અમેરિકાએ ચીનની ‘સૈન્ય ક્ષમતા’ અંગે વ્યક્ત કરી ચિંતા, રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને ડ્રેગનને સૌથી મોટો પડકાર ગણાવ્યું

|

Dec 02, 2021 | 4:58 PM

ચીન સૈન્ય તાકાતને મજબૂત બનાવતી વખતે સતત ખતરનાક હથિયારોનું પરીક્ષણ કરી રહ્યું છે. જેના કારણે આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે.

અમેરિકાએ ચીનની સૈન્ય ક્ષમતા અંગે વ્યક્ત કરી ચિંતા, રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને ડ્રેગનને સૌથી મોટો પડકાર ગણાવ્યું
US Secretary of Defense Lloyd Austin

Follow us on

US Slams China’s Drive for Hypersonic Weapons: ચીન સૈન્ય તાકાતને મજબૂત બનાવતી વખતે સતત ખતરનાક હથિયારોનું પરીક્ષણ કરી રહ્યું છે. જેના કારણે આ ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે. હવે અમેરિકાના સંરક્ષણ વડાએ પણ આ વાત કહી છે. તેમણે કહ્યું કે, ચીન દ્વારા હાઈપરસોનિક હથિયારોના પરીક્ષણથી આ ક્ષેત્રમાં તણાવ વધ્યો છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને (Lloyd Austin) ગુરુવારે સિયોલમાં તેમના દક્ષિણ કોરિયાના સમકક્ષ સાથે વાર્ષિક સુરક્ષા વાટાઘાટો બાદ આ ટિપ્પણી કરી હતી.

ઓસ્ટીને કહ્યું કે, અમેરિકા ચીનની સૈન્ય ક્ષમતા અંગે ચિંતિત છે અને ચીનને એક ‘મોટો પડકાર’ (China US Conflict) માને છે. તેમણે કહ્યું કે, યુએસ “ઘણા સંભવિત જોખમો સામે પોતાનો બચાવ કરવા માટે પોતાની જાતને અને તેના સહયોગીઓ સાથે સહયોગ કરવાનું ચાલુ રાખશે.” ચીને ઓસ્ટીને કહ્યું કે, આ વર્ષે જુલાઈમાં હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. “તે ફક્ત રેખાંકીત કરે છે કે શા માટે આપણે પીઆરસીને એક પડકાર તરીકે જોઈએ છીએ.”

ચીનની વધતી જતી સૈન્ય શક્તિ અને એશિયામાં અમેરિકન વર્ચસ્વને ખતમ કરવાના તેના અભિયાને વોશિંગ્ટનમાં બેચેની પેદા કરી છે. જ્યારથી ચીને હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે ત્યારથી અમેરિકા વધુ ચિંતા વ્યક્ત કરી રહ્યું છે. જે કોઈ નાનીસૂની બાબત નથી. આ મિસાઇલ તેના લક્ષ્યને અથડાતા અને વાતાવરણમાં પ્રવેશતા પહેલા પૃથ્વીની પરિક્રમા કરી હતી. નિષ્ણાતો કહે છે કે, આ શસ્ત્ર પ્રણાલી સ્પષ્ટપણે યુએસ મિસાઇલ સંરક્ષણથી બચવા માટે બનાવવામાં આવી હતી, જોકે ચીને આગ્રહ કર્યો હતો કે તે ફરીથી વાપરી શકાય તેવા અવકાશયાનનું પરીક્ષણ કરી રહ્યું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ઉત્તર કોરિયા પર ઓસ્ટીને શું કહ્યું?

ઉત્તર કોરિયા અંગે ઓસ્ટિને કહ્યું કે, તેમણે અને દક્ષિણ કોરિયાના સંરક્ષણ પ્રધાન સુહ ​​વૂકે ઉત્તર કોરિયાના ખતરાનો સામનો કરવા માટે દ્વિપક્ષીય એકતા સહિત વિવિધ વિષયો પર ચર્ચા કરી. ઓસ્ટીને જણાવ્યું હતું કે, બંને સંમત થયા હતા કે ઉત્તર કોરિયાના મિસાઇલ અને અન્ય હથિયારોના કાર્યક્રમોની પ્રગતિ “પ્રાદેશિક સુરક્ષાને વધુને વધુ અસ્થિર કરી રહી છે.” તેમણે ઉમેર્યું હતું કે, યુએસ અને દક્ષિણ કોરિયા ઉત્તર કોરિયા સાથે રાજદ્વારી વલણ અપનાવવા માટે પ્રતિબદ્ધ છે.

 

આ પણ વાંચો:  NHB Recruitment 2021: બેંકમાં નોકરી મેળવવાની તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી, જુઓ વિગતો

આ પણ વાંચો: Railway Jobs: રેલ્વેમાં સ્પોર્ટ્સ ક્વોટામાંથી ભરતી કરવામાં આવશે, જુઓ નોટિફિકેશન અને વિગતો

Next Article