AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America: અમેરિકામાં મોટી ઘટના, વોશિંગ્ટન ડીસીમાં પેરુના દૂતાવાસની અંદર ફાયરિંગ, પોલીસે ઘૂસણખોરને મારી ગોળી

Peru Embassy Firing: અમેરિકામાં પેરુવિયન એમ્બેસીની અંદર ગોળીબાર થયો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં સીક્રેટ સર્વિસના (Secret Service agents) એજન્ટો પણ ઘાયલ થયા છે.

America:  અમેરિકામાં મોટી ઘટના, વોશિંગ્ટન ડીસીમાં પેરુના દૂતાવાસની અંદર ફાયરિંગ, પોલીસે ઘૂસણખોરને મારી ગોળી
Peru Embassy Firing News Image Credit source: Twitter
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 8:43 PM
Share

અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં પેરુવિયન એમ્બેસીની (Peru Embassy Firing) અંદર ગોળીબાર થયો છે. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સીક્રેટ સર્વિસના (Secret Service) અધિકારીઓએ દૂતાવાસ સાથે જોડાયેલા આવાસમાં ઘૂસણખોરી કરનાર વ્યક્તિને ગોળી મારી દીધી છે. આ ઘટના બુધવારે સવારે 8 વાગ્યા પછી ઉત્તર પશ્ચિમમાં ગેરિસન સેન્ટના 3000 બ્લોકમાં બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમય સુધી ગોળીબારનો અવાજ સંભળાતો હતો. સિક્રેટ સર્વિસે કહ્યું કે અધિકારીઓએ એમ્બેસીમાં ઘૂસણખોરી કરનાર વ્યક્તિને ગોળી મારી દીધી, ત્યારપછી તેની બાજુથી પણ ગોળીબાર થયો.

ઘૂસણખોરની સ્થિતિ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી. પોલીસે એ વાતની પુષ્ટિ કરી છે કે દૂતાવાસ સાથે સબંધિત નિવાસસ્થા ઉપર ગોળીબાર થયો છે. સિક્રેટ સર્વિસે કહ્યું કે આ ઘટનામાં સામેલ એજન્ટો ઘાયલ થયા છે. હાલમાં ડીસી મેટ્રોપોલિટન પોલીસ વિભાગની સિક્રેટ સર્વિસ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અન્ય અધિકારીઓ પણ તપાસમાં ભાગ લઈ રહ્યા છે. ઘટના સ્થળે અનેક ઈમરજન્સી વાહનો જોવા મળ્યા હતા. આ સાથે અનેક વાહનોની પણ ત્યાં અવર જવર ચાલું છે.

દૂતાવાસ રહેણાંક વિસ્તારમાં સ્થિત છે

પેરુની એમ્બેસી ફોરેસ્ટ હિલ્સ નજીક રહેણાંક વિસ્તારમાં સ્થિત છે. જ્યાં બીજા ઘણા મોટા મકાનો છે. પોલીસે પુષ્ટિ કરી છે કે એક વ્યક્તિને ગોળી વાગી છે અને તેની સારવાર ચાલી રહી છે. આ સાથે, બે સિક્રેટ સર્વિસ એજન્ટ ઘાયલ થયા છે, તેઓને કેવી રીતે ઈજા થઈ તે જાણી શકાયું નથી. પોલીસે કહ્યું કે મીડિયા બ્રીફિંગમાં વધુ માહિતી આપવામાં આવશે. આ ઘટના દરમિયાન કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું તે પણ હજી સ્પષ્ટ નથી. પોલીસે વધુ માહિતી આપી ન હતી.

શનિવારે પણ બની હતી ગોળીબારની ઘટના

અગાઉ શનિવારે, સાઉથ કેરોલિનાની રાજધાની કોલંબિયાના એક વ્યસ્ત શોપિંગ મોલમાં ગોળીબારના સંબંધમાં પોલીસે 22 વર્ષીય શંકાસ્પદની ધરપકડ કરી હતી. આ હુમલામાં 14 લોકો ઘાયલ થયા છે. કોલંબિયાના પોલીસ વડા ડબ્લ્યુએચ સ્કિપ હોલબ્રુકે જણાવ્યું હતું કે શરૂઆતમાં અટકાયત કરાયેલ ત્રણ શંકાસ્પદોમાંથી એક હજુ પણ કસ્ટડીમાં છે અને તેના પર ગેરકાયદેસર પિસ્તોલ રાખવાનો આરોપ લાગી શકે છે. હોલબ્રુકે શનિવારે રાત્રે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે 15 થી 73 વર્ષની વયના 14 લોકો ઘાયલ થયા છે. જેમાંથી નવ લોકોને ગોળી વાગી હતી, જ્યારે અન્ય પાંચ લોકો મોલમાંથી ભાગવાનો પ્રયાસ કરતા ઘાયલ થયા હતા.

આ પણ વાંચો :  Russia Ukraine War: એક ફોને દુશ્મનની ગોળીથી બચાવ્યો સૈનિકનો જીવ, જુઓ વીડિયો

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
g clip-path="url(#clip0_868_265)">