AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈમરાન ખાનને જેલમાં મોકલનાર જજ કોણ છે? સજા સંભળાવ્યા બાદ કેમ ગયા London

જજ હુમાયૂ દિલાવર (Humayun Dilawar) પાકિસ્તાનમાં ચર્ચામાં છે. કારણ કે ઈમરાન ખાન પર પોતાનો ચુકાદો આપ્યા બાદ તે દેશ છોડી જતો રહ્યો છે. હુમાયૂ દિલાવર અચાનક પરિવાર સાથે પાકિસ્તાન કેમ ચાલ્યા ગયા? જેના કારણે પાકિસ્તાનમાં ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

ઈમરાન ખાનને જેલમાં મોકલનાર જજ કોણ છે? સજા સંભળાવ્યા બાદ કેમ ગયા London
Imran Khan - Humayun DilawarImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 9:46 PM
Share

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન તોશાખાના કેસમાં અટક જેલમાં કેદ છે, તેમને 3 વર્ષની સજા થઈ છે. ઈમરાનને જેલના સળિયા પાછળ મોકલનાર ઈસ્લામાબાદની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ હુમાયૂ દિલાવર (Humayun Dilawar) પાકિસ્તાનમાં ચર્ચામાં છે. કારણ કે ઈમરાન ખાન પર પોતાનો ચુકાદો આપ્યા બાદ તે દેશ છોડી જતો રહ્યો છે. હુમાયૂ દિલાવર અચાનક પરિવાર સાથે પાકિસ્તાન કેમ ચાલ્યા ગયા? જેના કારણે પાકિસ્તાનમાં ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

ઈમરાન ખાનને તોશાખાના કેસમાં ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને તોશાખાના કેસમાં ત્રણ વર્ષની સજા સંભળાવવામાં આવી છે અને તેના પર 5 વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હાલ તે અટક જેલમાં બંધ છે. પરંતુ ઈમરાનને જેલની સજા સંભળાવનાર ઈસ્લામાબાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ હુમાયૂ દિલાવર લાઈમલાઈટમાં છે. કારણ કે તેને દેશ છોડી દીધો છે. હેરાનની વાત એ છે કે પૂર્વ પીએમને જેલમાં મોકલ્યા બાદ તરત જ તેઓ પરિવાર સાથે લંડન જવા રવાના થયા હતા.

ઈસ્લામાબાદ સ્થિત એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ હુમાયૂ દિલાવરે ખાન પર 1,00,000 રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે દંડની ચૂકવણી કરવામાં ડિફોલ્ટ થવા પર તેને આગામી છ મહિના સુધી જેલમાં રાખવામાં આવશે. તેના વિરુદ્ધ સંપત્તિની ખોટી જાહેરાત કરવાનો આરોપ છે.

હુમાયૂ દિલાવરે બચવા માટે લીધો આ નિર્ણય?

પણ શા માટે? આ સવાલ દરેકના મનમાં છે. સોશિયલ મીડિયા પર આ અંગે બે પ્રકારના અભિપ્રાય સાંભળવા મળી રહ્યા છે. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સમર્થકોના ગુસ્સાથી બચવા માટે આ નિર્ણય લીધો છે. પરંતુ એક પાસું એ પણ છે કે તે તેના અભ્યાસ માટે લંડન ગયો છે. તે યુનિવર્સિટી ઓફ હલ, લંડનનો વિદ્યાર્થી છે.

આ પણ વાંચો: Israel Palestine Conflict: પેલેસ્ટાઈનને લઈને અમેરિકાએ ઈઝરાયલ પર લગાવ્યો આરોપ, યુવકની હત્યાને આતંકવાદી ઘટના ગણાવી

પાકિસ્તાનના એક રિપોર્ટ મુજબ જજ દિલાવર 5 થી 13 ઓગસ્ટ દરમિયાન લંડનની યુનિવર્સિટી ઓફ હલમાં યોજાનારી જ્યુડિશિયલ કોન્ફ્રેન્સમાં ભાગ લેવા માટે તેમના પરિવાર સાથે લંડન ગયા છે. આ જ કારણ હતું કે ઈમરાનને સજા સંભળાવ્યા બાદ તે જ દિવસે તે લંડન જવા રવાના થયો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">