Afghanistan Crisis: તાલિબાનોએ અમેરિકાનો ‘ખજાનો’ લૂંટી લીધો, વ્હાઈટ હાઉસે કર્યો ખુલાસો

|

Aug 18, 2021 | 9:32 AM

વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું, અફઘાનિસ્તાનમાં અમારો શસ્ત્રોનો જથ્થો કયા ગયો તે અંગે સ્પષ્ટ વિગતો નથી પરંતુ મોટાભાગનો જથ્થો તાલિબાનોએ લઈ લીધો છે.

Afghanistan Crisis: તાલિબાનોએ અમેરિકાનો ખજાનો લૂંટી લીધો, વ્હાઈટ હાઉસે કર્યો ખુલાસો
taliban afghanistan

Follow us on

અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનના (Taliban) કબજા બાદ ત્યાંની પરિસ્થિતિ દરેક માટે ચિંતાનો વિષય છે. દરમિયાન, વ્હાઈટ હાઉસે ખુલાસો કર્યો છે કે અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાનોએ અમેરિકી સૈન્યના હથિયારો અને વાહનો લૂંટી લીધા છે. વ્હાઇટ હાઉસે ( White House) મંગળવારે જણાવ્યું હતું કે તાલિબાને અમેરિકી સૈન્ય (US military) સાથે બે દાયકાના યુદ્ધ અને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ મોટી સંખ્યામાં અમેરિકી સૈન્ય સાધનો ભેગા કર્યા છે.

આ સાથે, કેટલીક તસવીરો અને વીડિયો પણ બતાવવામાં આવ્યા છે જેમાં તાલિબાનને હથિયારો અને વાહનો સાથે જોવામાં આવે છે જેનો ઉપયોગ પેન્ટાગોનના સૈનિકોએ કર્યો હતો તેમજ અફઘાન રાષ્ટ્રીય સુરક્ષા દળોને આપ્યો હતો. આ સિવાય કંધાર એરપોર્ટ પર અદ્યતન UH-60 બ્લેક હોક હેલિકોપ્ટર અને અન્ય સાધનો પણ જોવા મળ્યા હતા.

વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને (National Security Advisor Jack Sullivan) કહ્યું, અફઘાનિસ્તાનમાં અમારો શસ્ત્રોનો જથ્થો કયા ગયો તે અંગે સ્પષ્ટ વિગતો નથી પરંતુ મોટાભાગનો જથ્થો તાલિબાનોએ લઈ લીધો છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

તેમણે કહ્યું કે તાલિબાન સામે લડવામાં મદદ કરવા માટે અફઘાન સેનાને બ્લેક હોક્સ આપવામાં આવ્યા હતા. પરંતુ ગણતરીના સમયમાં જ અફઘાનિસ્તાનના સરકારી દળો ઇસ્લામી બળવાખોરો સામે હારી ગયા અને તેમના હથિયારોનો મોટો ભંડાર અને તેમના હેલિકોપ્ટર તાલિબાનના હાથમાં જતા રહ્યા.

જો બાઈડને શું કહ્યું?

બીજી બાજુ, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને( US President Joe Biden) અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોને પાછા ખેંચવાના નિર્ણયનો બચાવ કરતા અફઘાન નેતૃત્વને કોઈ પણ સંઘર્ષ વિના તાલિબાનને સત્તા સોંપવા માટે જવાબદાર ઠેરવ્યા અને સાથે જ તાલિબાનને ચેતવણી આપી કે જો તેણે અમેરિકન કર્મચારીઓ પર હુમલો કર્યો અથવા દેશમાં તેમની કામગીરીમાં અવરોધ સર્જયો તો, અમેરિકા તેનો પૂરેપૂરો બદલો લેશે.

બાઈડને અફઘાનિસ્તાનથી આવી રહેલી તસવીરોને અત્યંત વ્યથિત કરતી ગણાવી હતી. તેમણે કહ્યું કે જ્યા અફઘાન દળો તેમના વિરોધીઓ સામે પોતાના માટે લડવા માંગતા ન હોય તો અમેરિકન સૈનિકો એવા યુદ્ધમાં કદાપી મરી ના શકે. દેશને સંબોધતા તેમણે કહ્યું કે, મને 20 વર્ષ પછી જાણવા મળ્યું કે અમેરિકાનુ લશ્કર અફઘાનિસ્તાનમાંથી પાછું ખેંચવા માટેનો ક્યારેય સારો અને સાચો સમય નહોતો.

 

આ પણ વાંચોઃ UP Assembly Election 2022: યોગી સરકાર આજે રજૂ કરશે પ્રથમ પૂરક બજેટ, જાણો અયોધ્યા, કાશીના વિકાસ સહિત કઈ યોજનાઓને મળી શકે છે ઝડપ

આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: આમ આદમી માટે રાહતના સમાચાર, સરકારી તેલ કંપનીઓએ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો, જાણો કેટલું સસ્તું થયું ડીઝલ

 

 

 

Next Article