AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Washington March: અમેરિકામાં આખરે ક્યાં અધિકારની માંગ સાથે રસ્તા પર ઉતરી હજારો મહિલા ?

અમેરિકામાં હજારો મહિલાઓ રસ્તા પર ઉતરી આવી છે. તેમણે દેશની સર્વોચ્ચ અદાલતને તેમના જૂના નિર્ણયની યાદ અપાવી અને તેમના અધિકારીની માંગ કરી છે.

Washington March: અમેરિકામાં આખરે ક્યાં અધિકારની માંગ સાથે રસ્તા પર ઉતરી હજારો મહિલા ?
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 8:18 PM
Share

અમેરિકાના (America) વોશિંગ્ટનમાં (Washington) હજારો મહિલાઓએ પ્રજનન અધિકારોની માંગ સાથે રેલી કાઢી હતી. દર વર્ષે આવી રેલી કાઢવામાં આવે છે. વર્ષ 2021ની રેલી શનિવારે કાઢવામાં આવી હતી. જેનું આયોજન ડઝનબંધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. 

વિમેન્સ માર્ચ નેટવર્કેને ટેક્સાસમાં 6 સપ્તાહમાં ગર્ભપાત પ્રતિબંધને રોકવા માટે સુપ્રીમ કોર્ટે હાલિયા ઈન્કારે ધ્યાનમાં રાખતા જણાવ્યું હતું કે ‘અમે અમારા જીવનમાં ગર્ભપાત સુધી પહોંચવાની સૌથી મોટી ધમકીનો સામનો કરી રહ્યા છીએ.’

આ સાથે જ જણાવ્યું હતું કે “ઘણું મોડું થાય તે પહેલાં અમારે ગર્ભપાતની પ્રતિબંધિત કરવાનો અને રો વિ. વેડના નિર્ણયને ઉલટાવી વિરોધ કરીને સંદેશ આપવાની જરૂર છે.” રો વિ. વેડ, 410 યુએસ 113 કેસોમાં અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સગર્ભા સ્ત્રીને કોઈપણ સરકારી પ્રતિબંધ વિના ગર્ભપાત કરાવવાની સ્વતંત્રતા છે. આ સંરક્ષણ તેમને અમેરિકાના બંધારણ દ્વારા આપવામાં આવ્યું છે.

વ્હાઈટ હાઉસ નજીક પહોંચી મહિલાઓ

મહિલાઓએ દેશના અન્ય શહેરોમાં પણ આવી જ રેલીઓ કાઢી છે. વોશિંગ્ટન ડીસીમાં મહિલાઓ ફ્રીડમ પ્લાઝામાં પર મળી છે. જે વ્હાઈટ હાઉસ નજીક સ્થિત છે. આ રેલીનું આયોજન કોમેડિયન અને કાર્યકર્તા ક્રિસ્ટીલા અલોન્ઝાએ કર્યું હતું. વિરોધ કરનારી મહિલાઓ પ્લાઝાથી સુપ્રીમ કોર્ટ સુધી ગઈ હતી. અલોન્ઝાએ કહ્યું ‘આપણામાંના ઘણા લોકો આજે અહીં છે કારણ કે અમે લોકોને જણાવવા માંગીએ છીએ કે આપણે આપણા માટે શું શ્રેષ્ઠ છે તે આપણે જાતે નક્કી કરી શકીએ છીએ.’

જાતે નિર્ણય લેવાનો અધિકાર

અલોન્ઝાએ વધુમાં કહ્યું હતું કે ‘આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણા શરીરનું શું કરવું. અમે ફક્ત તે અધિકારો માંગી રહ્યા છીએ, જેના હેઠળ આપણે મનુષ્યની જેમ દિલ અને દિમાગથી નિર્ણયો લઈ શકીએ છીએ. રેલીમાં ભાગ લેનારાઓએ માસ્ક પહેરીને આવવું અને સામાજિક અંતરનું પાલન કરવું જરૂરી હતું.

આયોજકોએ માર્ગ પરના સ્થળોએ હેન્ડ સેનિટાઈઝ કરવાની વ્યવસ્થા પણ કરી હતી. મહિલાઓ એવા સમયે રસ્તા પર ઉતરી છે, જ્યારે દેશની સુપ્રીમ કોર્ટ રાજકીય રીતે વિભાજિત કેસોની સુનાવણી કરશે. જેમાંથી એક ગર્ભપાત છે. વિરોધ કરી રહેલી મહિલાઓએ કહ્યું કે દરેક વ્યક્તિ કોઈપણ સમયે અને કોઈપણ કારણોસર સુરક્ષિત ગર્ભપાત માટે લાયક છે.

આ પણ વાંચો : Drugs Case: શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડ, લઈ જવામાં આવ્યો મેડિકલ ટેસ્ટ માટે

આ પણ વાંચો :Mumbai Drug Case: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની સત્તાવાર ધરપકડ, ક્રૂઝ પર કરી હતી રેવ પાર્ટી

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">