Breaking News : ટ્રમ્પની ‘નાકાબંધી’ સામે ચીને ઉગામ્યું હથિયાર; ઈરાન મુદ્દે અમેરિકાને આપી ખુલ્લી ચેતવણી – ‘અમારા મામલે દખલ ન કરો’

હોર્મુઝની ખાડીમાં અમેરિકાની નાકાબંધીથી વિશ્વના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ઈરાનના સમર્થનમાં ખુલ્લેઆમ આવેલા ચીને ટ્રમ્પના 50 ટકા ટેરિફની ધમકીનો કેવો આપ્યો જવાબ? જાણો, શું આ વિવાદ ત્રીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જશે?

Breaking News : ટ્રમ્પની નાકાબંધી સામે ચીને ઉગામ્યું હથિયાર; ઈરાન મુદ્દે અમેરિકાને આપી ખુલ્લી ચેતવણી - અમારા મામલે દખલ ન કરો
Image Credit source: TV9 Network
| Updated on: Apr 13, 2026 | 9:15 PM

રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ-હમાસ બાદ હવે વિશ્વ વધુ એક મોટા સંઘર્ષ તરફ આગળ વધી રહ્યું હોય તેમ લાગે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની વચ્ચે હવે ચીને એન્ટ્રી કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના હોર્મુઝ બંદર પર નાકાબંધીની જાહેરાત કરતા જ ચીન ઈરાનના બચાવમાં મેદાને આવ્યું છે.

ટ્રમ્પની એક ચાલ અને ચીન પર બેવડો પ્રહાર

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારથી ઈરાની બંદરો પર તમામ પ્રકારની અવરજવર રોકવાનો આદેશ આપ્યો છે. આ નાકાબંધી પાછળ ટ્રમ્પનો મુખ્ય હેતુ ચીનને પાઠ ભણાવવાનો છે. ચીન, ઈરાની તેલનો સૌથી મોટો ખરીદદાર છે. જો તેલનો સપ્લાય અટકે, તો ચીનનું અર્થતંત્ર ડગમગી શકે તેમ છે. આટલું જ નહીં, ટ્રમ્પે ચીનને ધમકી આપી છે કે જો તે ઈરાનને સૈન્ય મદદ કરશે, તો ચીન પર 50 ટકા ટેરિફ લાદવામાં આવશે.

ચીનનો વળતો પ્રહાર: ‘અમારા જહાજો તો આવશે જ’

ટ્રમ્પની આ ધમકીથી ડરવાને બદલે ચીને આક્રમક વલણ અપનાવ્યું છે. ચીનના સંરક્ષણ મંત્રી ડોંગ જૂને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, “અમારા જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાં સતત અવરજવર કરી રહ્યા છે અને કરતા રહેશે. ઈરાન સાથેના અમારા વેપારી સંબંધોનો અમે આદર કરીએ છીએ. અમે અપેક્ષા રાખીએ છીએ કે અન્ય કોઈ દેશ (અમેરિકા) અમારા અંગત મામલામાં દખલગીરી ન કરે.”

શા માટે ભડક્યું છે ચીન?

અમેરિકાએ પહેલા વેનેઝુએલાના તેલ પર નિયંત્રણ મેળવીને ચીનને ફટકો આપ્યો હતો અને હવે ઈરાન પર નાકાબંધી કરીને ચીનની ઊર્જા સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે. ચીન માટે હોર્મુઝની ખાડી એક મહત્વનો માર્ગ છે અને તેના પર ઈરાનનું નિયંત્રણ ચીન માટે ફાયદાકારક છે.

શું થશે આગળ?

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના આદેશ મુજબ, ઈરાની બંદરો પર આ નાકાબંધી અત્યંત કડક રીતે લાગુ કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે જ્યારે ચીની જહાજો અમેરિકાની આ નાકાબંધી તોડવાનો પ્રયાસ કરશે, ત્યારે શું ટ્રમ્પ ખરેખર લશ્કરી કાર્યવાહી કરશે કે પછી આર્થિક પ્રતિબંધોથી જ કામ ચલાવશે? આ સંઘર્ષ હવે માત્ર બે દેશો વચ્ચેનો નથી રહ્યો, પણ વૈશ્વિક સત્તાના યુદ્ધમાં ફેરવાઈ રહ્યો છે.

શું તમારું ફર્નિચર પણ તમારી પ્રગતિને વેગ આપી શકે છે ? જાણો કઈ દિશામાં રાખવાથી ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

Follow Us