કોણ છે આ મુક્તદા અલ સદર ? જેમણે રાજનીતિ છોડવાની જાહેરાત કરતા જ, સમર્થકોએ ઈરાકમાં રાષ્ટ્રપતિ ભવન પર કર્યો કબજો

|

Aug 30, 2022 | 11:11 AM

ઈરાકમાં ફરી એકવાર ઉગ્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચી ગયા છે. મુક્તદા અલ-સદરની રાજનીતિમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ આ પ્રદર્શનો શરૂ થયા છે.

કોણ છે આ મુક્તદા અલ સદર ? જેમણે રાજનીતિ છોડવાની જાહેરાત કરતા જ, સમર્થકોએ ઈરાકમાં રાષ્ટ્રપતિ ભવન પર કર્યો કબજો
Muqtada al Sadr (file photo)
Image Credit source: Social Media

Follow us on

ઈરાક (Iraq) માંથી ફરી એકવાર ઉગ્ર પ્રદર્શન અને અથડામણના સમાચાર આવી રહ્યા છે. રાજધાની બગદાદમાં (Baghdad) દેખાવો થઈ રહ્યા છે અને આ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. તેની સાથે હવે ઇરાકમાં પણ શ્રીલંકાની માફક પ્રદર્શન જોવા મળી રહ્યા છે. જે રીતે હજારો પ્રદર્શનકારીઓએ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસીને કબજો મેળવી લીધો હતો. તેવી જ રીતે ઈરાકમાં આવી સ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યુ છે. વાસ્તવમાં, પ્રભાવશાળી શિયા મુસ્લિમ મૌલવી મુક્તદા અલ-સદર (Muqtada al-Sadr) દ્વારા રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત પછી ઇરાકમાં આ પ્રદર્શનો ઉભા થયા છે. હવે તેમના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમના વિરોધીઓ સાથે હિંસક અથડામણ થઈ છે. ત્યારે એ જાણવું જરુરી છે કે, આ મુક્તદા અલ-સદર કોણ છે અને તેના રાજકારણ છોડવાને લઈને આટલો બધો વિવાદ શા માટે છે ?

ઈરાકમાં શું છે સ્થિતિ?

અત્યારે ઈરાકની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે. ઈરાકની સેનાએ કર્ફ્યુની જાહેરાત કરી છે અને હિંસક પ્રદર્શનોને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રદર્શનોમાં ઘણી સરકારી સંપત્તિને નુકસાન થયું છે અને 20 થી વધુ લોકોના મોત થયા છે. પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઘણી સરકારી ઈમારતો પર કબજો કરવાનું શરૂ કરી દીધું છે. મુક્તદા અલ-સદરે સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીને રોકવા માટે ભૂખ હડતાળની જાહેરાત કરી છે. આ સિવાય અન્ય દેશોએ પણ તેમના નાગરીકોને બગદાદ જેવા શહેરોમાંથી નીકળી જવા માટે કહ્યું છે.

મુક્તદા અલ સદર કોણ છે?

મુક્તદા અલ-સદર ઇરાકમાં પ્રભાવશાળી શિયા મૌલવી છે અને રાજકીય રીતે પણ ખૂબ સક્રિય છે. 2021માં જ્યારે ચૂંટણીઓ યોજાઈ ત્યારે તે લગભગ નિશ્ચિત હતું કે મુક્તદા અલ-સદર વડાપ્રધાન બનશે. મુક્તદા સુન્ની વિરોધ તેમજ ઈરાક અને ઈરાન વિરોધી એજન્ડા પર કામ કરી રહ્યા છે. અલ સદર પોતે શિયા છે અને તેમના સમર્થકો પણ શિયા સમુદાયમાંથી આવે છે. જો કે, આ લોકો હજુ પણ તે શિયા પક્ષોનો વિરોધ કરે છે જેમના ઈરાન સાથે સારા સંબંધો છે. અલ-સદર ઇરાકની રાજનીતિમાં ઈરાનની દખલગીરી ઘટાડવા માંગે છે.

