અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઝેલેન્સકીના આમંત્રણને ઠુકરાવ્યુ, યુક્રેન મુલાકાતે નહીં જાય બાઈડન
વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનની મુલાકાત લેશે નહીં. અગાઉ એવી અટકળો હતી કે બાઈડન (US President Joe Biden) કિવની મુલાકાત લેશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની (US President Joe Biden) યુક્રેનની રાજધાની કિવ જવાની કોઈ યોજના નથી. જો કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ (Volodymyr Zelenskyy) તેમને રશિયા સામેની આ લડાઈમાં સમર્થન દર્શાવવા યુદ્ધગ્રસ્ત દેશની રાજધાની આવવા કહ્યું હતુ. આ અંગે વ્હાઇટ હાઉસએ (White House) કહ્યું છે કે બાઈડનની કિવની મુલાકાત લેવાની કોઈ યોજના નથી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ કહ્યું, ‘રાષ્ટ્રપતિની કિવ જવાની કોઈ યોજના નથી.’ તમને જણાવી દઈએ કે યુરોપના ઘણા નેતાઓ કિવની મુલાકાત લઈ ચૂક્યા છે અને ઝેલેન્સકીને મળ્યા છે.
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનની યુક્રેન મુલાકાત
હાલમાં જ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન (PM Boris Johnson) પણ ત્યાં ગયા હતા. તેણે ઝેલેન્સકી સાથે મુલાકાત કર્યા બાદ રાત્રિભોજન પણ કર્યું હતું. આવી સ્થિતિમાં એવું માનવામાં આવતું હતું કે બાઈડન પણ કિવ જશે. પરંતુ સુરક્ષાના કારણોસર તેમને ત્યાં મોકલવામાં આવશે નહીં. બાઈડન વહીવટીતંત્રનું કહેવું છે કે તે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને ત્યાં મોકલી શકે છે, જેમ કે સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન અથવા સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન. પરંતુ બાઈડનને મોકલવાની કોઈ યોજના નથી.
આ પહેલા જ્યારે જો બાઈડનને પુછવામાં આવ્યું કે તમે કિવ ક્યારે જશો ? જેના જવાબમાં બાઈડને(Joe Biden) કહ્યું હતુ કે ‘અમે તેના પર વિચારણા કરી રહ્યા છીએ.’જો કે સાકીએ સોમવારે સ્પષ્ટપણે કહ્યું હતુ કે ‘કોઈ જાય તો પણ… અમે સરકાર તરીકે અહીં કે બીજે ક્યાંય માહિતી આપીશું નહીં કે કોણ અને ક્યારે ગયું. તેથી માનવામાં આવે છે કે બાઈડન પણ સુરક્ષાના કારણોસર યુક્રેન જઈ રહ્યા નથી. સાકીએ કહ્યું કે કિવમાં યુએસ એમ્બેસી ફરીથી ખોલવાની અપેક્ષા છે, જો કે હજુ સુધી કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.
ઝેલેન્સકીએ આમંત્રણ આપ્યું હતુ
બીજી બાજુ, CNN સાથેની મુલાકાતમાં ઝેલેન્સકીએ રવિવારે કહ્યું કે ‘મને લાગે છે કે યુદ્ધ ગ્રસ્ત વિસ્તારની બાઈડન મુલાકાત લેશે. જો કે આ તેમનો પોતાનો નિર્ણય હશે, અલબત્ત તે બધું સલામતી પર પણ નિર્ભર છે. મને લાગે છે કે તેઓ અમેરિકાના નેતા છે અને તેથી જ તેમણે અહીં આવીને તેમને જોવા જોઈએ.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : Russia-Ukraine War: રશિયાએ લ્વીવ શહેરમાં 5 મિસાઈલ છોડી, 6 લોકોના મોત, યુક્રેનના PMએ કહ્યું- આત્મસમર્પણ નહીં કરે દેશ