Afghanistan: તાલિબાને છોકરીઓના હાથમાંથી પુસ્તક છીનવી લીધું, 16 દેશોની મહિલા વિદેશ મંત્રીઓએ નારાજગી વ્યક્ત કરી

|

Mar 26, 2022 | 12:55 PM

Afghanistan Girls Education: અફઘાનિસ્તાનમાં, તાલિબાને છોકરીઓના માધ્યમિક શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે 16 દેશોની મહિલા વિદેશ મંત્રીઓએ આ નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી છે.

Afghanistan: તાલિબાને છોકરીઓના હાથમાંથી પુસ્તક છીનવી લીધું, 16 દેશોની મહિલા વિદેશ મંત્રીઓએ નારાજગી વ્યક્ત કરી
US allies call on Taliban to revoke ban on girls education in Afghanistan
Image Credit source: AFP

Follow us on

Afghanistan Girls Education: વિશ્વભરના 16 દેશોની મહિલા વિદેશ મંત્રીઓએ શુક્રવારે કહ્યું હતું કે, તેઓ છોકરીઓને માધ્યમિક શાળાઓમાં જવાની મંજૂરી ન આપવાથી “ખૂબ નિરાશ” છે અને તાલિબાન (Taliban)ને તેનો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી છે. વિશ્વના 10 દેશોના રાજદ્વારીઓએ પણ સંયુક્ત રાષ્ટ્રમાં(United Nations) આવો જ સંદેશ આપ્યો હતો. નોંધનીય છે કે, અફઘાનિસ્તાન (Afghanistan)માં તાલિબાન શાસકોએ બુધવારે અણધારી રીતે છોકરીઓ માટે છઠ્ઠા ધોરણથી ઉપરના વર્ગો ફરીથી ખોલવાનો ઇનકાર કર્યો હતો.

અલ્બેનિયા, એન્ડોરા, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બોસ્નિયા, કેનેડા, એસ્ટોનિયા, જર્મની, આઇસલેન્ડ, કોસોવો, માલાવી, મંગોલિયા, ન્યુઝીલેન્ડ, સ્વીડન, ટોંગો અને યુકેના વિદેશ મંત્રીઓએ કહ્યું, ‘મહિલાઓ અને વિદેશ મંત્રીઓ તરીકે અમે નિરાશ છીએ. અને ચિંતિત છે કે અફઘાનિસ્તાનમાં છોકરીઓને માધ્યમિક શાળાઓમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.

તાલિબાનને નિર્ણય પાછો ખેંચવાની અપીલ કરી

તેમણે કહ્યું, ‘અમે તાલિબાનને વિનંતી કરીએ છીએ કે, તે તાજેતરમાં લેવાયેલા નિર્ણયને પાછો ખેંચે અને દેશના તમામ પ્રાંતોમાં તમામ સ્તરે શિક્ષણમાં સમાન તકો પ્રદાન કરે. તે શરૂ થાય તે પહેલાં, અલ્બેનિયા, બ્રિટન, બ્રાઝિલ, ફ્રાન્સ, ગેબન, આયર્લેન્ડ, મેક્સિકો, નોર્વે, યુનાઇટેડ સ્ટેટ્સ અને સંયુક્ત આરબ અમીરાતના રાજદૂતો તાલિબાનના નિર્ણયનો વિરોધ કરવા માટે એકસાથે ઊભા હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ખૂબ જ ચિંતાજનક પગલું – UAE

કાઉન્સિલના વર્તમાન અધ્યક્ષ અને સંયુક્ત આરબ અમીરાતના રાજદૂત, લાના નુસીબેહે સંયુક્ત નિવેદન વાંચીને કહ્યું કે તે “ખૂબ જ ચિંતાજનક” પગલું છે. તમને જણાવી દઈએ કે તાલિબાને ગયા વર્ષે ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો હતો.ત્યારથી આ દેશ મહિલાઓ અને છોકરીઓ માટે નર્ક બની ગયો છે. તેમને માત્ર શાળા-કોલેજ જવાથી જ રોકવામાં આવી રહ્યાં નથી, પરંતુ કામ કરવાની સ્વતંત્રતા પણ છીનવાઈ ગઈ છે.

આ પણ વાંચો : BIMSTEC Summit : શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે 5મી BIMSTEC કોન્ફરન્સ, PM મોદી 30 માર્ચે વર્ચ્યુઅલ રીતે ભાગ લેશે

Next Article