કાબૂલ સ્થિત દૂતાવાસ પરથી USનો ઝંડો ઉતર્યો, જાણો હવે અફઘાનિસ્તાનમાં કેવી હશે નવી સરકાર ? તાલીબાને આપ્યો જવાબ

|

Aug 16, 2021 | 3:10 PM

તાલિબાનોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો (Taliban Capture Kabul) કરી લીધો છે. તે જ સમયે, ઉગ્રવાદી સંગઠનના એક અધિકારીએ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં કાબુલના રાષ્ટ્રપતિ ભવનથી ‘ઇસ્લામી અમીરાત ઑફ અફઘાનિસ્તાન’ ના ગઠનની ઘોષણા કરશે.

કાબૂલ સ્થિત દૂતાવાસ પરથી USનો ઝંડો ઉતર્યો, જાણો હવે અફઘાનિસ્તાનમાં કેવી હશે નવી સરકાર ? તાલીબાને આપ્યો જવાબ
સાંકેતિક તસ્વીર

Follow us on

તાલિબાને (Taliban) કહ્યું છે કે તે અફઘાનિસ્તાનમાં (Afghanistan) ખુલ્લી અને સમાવેશી ઇસ્લામિક સરકાર (Islamic Government) ઇચ્છે છે. આ માટે સતત વાટાઘાટો ચાલી રહી છે. તો બીજી બાજુ, અમેરિકા(America) ઝડપથી તેના નાગરિકોને દેશની બહાર કાઢી રહ્યું છે. દરમિયાન, અમેરિકાએ કાબુલમાં તેના દૂતાવાસમાંથી (US Embassy)દેશનો ધ્વજ ઉતાર્યો છે.

મહત્વનું છે કે તાલિબાનોએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો (Taliban Capture Kabul) કરી લીધો છે. ત્યારે ઉગ્રવાદી સંગઠનના એક અધિકારીએ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં કાબુલના રાષ્ટ્રપતિ ભવનથી ‘ઇસ્લામી અમીરાત ઑફ અફઘાનિસ્તાન’ ના ગઠનની જાહેરાત કરશે.  તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહિને કહ્યું કે ઉગ્રવાદી જૂથ અફઘાનિસ્તાનમાં “ખુલ્લી, સમાવેશી ઇસ્લામિક સરકાર” બનાવવા માટે વાતચીત કરી રહ્યું છે.

થોડા દિવસોમાં તાલિબાને દેશનો મોટાભાગનો ભાગ કબજે કર્યા બાદ  રાજધાની કાબુલમાં પ્રવેશ્યા બાદ શાહીને આ વાત કહી હતી.  અગાઉ, એક તાલિબાનના અધિકારીએ કહ્યું હતું કે આ સંગઠન રાષ્ટ્રપતિ ભવનથી નવી સરકારની જાહેરાત કરશે, પરંતુ તે યોજના અત્યારે અટકી ગઈ હોય તેવું લાગે છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

તે જ સમયે, અમેરિકાના વિદેશ મંત્રાલયના  એક અધિકારીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી તેના લોકોને બહાર કાઢવા વચ્ચે અમેરિકન ધ્વજ કાબુલમાં અમેરિકી દૂતાવાસ પરથી નીચે ઉતારી દેવામાં આવ્યો છે.

અધિકારીએ જણાવ્યું કે, દૂતાવાસના લગભગ તમામ અધિકારીઓને શહેરના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચાડવામાં  આવ્યા છે, જ્યાં હજારો અમેરિકનો અને અન્ય લોકો વિમાનોની રાહ જોઈ રહ્યા છે.અધિકારીએ કહ્યું કે અમેરિકન ધ્વજ દૂતાવાસના એક અધિકારી પાસે છે.

રવિવારે રાત્રે વિદેશ મંત્રાલય અને પેન્ટાગોને એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ કાબુલ એરપોર્ટ પરથી લોકોની સલામત પ્રસ્થાન માટે પગલાં લઈ રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આગામી બે દિવસમાં 6,000 યુએસ સુરક્ષા કર્મચારીઓ ત્યાં રહેશે અને તેઓ હવાઈ ટ્રાફિક નિયંત્રણ સંભાળશે. છેલ્લા બે સપ્તાહમાં, ખાસ વિઝા ધરાવતા લગભગ 2,000 લોકો કાબુલથી અમેરિકા પહોંચ્યા છે.

 

આ પણ વાંચો :Afghanistan: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આજે બેઠક, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિને લઈને કરાશે ચર્ચા

આ પણ વાંચોAfghan Crisis: ‘દેશ ન છોડ્યો હોત તો બરબાદ થઈ જાત કાબુલ, ખૂન ખરાબાથી અફઘાનિસ્તાનને બચાવવા લીધુ પગલું’, બોલ્યા અશરફ ગની

Published On - 2:16 pm, Mon, 16 August 21

Next Article