વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતથી પાકિસ્તાન સ્તબ્ધ ! ઇસ્લામાબાદમાં ડરનો માહોલ ?

વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતથી પાકિસ્તાન સ્તબ્ધ થઈ ગયુ છે. રશિયા અને ભારત વચ્ચેના શસ્ત્ર સોદાને લઈને પાકિસ્તાન ચિંતિત છે. બીજું, પાકિસ્તાનને એવો ડર પણ છે કે અફઘાનિસ્તાન જેવો ખેલ તેની સાથે પણ થઈ શકે છે. જો પુતિન ભારત મુલાકાત દરમિયાન આતંકવાદ પર પ્રહાર કરશે, તો પાકિસ્તાનની સમસ્યાઓમાં વધારો થશે.

વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતથી પાકિસ્તાન સ્તબ્ધ ! ઇસ્લામાબાદમાં ડરનો માહોલ ?
| Edited By: | Updated on: Dec 04, 2025 | 2:43 PM

વિશ્વમાં જ્યારે પણ કોઈ બે દેશ વચ્ચે રાજકીય ડગલું માંડવામા આવે છે ત્યારે વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચે છે. જેના પડધા સૌથી પહેલા જે તે દેશના પડોશી દેશમાં સાંભળાય છે. આ વખતે, વ્લાદિમીર પુતિનની ભારતની મુલાકાતે છે. ચાર વર્ષ પછી, પુતિન સીધા મોસ્કોથી દિલ્હી જઈ રહ્યા છે, પરંતુ આને લઈને ઇસ્લામાબાદ ભારે ખળભળાટ છે, અસહ્ય પીડા અનુભવી રહ્યું છે. જો કે પુતિનની મુલાકાતને લઈને ભારતનો એજન્ડા સ્પષ્ટ છે.

રશિયા સાથેની ભારતની મિત્રતા વધુ મજબૂત થશે, પરંતુ ભારત અને રશિયા વચ્ચેની આ મિત્રતા, બન્ને દેશના દુશ્મનોને તીરની જેમ વીંધી રહી છે. પરંતુ વાસ્તવિક ભય એવા સોદાઓનો છે જે, જો અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, તો મુનીરની સેનાને જે થોડી ઘણી પણ હિંમત બચી છે તે નાસીપાસ થઈ ઉઠશે.

પુતિનની મુલાકાતને લઈન પાકિસ્તાનને થઈ રહેલ પીડા, સીધા કે આડકતરા નિવેદનો દ્વારા સામે આવી છે. પાકિસ્તાનની પીડા, પાકિસ્તાની સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ટીવી ચેનલો ઉપર સ્પષ્ટપણે દેખાય છે.

પાકિસ્તાનને કેમ છે પુતિનનો ડર

વરિષ્ઠ પત્રકાર કમર ચીમા એ કહ્યું કે, પુતિન 4-5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવવાના છે. આ એક રાજદ્વારી ઘટના છે, અને ભારત અને રશિયા વચ્ચેની ખાસ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની યોજના બનાવી રહ્યું છે. સંરક્ષણ, ઈંધણ અને શસ્ત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ એવા ક્ષેત્રની ચર્ચાઓ છે, જે વ્યાપક દ્રષ્ટિકોણથી યોજવામાં આવતી હોય છે.

વરિષ્ઠ પત્રકાર મુબાશેર લુકમાનનું કહેવું છે કે – ભારત S-500 મેળવવા માંગે છે. તે F-35 મેળવવા માંગે છે. તે બીજી ઘણી વસ્તુઓ મેળવી રહ્યું છે. મિસાઇલો આયાત કરવામાં આવી રહી છે. મિસાઇલોનો મોટો ભંડાર જાળવવામાં આવી રહ્યો છે. પછી, તે ફ્રેન્ચ કંપની દસોલ્ટ પાસેથી 104 રાફેલ ખરીદવા માંગે છે, અને તે આ બધું ખૂબ જ ઝડપથી કરી રહ્યું છે. કારણ કે તેઓ ઇચ્છે છે કે પાકિસ્તાન એક તરફ અફઘાનિસ્તાનમાં વ્યસ્ત રહે, અને બીજી તરફ, તેઓ પાકિસ્તાન પર હુમલો કરે.

અન્ય એક વરિષ્ઠ પત્રકારે તાજેતરમાં કરેલ એક નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. એક ટીવી ચેનલ સાથે વાત કરતા, આ પાકિસ્તાની પત્રકારે કહ્યું, “રશિયન રાષ્ટ્રપતિની આ આગામી ભારત મુલાકાતનો ઉપયોગ અફઘાનિસ્તાનને પ્રોત્સાહન આપવા માટે થઈ શકે છે, કારણ કે પાકિસ્તાન સામે ભારત કોઈ ષડયંત્ર રચી શકે છે.” તાજેતરમાં જ અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાને પણ ભારતની મુલાકાત લીધી હતી.

પુતિનની મુલાકાતથી પાકિસ્તાનને ડર

રક્ષા, ઈંધણ અને શસ્ત્રો… પરંતુ પાકિસ્તાનની ચિંતા આનાથી પણ મોટી છે. પાકિસ્તાનને ચિંતા છે કે મોદી અને પુતિન વચ્ચેની વાતચીતમાં પાકિસ્તાન અને આતંકવાદ, અથવા અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવી શકાય છે અથવા તો તેને લઈને કોઈ રાજકીય ચાલ નક્કી કરવામાં આવી શકે છે, કારણ કે પાકિસ્તાનનો દરેક પ્રાંત મુનીરના ચુંગાલમાંથી પોતાને મુક્ત કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

આવી સ્થિતિમાં, જો પુતિનના પાકિસ્તાન પ્રત્યેના વિચારો થોડા પણ શંકાસ્પદ બને અને જો પુતિન ફરી એકવાર અફઘાન તાલિબાનને ટેકો આપે, તો પાકિસ્તાની સેના પર ચારે બાજુથી હુમલો કરવામાં આવી શકે છે.

તેથી, આખું પાકિસ્તાન મોદી અને પુતિન વચ્ચેની શિખર સંમેલન સંબંધિત સમાચારો પર નજર રાખી રહ્યું છે. આ સંદર્ભમાં દરેક નવા સમાચાર પાકિસ્તાન માટે એક નવો આંચકો લાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ 7 રશિયન મંત્રીઓ ડિલનું સિક્રેટ બોક્સ લઇ વ્લાદિમીર પુતિન સાથે આવશે ભારત ! જાણો એ 25 કરાર વિશે