Ukraine War Best Videos: યુક્રેન દ્વારા જાહેર કરાયા યુદ્ધ વીડિયોના ઓસ્કાર, કોઇને બેસ્ટ ફિલ્મ, તો કોઇ બેસ્ટ સિનેમેટોગ્રાફીનો પુરસ્કાર અપાયો

|

Apr 01, 2022 | 12:15 PM

Ukraine War Best Videos : યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધના સાત શ્રેષ્ઠ વીડિયો શેર કર્યા છે અને તેમને ઓસ્કાર જેવા એવોર્ડથી નવાજ્યા છે. બંને દેશો વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે.

Ukraine War Best Videos: યુક્રેન દ્વારા જાહેર કરાયા યુદ્ધ વીડિયોના ઓસ્કાર, કોઇને બેસ્ટ ફિલ્મ, તો કોઇ બેસ્ટ સિનેમેટોગ્રાફીનો પુરસ્કાર અપાયો
Ukraine Oscars (symbolic image )

Follow us on

રશિયા સાથેના યુદ્ધ (Russia Ukraine War) વચ્ચે હાર ન માની, યુક્રેન તેની વિશાળ સેના સાથે મજબૂતાઈથી લડી રહ્યું છે. તેણે હવે તેની સેનાને ઓસ્કાર એવોર્ડ(Oscar Award) પણ અપ્યો છે. આ વાત થોડી વિચિત્ર લાગી શકે છે, પરંતુ યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે યુદ્ધના સાત વિસ્ફોટક વીડિયો(Video) શેર કર્યા છે. કેટલાકને શ્રેષ્ઠ ગીત માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે, જ્યારે કેટલાકને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. આમાંના એક વીડિયોમાં, એક રશિયન યુદ્ધ જહાજનો નાશ કરવામાં આવ્યો છે, અને એકમાં તેની મિસાઈલ ટેન્ક (Missile Tank)ને ઠાર કરવામાં આવી છે. આને ફેબ્રુઆરીથી રિલીઝ કરવામાં આવેલા યુદ્ધ પછીના સાત શ્રેષ્ઠ વીડિયો કહેવામાં આવી રહ્યા છે.

1. શ્રેષ્ઠ પિક્ચર – રશિયાના યુધ્ધ જહાજને તોડી પાડ્યુ

બેસ્ટ પિક્ચરનો એવોર્ડ એ ફૂટેજને આપવામાં આવ્યો છે જેમાં વિશાળ રશિયન જહાજ ક્ષતિગ્રસ્ત જોવા મળે છે. કાળા સમુદ્રના સ્નેક આઇલેન્ડ પરથી સમાચાર આવ્યા હતા કે રશિયન સૈનિકોએ યુક્રેનના સરહદ રક્ષકોને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું, જેનો તેમણે ઇનકાર કર્યો હતો. રશિયાએ આ ટાપુ પર કબજો કરી લીધો હોવાના સમાચાર હતા. યુક્રેને રશિયન જહાજને તોડી પાડવાનો દાવો કર્યો છે. આ વીડિયોમાં જહાજમાંથી આગ અને ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

બેસ્ટ પિક્ચરનો એવોર્ડ

2. શ્રેષ્ઠ સહાયક અભિનેતા – યુક્રેનનું ટ્રેક્ટર

આ વીડિયોમાં યુક્રેનનું એક ટ્રેક્ટર રશિયન યુદ્ધ ટેન્કને લોડ કરીને લઈ જતું જોવા મળે છે. આ દરમિયાન યુક્રેનના નાગરિકો પણ આ આખું દ્રશ્ય જોઈને પોતાની ખુશી વ્યક્ત કરે છે. યુક્રેનિયનો અને સૈનિકો દ્વારા કબજે કર્યા પછી રહસ્યમય Z ચિહ્ન ધરાવતા કેટલાક રશિયન સશસ્ત્ર વાહનો પણ નાશ પામ્યા છે. આ વીડિયોમાં યુક્રેનનો એક ખેડૂત તેના ટ્રેક્ટરની મદદથી રશિયન ટેન્કને બીજી જગ્યાએ લઈ જતો જોવા મળે છે.

શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ

3. શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ – તુર્કીથી આવેલા મહેમાનનો આભાર

તુર્કીને તેના Bayraktar TB2 ડ્રોન માટે આંતરરાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે, જેનો ઉપયોગ રશિયન સૈન્ય પર હવાઈ હુમલા કરવા માટે કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, ડ્રોને સાત આર્મર્ડ કોમ્બેટ વાહનો, પાંચ આર્ટિલરી પીસ, 10 એન્ટી એર સિસ્ટમ્સ, નવ હેલિકોપ્ટર, બે ફ્યુઅલ ટ્રેન, એક મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમ અને 27 ગ્રાઉન્ડ વાહનોને નષ્ટ કરવામાં મદદ કરી છે. દરેક ડ્રોનની કિંમત આશરે 3.7 મિલિયન પાઉન્ડ છે. તેનો ઉપયોગ બંકરો અને ટેન્ક પર હુમલો કરવા માટે થઈ શકે છે. તે GPS સિગ્નલ ગુમાવ્યા પછી પણ નેવિગેટ કરી શકે છે.

બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ એવોર્ડ

4. શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી – રશિયન હેલિકોપ્ટર હવામાંથી નીચે ઉતર્યું

આ વીડિયોમાં એક રશિયન હેલિકોપ્ટરને અમેરિકી બનાવટના સ્ટિંગરની મદદથી હવામાં મારવામાં આવે છે. જેને બેસ્ટ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સૈનિકો આ યુએસ નિર્મિત સ્ટિંગર્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે છે અને આ મહિનાની શરૂઆતમાં નાટોએ યુક્રેનને લગભગ 3,000 એન્ટી એર હથિયારો આપ્યા હતા. યુક્રેન રશિયન હેલિકોપ્ટરનો નાશ કરવાનું ચાલુ રાખવા માટે વધુ સ્ટિંગર્સને માંગ કરી હતી.

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી એવોર્ડ

5. શ્રેષ્ઠ ગીત – ખાર્કિવના બોમ્બ શેલ્ટરમાં બાળકોએ ગાયું

હુમલા અને બ્લાસ્ટના વીડિયો સિવાય આ વીડિયોમાં હૃદય સ્પર્શી ક્ષણો જોવા મળે છે. જેમાં ખાર્કિવના બોમ્બ શેલ્ટરમાં બાળકો દેશનું રાષ્ટ્રગીત ગાતા હોય છે. ખાર્કિવ, યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર, આક્રમણની શરૂઆતથી સતત તોપમારો હેઠળ છે, જેમાં ઘણી રહેણાંક ઇમારતોનો નાશ થયો છે અને નાગરિકોને આશ્રય લેવાની ફરજ પડી છે.

શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ

6. શ્રેષ્ઠ અભિનેત્રી – મિસાઇલે યુક્રેનિયન વાહનનો નાશ કર્યો

આ વીડિયોમાં જેવલિન એન્ટી ટેન્ક મિસાઈલની મદદથી રશિયન આર્મર્ડ વાહનને નષ્ટ કરવામાં આવી રહ્યું છે. મિસાઇલને ખભા પર છોડવામાં આવે છે, જે તેના લક્ષ્ય પર સફળતાપૂર્વક પ્રહાર કરે છે. બાદ યુક્રેનના આ સૈનિકો ખુશીથી ઉજવણી કરવા લાગે છે. જેવલિન તેના લક્ષ્યને બનાવવા માટે ઇન્ફ્રારેડ સિસ્ટમનો ઉપયોગ કરે છે. સૈનિકોએ હુમલો કરવા માટે ફક્ત ટ્રિગર ખેંચવાનું હોય છે. તેને દૂરથી ફાયર કરી શકાય છે.

શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ

7. શ્રેષ્ઠ ઉત્પાદન ડિઝાઇન – રશિયન કાફલા પર હુમલો

આ મહિનાની શરૂઆતમાં, યુક્રેનિયનોએ બ્રોવરીમાં ઓચિંતો હુમલો કરીને રશિયન ટેન્કોના કાફલાનો નાશ કર્યો હતો. કાફલાના આગળ અને પાછળના ભાગેથી અચાનક થયેલા હુમલામાં ઘણી રશિયન T-72 ટેન્ક અને અન્ય વાહનો નાશ પામ્યા હતા. હુમલામાં જે લોકો બચી ગયા હતા, તેમાંથી કેટલાક પાછા ગયા અને કેટલાક અહીં-ત્યાં દોડવા લાગ્યા.

શ્રેષ્ઠ પ્રોડક્શન ડિઝાઇન એવોર્ડ

આ પણ વાંચો : Israel Attack : ઇઝરાયેલની સેનાનો પેલેસ્ટાઈનના વેસ્ટ બેંકમાં રેફ્યુજી કેમ્પ પર હુમલો, બેના મોત, 15 ઈજાગ્રસ્ત 

આ પણ વાંચો :Surat: નવી સિવિલ હોસ્પિટલમાં ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે લાંબી લાઈનો, અમરનાથ યાત્રાને લઇને યાત્રાળુઓમાં ઉત્સાહ

Next Article