Breaking News: કેલિફોર્નિયા પહોચ્યાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, યુનિવર્સિટીના કાર્યકર્તાઓ અને શિક્ષણવિદો સાથે કરી વાતચીત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં, તેમણે કાર્યકર્તાઓ, શિક્ષણવિદો અને લોકો સાથે વાતચીત કરી હતી.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં, તેમણે કાર્યકર્તાઓ, શિક્ષણવિદો અને લોકો સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધી હાલમાં અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી અનુસાર, આ દરમિયાન જ્યારે રાહુલ ગાંધી ઈમિગ્રેશન ક્લિયરન્સ માટે લાઈનમાં ઊભા હતા ત્યારે ફ્લાઈટમાં તેમની સાથે મુસાફરી કરી રહેલા ઘણા લોકોએ તેમની સાથે સેલ્ફી ક્લિક કરી હતી. આ દરમિયાન જ્યારે લોકોએ તેમને પૂછ્યું કે તમે લાઈનમાં કેમ ઉભા છો તો ગાંધીજીએ જવાબ આપ્યો, “હું એક સામાન્ય માણસ છું. મને તે ગમે છે. હું હવે સાંસદ નથી.”
રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે અમેરિકાના ત્રણ શહેરોના પ્રવાસ માટે અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ ભારતીય સમુદાયના લોકો અને અમેરિકન ધારાસભ્યોને મળ્યા એરપોર્ટ પર ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા અને સંગઠનના અન્ય સભ્યોએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. રાહુલ સાન ફ્રાન્સિસ્કોની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરવા તેવી શક્યતા છે. ત્યાર બાદ તેઓ વોશિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધશે અને ધારાશાસ્ત્રીઓ અને સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સાથે બેઠક કરશે.
રાહુલ ગાંધી સામાન્ય પાસપોર્ટ પર અમેરિકા પહોંચ્યા
રાહુલ ગાંધીને પ્રવાસ માટે રવિવારે નવો સામાન્ય પાસપોર્ટ જારી કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે સંસદ સભ્ય તરીકે તેમને આપવામાં આવેલ રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કર્યા બાદ સામાન્ય પાસપોર્ટ માટે અરજી કરી હતી. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખને ગુનાહિત માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ ગુજરાતના સુરતની એક અદાલત દ્વારા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ પછી રાહુલે રાજદ્વારી પ્રવાસના દસ્તાવેજો પરત કર્યા હતા.
વિદેશની ધરતી પર ફરી પીએમ પર પ્રહાર
બુધવારે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીયોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશમાં લોકોને ડરાવવામાં આવી રહ્યા છે અને સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે પીએમ મોદીને લાગે છે કે તેઓ બધુ જાણે છે. તેઓ વૈજ્ઞાનિકોને વિજ્ઞાન સમજાવી શકે છે. તેઓ ભગવાનને પણ સમજાવી શકે છે. કેટલાક લોકો માને છે કે તેઓ ભગવાન કરતાં વધુ જાણે છે. ભારતમાં અલગ-અલગ ભાષા અને અલગ-અલગ ધર્મના લોકો એકસાથે રહેતા હતા, એવું માનવું ખોટું છે કે એક વ્યક્તિ બધું જ જાણે છે, તે એક રોગ છે. આપણા દેશમાં એવા કેટલાક જૂથો છે જેઓ વિચારે છે કે તેઓ બધું જ જાણે છે, કદાચ તે ભગવાન કરતાં પણ વધુ હોવાનો કટાક્ષ કર્યો હતો.