હરણના કારણે ઉભો થઈ શકે છે નવો કોરોના વેરિયન્ટ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

|

Dec 27, 2021 | 6:22 AM

જંગલી સફેદ પૂંછડીવાળા હરણમાં વાયરસના ઓછામાં ઓછા ત્રણ પ્રકારો મળી આવ્યા છે. ઓહાયો, યુએસ (Ohio, US)માં એક અભ્યાસ કરવામાં આવ્યો છે, જે કહે છે કે પ્રાણીઓ વાયરસ માટે 'જળાશય' તરીકે કામ કરી શકે છે

હરણના કારણે ઉભો થઈ શકે છે નવો કોરોના વેરિયન્ટ, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી
પ્રતિકાત્મક ફોટો

Follow us on

હરણ (Deer)ને કારણે માનવીઓ સંભવતઃ કોરોના વાઈરસ (Corona Virus)ના નવા પ્રકારથી સંક્રમિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી આપી છે. હકીકતમાં જંગલી સફેદ પૂંછડીવાળા હરણમાં વાઈરસના ઓછામાં ઓછા ત્રણ પ્રકારો મળી આવ્યા છે. ઓહાયો, યુએસ (Ohio, US)માં એક અભ્યાસ કરવામાં આવ્યો છે, જે કહે છે કે પ્રાણીઓ વાઈરસ માટે ‘જળાશય’ તરીકે કામ કરી શકે છે અને વધુ ખતરનાક પ્રકારો જાહેર કરી શકે છે. કોવિડના નવા પ્રકારો જે સમગ્ર વિશ્વમાં સામે આવી રહ્યા છે તેણે ચિંતા વધારી છે. તાજેતરમાં કોરોનાનો નવો વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron Variant) આવ્યો છે, જે ઝડપથી ફેલાય છે.

 

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ધ ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના અભ્યાસના વરિષ્ઠ લેખક પ્રોફેસર એન્ડ્રુ બોમેને (Professor Andrew Bowman, senior author of the study at The Ohio State University) કહ્યું “અન્ય અભ્યાસોના પુરાવાના આધારે અમે જાણીએ છીએ કે હરણ જંગલમાં વાઈરસનો શિકાર હોઈ શકે છે. લેબમાં આપણે હરણને ચેપ લગાડી શકીએ છીએ અને તેના કારણે વાઈરસ હરણથી હરણમાં ફેલાય છે.

 

 

તેમણે કહ્યું, અમે માની રહ્યા છીએ કે જો તેઓ જંગલમાં સંક્રમિત થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો વાઈરસ તેમની અંદર રહે છે તો તે SARS-CoV-2 ના નવા પ્રકારોથી મનુષ્યોને સંક્રમિત કરી શકે છે. 360 પ્રાણીઓના નમૂનામાંથી ત્રીજા ભાગમાં હરણમાં જોવા મળતા ત્રણ પ્રકારો મળી આવ્યા છે. તેઓ છ અલગ-અલગ સ્થળોએ જોવા મળ્યા હતા.

 

આ વર્ષની શરૂઆતમાં હરણના નમૂના લેવામાં આવ્યા હતા

હરણમાં વાઈરસ ફેલાયો હોવાના પુરાવા છે. આ સૂચવે છે કે તેઓ વધુ ખતરનાક પ્રકારો બહાર લાવી શકે છે. જાન્યુઆરી અને માર્ચ 2021 વચ્ચે હરણમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ દરમિયાન ન તો ડેલ્ટા વેરિઅન્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે ન તો અન્ય કોઈ વેરિઅન્ટ. આ પછી જીનોમ સિક્વન્સિંગમાંથી આશ્ચર્યજનક પરિણામો આવ્યા. વાસ્તવમાં હરણમાં જોવા મળતા પ્રકારો સ્થાનિક કોવિડ દર્દીઓમાં જોવા મળતા પ્રકારો જેવા જ હતા. વાઈરસના પ્રકારોની હાજરી સૂચવે છે કે તે જંગલી હરણની અંદર અસ્તિત્વ ધરાવે છે. હરણને કેવી રીતે ચેપ લાગ્યો અથવા પ્રાણીના શરીરમાં વાઈરસ કેવી રીતે વર્તે છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

 

હરણમાં વાઈરસને કારણે બે બાબતોની શક્યતા

આ પરિણામોના આધારે સંશોધકો કહે છે કે ચેપનો ફેલાવો 13.5થી 70 ટકા સુધી છે. પ્રોફેસર બોમેને કહ્યું કે હરણમાં વાઈરસની હાજરીને કારણે બે વસ્તુઓ થઈ શકે છે. પહેલી વાત એ છે કે હરણની અંદર કોવિડના મ્યુટેશનને કારણે એક નવો પ્રકાર મનુષ્ય સહિત અન્ય પ્રજાતિઓ સુધી પહોંચી શકે છે. બીજું, એવું બની શકે છે કે હરણને ચેપ લગાડતા પ્રકારોને ટાળવા માટે આપણી પાસે રોગપ્રતિકારક શક્તિ નથી. તે જ સમયે જો હરણના કારણે નવું સ્વરૂપ બહાર આવે છે તો માનવીની મુશ્કેલીમાં વધારો થશે, કારણ કે મનુષ્યો પહેલાથી જ નવા પ્રકારો આવવાથી ચિંતિત છે.

 

આ પણ વાંચો: Nasaએ શરૂ કરી પુજારીઓની ભરતી, Aliensની શોધ સાથે જોડાયેલો છે મામલો

 

 

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી સોમવારે હિમાચલ પ્રદેશના પ્રવાસે, 11,000 કરોડના હાઈડ્રોપાવર પ્રોજેક્ટની આપશે ભેટ

Published On - 11:53 pm, Sun, 26 December 21

Next Article