Ukraine Russia War: રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુદ્ધ દરમિયાન કહ્યું, રશિયન દળો મને અને મારા પરિવારને પકડવા માટે ખૂબ નજીક આવી ગયા છે

|

Apr 30, 2022 | 1:09 PM

Russia-Ukraine War: રશિયા સાથે યુદ્ધની શરૂઆતના દિવસોને યાદ કરતા તેમણે ટાઈમ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાતો કહી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલાની જાહેરાત કરી હતી.

Ukraine Russia War: રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુદ્ધ દરમિયાન કહ્યું, રશિયન દળો મને અને મારા પરિવારને પકડવા માટે ખૂબ નજીક આવી ગયા છે
Ukraine President Volodymyr Zelensky
Image Credit source: FILE PHOTO

Follow us on

Russia-Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ (Ukraine President Volodymyr Zelensky)એ કહ્યું કે રશિયન દળો તેમને અને તેમના પરિવારને પકડવાની નજીક આવી ગયા છે. રશિયા સાથે યુદ્ધની શરૂઆતના દિવસોને યાદ કરતા તેમણે ટાઈમ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુ (Interview)માં આ વાતો કહી. રશિયા (Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલાની જાહેરાત કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) પશ્ચિમી દેશોને ધમકી આપતા કહ્યું છે કે જો કોઈ દેશ યુક્રેનમાં દખલ કરશે તો તેઓ પરમાણુ હુમલો કરશે. ઈન્ટરવ્યુમાં ઝેલેન્સકીએ કહ્યું કે મારી પત્ની, ઓલેના ઝેલેન્સકા, અમારી 17 વર્ષની પુત્રી અને 9 વર્ષના પુત્રને જગાડતી હતી કે, બોમ્બ ધડાકા શરૂ થઈ ગયા છે.

રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન હવે સુરક્ષિત નથી

રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હવે નિશાન પર છે અને રાષ્ટ્રપતિનું નિવાસસ્થાન હવે સુરક્ષિત નથી. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે રશિયન સ્ટ્રાઈક ટીમ પેરાશૂટ દ્વારા કીવ પહોંચી છે અને તેમને અને તેમના પરિવારને મારી નાખવા માંગે છે. ઝેલેન્સકીના ચીફ ઑફ સ્ટાફ, આન્દ્રે યર્માકીએ કહ્યું કે તે રાત પહેલા અમે ફક્ત ફિલ્મોમાં આ જોયું હતું. યારમાકીએ એ પણ વર્ણન કર્યું કે કેવી રીતે રાષ્ટ્રપતિના સુરક્ષા રક્ષકો કમ્પાઉન્ડની રક્ષા કરતા હતા. તેણે કહ્યું કે આગળના પ્રવેશદ્વાર પરનો દરવાજો પોલીસ બેરિકેડ અને પ્લાયવુડ બોર્ડથી બંધ હતો.

રશિયન સૈનિકોએ બે વાર હુમલો કરવાનો પ્રયાસ કર્યો

રશિયન આક્રમણની પ્રથમ રાત્રે લાઈટ બંધ કરવામાં આવી હતી અને કમ્પાઉન્ડની અંદરના રક્ષકો ઝેલેન્સ્કી અને તેના પરિવાર માટે બુલેટપ્રૂફ જેકેટ્સ અને રાઈફલ્સ લાવ્યા હતા. રશિયન સૈનિકોએ બે વાર કમ્પાઉન્ડ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જ્યારે ઝેલેન્સકીની પત્ની અને બાળકો હજુ પણ ત્યાં હતા. રશિયાના હુમલા વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના સમગ્ર વિશ્વમાં વખાણ થઈ રહ્યા છે. ઝેલેન્સકીએ દેશ છોડીને અમેરિકા જવાની ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે તે યુક્રેનમાં રહીને યુદ્ધ લડશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો :Ahmedabad: થલતેજથી જૂની હાઈકોર્ટ સુધી મેટ્રોની ટ્રાયલ શરૂ કરાઈ, સલામતી સહિતના તમામ પાસાઓ ચકાસાશે

 

આ પણ વાંચો : Ahmedabad: પીપાવાવથી પકડાયેલા ડ્રગ્સ અંગે ડીજીપીએ આપી જાણકારી, પતંગના દોરા પર રંગ ચઢાવાય તે રીતે સુતળી પર હેરોઈનનો ઢોળ ચઢાવાયો હતો

Next Article