ફિલ્મો અને વેબ સિરિઝમાં આપણે ભવિષ્યની કાલ્પનિક દુનિયા જોઈ છે. આજના સમયમાં વૈજ્ઞાનિકો, વિશેષજ્ઞો અને ઘણા લોકો એવી દુનિયાની કલ્પના કરે છે, જેમાં લોકો આકાશમાં ઉડતા હોય, રસ્તા પર એક પર ગાડી નહીં હોય, લોકો પોતાના આધુનિક સાધનોથી વધારે સરળ અને સુવિધાયુક્ત જીવન જીવી શકશે. ધીરે ધીરે તે આધુનિક ટેકનોલોજીથી યુક્ત કલ્પનાની દુનિયા સાકાર થવા જઈ રહી છે. ઘણીવાર રસ્તા પર ટ્રાફિક જામ થાય ત્યારે વિચાર આવે જ છે કે, ઊડીને એક જગ્યાએથી બીજી જગ્યા એ જવાની સુવિધા હોત તો કેટલુ સારુ. પણ હવે આ કલ્પના , વાસ્તવિકતા બનવા જઈ રહી છે.
ભૂતકાળમાં આધુનિક ટેકનોલોજીને કારણે આપણે ડ્રોન, ઉડતા ફૂડ ડિલવીરી બોય અને ઉડતી બાઈક જેવા ચમત્કારો જોયા જ છે. હવે આ જ શ્રેણીમાં નજીકના સમયમાં ડ્રોન ટેક્સી આકાશમાં ઉડશે. તેનું પહેલુ પરિક્ષણ સફળ જતા હવે ભવિષ્ય માટે નવી આશાનું કિરણ જોવા મળી રહ્યુ છે. આ શોધ માનવજીવનને સંપૂર્ણ પરિવર્તિત કરી દેશે.
Perks of a drone air taxi: far quieter, less expensive, and has less emissions. pic.twitter.com/DhTtxah92z
— South China Morning Post (@SCMPNews) November 11, 2022
#France : Le premier vol d’un futur #taxi volant a eu lieu au-dessus de #Paris .
Entre le drone et l’hélicoptère voici le #Volocity prévu pour 2024.#Transport pic.twitter.com/NAvNDH8Jqu— Josly Ngoma (@josly_ngoma) November 12, 2022
ડ્રોન ટેક્સીના પરિક્ષણના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો અપલોડ થતાની સાથે જ વાયરલ થઈ ગયા છે. આખી દુનિયા આ ડ્રોન ટેક્સીને જોઈને દંગ રહી ગયા છે. તેઓ પોતાની કલ્પનાની દુનિયાના વાસ્તવિકતા બનતા જોઈ રહ્યા છે.
ડ્રોન ટેક્સીની શરુઆત એક જર્મન કંપની વોલોકોપ્ટર કરવા જઈ રહી છે. આ ડ્રોન ટેક્સીને વોલોસિટી નામ આપવામાં આવ્યુ છે. આ વિશાળ ડ્રોનમાં 8 રોટર હશે. હાલમાં જ તેનુ પરિક્ષણ પેરિસમાં કરવામાં આવ્યુ છે. પેરિસની બહાર કોર્મીલેસ એરફીલ્ડથી ઉડાન ભરી આ ડ્રોન ટેક્સી આકાશમાં ચક્કર મારી તે જ એરફીલ્ડ પર પાછી લેન્ડ થઈ હતી.આ ડ્રોન ડિજિટલ ફ્લાય-બાય વાયર સિસ્ટમ પર કામ કરે છે.તેને સામાન્ય હેલિકોપ્ટર કરતા વધારે સરળતાથી ચલાવવી શકાય છે.
આ ડ્રોન ટેક્સીની શરુઆત પેરિસ સમર ઓલિમ્પિક 2024થી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ડ્રોન ટેક્સીથી ટેકનોલોજી અને સુખદ યાત્રાનો અનુભવ યાત્રીઓને થશે. તે ઓટોમેટિક ડ્રોન ટેક્સી 2 સીટર છે. તે એક જગ્યાથી બીજી જગ્યા પર ઉડીને જવામાં સક્ષમ છે. આ ડ્રોન ટેક્સીમાં હજુ ઘણા સુધારા કરવાના બાકી છે. તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈન્ટીગ્રેશન અને લોકો વચ્ચે જાગૃતિ લાવવાનો પડકાર છે.