80ના દાયકામાં જે દલિતો સાથે થયું તે હવે મુસલમાનો સાથે….કેલિફોર્નીયામાં રાહુલ ગાંધીએ વાટ્યો ભાંગરો
વિદેશની ધરતી પર રહી રાહુલ ગાંધીનુ સીધુ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે 80ના દશકમાં દલિતોની જેમ હવે મુસ્લિમો સાથે થઈ રહ્યું છે. જો કે આમ કહીને રાહુલ ગાંધીએ ખુદ તેમની સરકાર પર સવાલો ઉભા કર્યા છે
કર્ણાટક ચૂંટણી જીત્યા બાદ કોંગ્રેસ પાર્ટી ઉત્સાહમાં છે. આ ઊંચાઈ સાથે, 2024 ના કિલ્લાને તોડવાની તૈયારીઓ ચાલી રહી છે. પાર્ટીને રાહુલ ગાંધી પાસેથી આશા છે. તેમની ભારત જોડો યાત્રાનો કર્ણાટક ચૂંટણીમાં ફાયદો થયો છે. રાહુલ હાલ અમેરિકાના પ્રવાસે છે. જ્યાં કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરામાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા.
વિદેશની ધરતી પર રહી રાહુલ ગાંધીનુ સીધુ કેન્દ્ર સરકાર અને પીએમ મોદી હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે 80ના દશકમાં દલિતોની જેમ હવે મુસ્લિમો સાથે થઈ રહ્યું છે. જો કે આમ કહીને રાહુલ ગાંધીએ ખુદ તેમની સરકાર પર સવાલો ઉભા કર્યા છે
કેલિફોર્નિયામાં રાહુલ ગાંધીનું મોટુ નિવેદન
સાન ફ્રાન્સિસ્કોમાં રાહુલ ગાંધીના કાર્યક્રમનું નામ ‘મોહબ્બત કી દુકાન’ હતું. તેને સંબોધિત કરતી વખતે રાહુલે મુસ્લિમોને લઈને કહ્યું કે 80ના દશકમાં દલિતોની જેવી હાલત થઈ હતી તેવી જ હાલત હાલ મુસલમાનોની છે એટલે કે મુસલમાનો સાથે તે જ થઈ રહ્યું છે જે તે સમયે દલિતો સાથે થયુ હતુ. ભાજપ અને આરએસએ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ પોતાની જ સરકાર પર આરોપ લગાવ્યા. કારણ કે તે સમયે દેશમાં કોંગ્રેસની સરકાર હતી. શું આવું માત્ર દલિતો સાથે થયું હતું કે મુસ્લિમો સાથે પણ થયું હતું? જો મુસ્લિમો પર પણ ગુના થયા હોય તો રાહુલ ગાંધીએ તેનો ઉલ્લેખ કેમ ન કર્યો? આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
રાહુલના પીએમ પર આરોપ
આ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM નરેન્દ્ર મોદી) અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે મજાકમાં કહ્યું કે પીએમ મોદીને લાગે છે કે તેઓ દરેક વિશે બધું જાણે છે.
રાહુલે કહ્યું કે દુનિયા એટલી મોટી છે કે કોઈ એવું વિચારી ન શકે કે તે દરેક વિશે બધું જ જાણે છે. આ એક રોગ જેવું છે કે ભારતમાં કેટલાક એવા લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જ જાણે છે. રાહુલે કહ્યું કે ભારતમાં આ જ ચાલી રહ્યું છે. ભારતમાં કેટલાક એવા લોકો છે જે બધું જ જાણે છે. જ્યારે તે વૈજ્ઞાનિક પાસે જાય છે ત્યારે તે તેને વિજ્ઞાન વિશે જણાવે છે. જ્યારે તે ઈતિહાસકાર પાસે જાય છે ત્યારે તે તેને ઈતિહાસ વિશે જણાવે છે. સૈન્યને યુદ્ધ વિશે, વાયુસેનાને ઉડ્ડયન વિશે બધું જ કહેવામાં આવે છે.
બંધારણ પર હુમલો થઈ રહ્યો છે
અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં અસલી મુદ્દાઓ બેરોજગારી, મોંઘવારી, નફરત અને,નબળી શિક્ષણ વ્યવસ્થા, મોંઘું શિક્ષણ અને આરોગ્ય છે. ભાજપ આ મુદ્દાઓ પર વાત કરતું નથી. રાહુલે કહ્યું કે ભારતના લોકો નફરત અને હિંસામાં માનતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે બંધારણ પર હુમલો થઈ રહ્યો છે.
મહિલાઓની સુરક્ષાનું અંગે શું કહ્યું?
જ્યારે રાહુલ ગાંધીને મહિલા અનામત અને સુરક્ષાના મુદ્દે પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે અમે મહિલા આરક્ષણ પર બિલ લાવવા માગીએ છીએ. પરંતુ અમારા કેટલાક સાથીદારો આ બિલ પર તૈયાર ન હતા અને અમે બિલ લાવી શક્યા ન હતા. પરંતુ જ્યારે અમે સત્તામાં આવીશું ત્યારે બિલ પાસ કરાવીશું.
મહિલા સુરક્ષા પર બોલતા રાહુલે કહ્યું કે, જ્યારે અમે મહિલાઓને સશક્ત બનાવીશું, તેમને સરકારમાં હિસ્સો આપીશું, બિઝનેસમાં સ્થાન આપીશું, તેમને સત્તા આપીશું તો તેમને આપોઆપ સુરક્ષા મળશે.