અસર એરલાઇન્સ પર પડી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં પહોંચતી અમીરાત અને જાપાન એરલાઇન્સ સહિત ઘણા દેશોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. જાણો સમગ્ર મામલો.

અમેરિકામાં 5G આવ્યા બાદ ફ્લાઇટ્સ કેમ થઇ રહી છે રદ, શું છે કારણ ?
flights being canceled in America after the arrival of 5G

Follow us on

અમેરિકામાં (United States) 5G સેવા શરૂ થવાની સીધી અસર એરલાઇન્સ પર પડી રહી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં પહોંચતી અમીરાત અને જાપાન એરલાઇન્સ (Japan Airlines) સહિત ઘણા દેશોની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. અમેરીકાએ આ સેવાને ટાંકીને ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે અથવા ફરીથી શેડ્યૂલ કરી છે. યુનાઈટેડ એરલાઈન્સનું કહેવું છે કે, યુએસ સરકારે 5જી શરૂ કરી છે અને તેની અસર એરલાઈન્સ પર પડશે.

અમેરિકન ટેલકોસ AT&T અને Verizon એ 19 જાન્યુઆરીના રોજ યુએસના ઘણા ભાગોમાં 5G C-બેન્ડ ટાવર સક્રિય કરવાનું શરૂ કર્યું.

યુ.એસ.માં, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ ચેતવણી આપી છે કે 5G ટેક્નોલોજીની અસર એરક્રાફ્ટમાં વપરાતા ઉપકરણો જેમ કે અલ્ટીમીટર પર પડી શકે છે. ઓલ્ટિમીટર એ જણાવવામાં મદદ કરે છે કે પ્લેન જમીન પરથી કેટલી ઊંચાઈએ પડી રહ્યું છે. અલ્ટિમીટર 4.2-4.4 GHz ની રેન્જમાં સંચાલિત થાય છે. ચિંતાની વાત એ છે કે તેની આવર્તન પણ આની ખૂબ નજીક છે. યુનાઈટેડ એરલાઈન્સે પહેલાથી જ ચેતવણી આપી હતી કે 5જી સેવા 4 ટકા ફ્લાઈટ્સને અસર કરશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એરલાઇન્સે પહેલેથી જ કહ્યું છે કે અમેરિકામાં 5G સેવા શરૂ થવાને કારણે તેની સીધી અસર વિમાનના આગમન પર પડી શકે છે. 5G ટેક્નોલોજી એરલાઇન્સના કામમાં દખલ કરી શકે છે. રનવે પર 5G ટેક્નોલોજીની એન્ટ્રી ન હોવી જોઈએ. કંપનીઓએ એવી આશંકા પણ વ્યક્ત કરી છે કે 5G સેવા એરક્રાફ્ટના એન્જિન અને બ્રેકિંગ સિસ્ટમને લેન્ડિંગ મોડમાં જતા અટકાવી શકે છે. આવી સ્થિતિમાં વિમાનોને લેન્ડ કરવામાં મુશ્કેલી આવી શકે છે.

અહેવાલ મુજબ, 5જી સેવા તમામ ફ્લાઇટ્સને અસર નહીં કરે. તેનાથી બોઇંગ-777 અને બોઇંગ-747-8 એરક્રાફ્ટને અસર થશે. અમીરાત, જાપાન એરલાઈન્સ, ઓન નિપ્પોન એરવે (ANA) એ એરક્રાફ્ટના સમાન મોડલનો સમાવેશ કરે છે, તેથી તેમને ફ્લાઈટ્સ રદ કરવી પડી છે.
આ સિવાય એરક્રાફ્ટના કેટલાક મોડલને ઓપરેટ કરવાની પરવાનગી આપવામાં આવી છે. તેમાં બોઇંગ (717, 737, 747, 757, 767), MD-10/-11 અને એરબસ (A300, A310, A319, A320, A321, A330, A340, A350, A380)નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો –

શ્રીલંકાની અર્થવ્યવસ્થાની હાલત કફોડી, મોંઘવારી ઓલ ટાઈમ હાઈ પર, માત્ર 2 મહીનાના ઈમ્પોર્ટનું બાકી છે રીઝર્વ

આ પણ વાંચો –

UN મહાસચિવે કાશ્મીર મુદ્દાના શાંતિપૂર્ણ ઉકેલની કરી વાત, ભારતે ત્રીજા પક્ષની મધ્યસ્થીનો કર્યો અસ્વીકાર, કહ્યું PAK સાથે જ કરશે ચર્ચા

આ પણ વાંચો –

બેલ્જિયમના સરકારી કર્મચારીઓને હવે કામના કલાકો પછી બોસની અવગણના કરવાનો અધિકાર

Next Article