Seasonal vegetable : શિયાળામાં કયા શાકભાજી ખાવા જોઈએ?
આજનું રાશિફળ તારીખ : 06-11-2024
ગજબ ! આ ઈલેક્ટ્રિક સ્કૂટર ફુલ ચાર્જ થવા પર દોડશે 195km ! કિંમત છે આટલી
સલમાન ખાનની Ex ગર્લફ્રેન્ડે સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈ કર્યો મોટો દાવો
શરીરમાં ગેસ બનતો હોય તો કયા ફળો ખાવા જોઈએ? જેનાથી રાહત મળે
વિરાટના જન્મદિવસ પર કેમ નારાજ થઈ આ ખેલાડી? જણાવ્યું કારણ

2003 માં સદ્દામ હુસૈનના પતન પછી અલ-સદર પ્રસિદ્ધિમાં આવ્યા હતા અને આજે તે શિયા સમર્થન સાથે ઇરાકનો સૌથી વધુ ચર્ચિત ચહેરો છે. તે દરમિયાન જ્યારે અમેરિકાએ ઈરાકમાં હુમલો કર્યો ત્યારે ખાનગી સેનાના વડા તરીકે તેણે અમેરિકાને પડકાર ફેંક્યો હતો. બીબીસીના અહેવાલ મુજબ, આ પછી સદરે પોતાને ઈરાકમાં ભ્રષ્ટાચાર વિરોધી નેતા તરીકે સ્થાપિત કર્યા. મુક્તદા અલ-સદરના ગઠબંધનમાં તેમની પોતાની પાર્ટી, ઇસ્તિકામા સહિત અન્ય છ બિનસાંપ્રદાયિક જૂથોનો સમાવેશ થાય છે. ઈરાકી કોમ્યુનિસ્ટ પાર્ટી પણ આ ગઠબંધનમાં છે.

આવી જાહેરાતો કરી ચૂક્યા છે

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે અલ-સદરે નિવૃત્તિની જાહેરાત કરી હોય. તે અગાઉ પણ આવી જાહેરાત કરી ચૂક્યો છે. જો કે, ઈરાકના રાજકીય સંકટ વચ્ચે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે તેમના પગલાથી દેશની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, જે પહેલાથી જ ખરાબ છે.

શું છે સમગ્ર મામલો?

ઈરાકમાં લગભગ 10 મહિનાથી કોઈ વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવી નથી. અત્યાર સુધી મુસ્તફા અલ-કાધિમી કાર્યવાહક વડાપ્રધાન છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલી ચૂંટણીમાં મુક્તદા અલ-સદરનુ જૂથ 329 બેઠકોની સંસદમાં 73 બેઠકો સાથે સૌથી મોટુ જૂથ બન્યુ હતુ. જો કે, તેમને હજુ પણ બહુમતી મળી ન હતી અને સરકાર બનાવવામાં અસમર્થ હતી. જેના કારણે બાદમાં પ્રદર્શન ચાલુ રહે છે અને હવે મુક્તદા અલ-સદરે રાજકારણ છોડવાની જાહેરાત કર્યા બાદ સ્થિતિ વધુ વણસી ગઈ છે.

આ પહેલા પણ વિરોધીઓ સંસદમાં ઘૂસી ગયા હતા

તમને જણાવી દઈએ કે ગયા મહિને જુલાઈમાં ઈરાક પ્રદર્શનનું સાક્ષી બન્યું હતું. તે સમયે સેંકડો વિરોધીઓ સંસદમાં ઘૂસી ગયા હતા. માત્ર મુક્તદા અલ-સદરના સમર્થકોએ પ્રદર્શન કર્યું હતું અને સંસદમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે માત્ર રાજકીય અસ્થિરતાને કારણે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

Next Article